એક કરોડપતિ માણસ ભિખારી બનીને રસ્તા પર બેઠો હતો, થોડા દિવસ પછી રાત્રે એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને કહ્યું…

મોટા શહેર ના એક શેઠ ખુબજ સુખી હતા વેપાર ધંધો પણ ખુબજ ચાલતો હતો. અને તેનો પરિવાર એકદમ નાનો હતો. એટલે તેની જરૂરિયાત કરતા અનેક ગણી આવક હતી.

ઘર માં રૂપિયા ના કબાટ ભરેલા રહેતા શેઠ નો દીકરો બધો કારોબાર સાંભળતો હતો. અને શેઠ બધું ધ્યાન રાખતા કે દીકરા ની ક્યાંય ભૂલ તો નથી થતી ને? એક દિવસ શેઠ બેઠા હતા.

ત્યારે તેના મન માં વિચાર આવ્યો કે ભગવાને આપણને આટલા બધા રૂપિયા આપ્યા છે. તો આપણે પણ કોઈ નાના માણસ ને જરૂરિયાત હોય, તો તેને મદદ કરવી જોઈએ વિચાર તો સારો આવ્યો. પણ સાચી જરૂરિયાત વાળું કોણ છે, એ કેમ કરી ને જાણવું. એ વિચાર કરતા કરતા શેઠે નક્કી કર્યું તે એક દિવસ ભિક્ષુક નો વેશ ધારણ કરી અને રસ્તા પર જ્યાં માણસો ની અવરજવર વધારે હોય ત્યાં જય ને બેસી ગયા.

અને આવતા જતા બધા લોકો પર નજર રાખવા લાગ્યા. આવતા જતા લોકો માંથી કોઈ લોકો શેઠ ને ભિખારી સમજી ને એક રૂપિયા નો સિક્કો પણ આપતા જતા બાકી ના લોકો ને તો તેના કામ કાજ ના હિસાબે સામે જોવા નો કે રૂપિયા આપવાનો સમય જ નહોતો. શેઠ ને ભિક્ષુકનો વેશ ધારણ કર્યા પછી માણસોના ઘણી બધી જાત ના અનુભવ થયા.

એક દિવસ રાતના સમયે એક વ્યક્તિ શેઠ પાસે થી નીકળે છે. અને તેને ભિક્ષુક ને રૂપિયો દેવાનું મન થાઈ છે, જેથી તે શેઠ ની પાસે ઉભો રહી અને પોતાનું ખિસ્સું તપાસે છે. પણ ખિસ્સા માંથી કશું નીકળતું નથી ત્યારે તે શેઠ ને પૂછે છે કે તમે કઈ ખાધું છે કે નહિ?

ત્યારે શેઠ તેને કહે છે કે, મેં આજે કશું ખાધું નથી. ત્યારે તે નેનો માણસ શેઠ ને પોતાના ઘરે લઇ ને જાય છે એકદમ જૂનું ઘર જેમાં એક રૂમ અને નાનું રસોડું હોય છે રૂમ અને રસોડા વચ્ચે એક જ લાઈટ હોય છે. તેના ઘરે જઈને શેઠ તે વ્યક્તિ ને પૂછે છે કે તમે શું કામ કરો છો?

ત્યારે તે જવાબ આપે છે કે હું અહીંયા થી 70 કિલોમીટર દૂર એક ગામ માં નોકરી કરું છું. અને મારા ઘર માં બે નાના બાળકો છે, હું સવારે વહેલો જાગી અને નોકરી પર જાવ અને રાત્રે ઘરે આવું છું. આખો દિવસ કામ કર્યા પછી રાત્રે ઘરે આવવા મળે.

ગરીબ માણસ ની મજબૂરી હોય, જે નોકરી મળે તે કરવી પડે કામ નો કરીએ તો આ છોકરાઓ ને ખવડાવું કેમ? શેઠ બધું જોઈ રહ્યા હતા, એવામાં તે ગરીબ માણસ ની પત્ની રસોઈ તૈયાર થતા શેઠ ને જમવાનું આપે છે. શેઠે થાળી માં જોયું તો એક બાજરા નો રોટલો મરચું અને છાસ હતા, શેઠે શાંતિ થી જામી લીધું ત્યાર બાદ તે વ્યક્તિ તેના પરિવાર સાથે જમવા બેઠો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel