એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યુ કે તમે BMW કેટલા દિવસમાં ખરીદી શકો? ગુજરાતી વેપારીએ જવાબમાં કહ્યું…

એક જગ્યા પર ઇન્ટરવ્યુ ચાલી રહ્યો હતો, તેમાં દરેક લોકોને લગભગ એક જ સવાલ પૂછવામાં આવતો હતો. તેમ છતાં લોકોના જવાબ અલગ અલગ આવતા હતા અને જવાબ પ્રમાણે તેઓનું અવલોકન કરવામાં આવી રહ્યું હતું.

એવામાં ઇન્ટરવ્યૂમાં દરેકને એક પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો કે તમે BMW કેટલા દિવસમાં ખરીદી શકો?

એટલે આ પ્રશ્ન દરેક મહાનુભાવ અને પૂછવામાં આવ્યો જેમાં નામના કમાયેલા ડોક્ટર, એમબીએ થયેલા યુવક, એન્જિનિયર, અને સાથે એક ગુજરાતના વેપારીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો.

ઘણા વર્ષોથી પ્રેક્ટીસ કરી રહેલા અને નિદાનમાં પણ નિપુણ રહેલા ડોક્ટરે કહ્યું કે જો હું દિવસ-રાત મારા દવાખાનામાં પ્રેક્ટિસ કરું તો આશરે છ મહિનામાં તો BMW ખરીદી શકું.

એમબીએ કરેલા યુવકે પણ પોતાના તારણ અનુસાર ગણતરી કરીને થોડા વખત પછી તને જવાબ આપ્યો કે મારે અંદાજે આઠ મહિના જેટલું કામ કરવું પડે ત્યારે હું BMW ખરીદી શકું.

એન્જિનિયરનો પણ પગાર ખૂબ જ સારો હતો અને તેને પણ પોતાના પગારની ગણતરી વગેરે કરીને થોડા સમય પછી જવાબ આપતા કહ્યું કે બી.એમ.ડબલ્યુ માટે મારે અંદાજે દોઢ વર્ષ જેવું કામ કરવું પડે.

છેલ્લે જવાબ દેવાનો વખત હવે ગુજરાતી વેપારી નો હતો, ગુજરાતી વેપારી એ તરત જ જવાબ આપતા કહ્યું કે સાહેબ BMW કંપની મોટી અને ખૂબ જ વિશાળ છે આથી જો તેને ખરીદવી હોય તો મારે ઓછામાં ઓછા દસ વર્ષ જેટલી મહેનત તો કરવી જ પડે.

દરેક લોકોને એક જ સવાલ પૂછવામાં આવ્યો હતો પરંતુ દરેક લોકોના જવાબ અલગ અલગ આવ્યા, ભલે આ એક કાલ્પનિક વાત હશે અને અને હકીકત સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ ઘણી વખત જીવનમાં વિચારવાનો અભિગમ ઘણો મહત્વનો હોય છે.

ઘણી વખત અસલ જીંદગીમાં પણ ઇન્ટરવ્યૂમાં ઘણા સવાલો એવા પૂછવામાં આવતા હોય છે જેને હકીકત સાથે કંઈ લેવાદેવા નથી પરંતુ એના જવાબ તમે કઈ રીતે આપો છો, તમારી પર્સનાલિટી માં કોઈ ફેરફાર થાય છે કે કેમ અને એ સવાલને સાંભળીને તમારા હાવભાવ કઈ રીતે બદલાય છે આ બધું પણ ઇન્ટરવ્યૂમાં જોવા અને પછી અવલોકન થતું હોય છે.

તમે કદાચ આ વાયરલ થયેલો વિડીયો જોયો હોય તો તેમાં પણ દરેક વિદ્યાર્થી અંદર આવે ત્યારે તેને કંઈક લખવાનું કહેવામાં આવે છે, પરંતુ દરેક લોકો ગમે તે લખી નાખે છે અથવા કોઈપણ બીજી વસ્તુ લખે છે જ્યારે છેલ્લે આવનાર વીદ્યાર્થી એ બોર્ડ પર શબ્દ કંઇક લખે છે. અને એ તરત જ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઇ જાય છે.

ઘણી વખત તમને સવાલ પૂછવામાં આવ્યા અથવા કોઈપણ ટાસ્ક દેવામાં આવે ત્યારે તમારું ઇન્ટરવ્યૂમાં અથવા જો તમને નોકરીએ રાખી લેવામાં આવે તો તમારું એ કાર્ય પ્રત્યે કેટલું ધ્યાન છે, તેનું પણ અવલોકન કરવામાં આવતું હોય છે.

આ તમને રમૂજી વાત લાગી હશે પરંતુ જોક્સ ની સાથે સાથે આમાં એક મેસેજ પણ છુપાયેલો છે. જે બધા લોકોએ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ અને જો આ લેખ તમને પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે શેર પણ કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *