એક હાઇકોર્ટના જજએ તેની પત્નીને છૂટાછેડા આપ્યા, કારણ એવું હતું કે થોડા સમય પહેલા…

તરત જ ઓફિસ બંધ કરીને કેતનભાઇ તાબડતોડ ઘરે પહોંચ્યા ઘરે પહોંચીને બાજુમાં ગયા અને જેવા અંદર ઘરમાં પ્રવેશ્યા તો ત્યાં દ્રશ્ય જોયું અંદર જજ સાહેબ એકદમ ચોખ્ખા પોતાના સોફા પર બેઠા હતા, ભાભી હજુ પણ રડી રહ્યા હતા અને જજ સાહેબ ના દીકરો અને દીકરી બંને ત્યાં જ બેઠા હતા પરંતુ બંને એકદમ મૂંગા થઈને બેઠા હતા.

કેતનભાઇ એ જજ સાહેબને પૂછ્યું સાહેબ શું વાત છે ભાભી નો કેમ ફોન આવ્યો હતો, વર્ષોથી જેની સાથે રહ્યા હોય એ માણસ નું આખું અલગ જ સ્વરૂપ આજે જોવા મળ્યું કેતનભાઇ ઘણા સવાલ પૂછ્યા પરંતુ જજ સાહેબ કોઈ જ ઉત્તર નહોતા આપી રહ્યા.

એટલા માં ભાભી અંદર જઈને કોઈ કાગળ લઈને આવ્યા ફાઈલ જેવું દેખાતું હતું અને બહાર આવીને કહ્યું જુઓ કેતનભાઇ તમારા ભાઈ મને છૂટાછેડા આપવા માંગે છે.

ભાભીના મોઢેથી આવા શબ્દો સાંભળીને કેતનભાઇ અવાચક રહી ગયા વર્ષોથી કોઈ પણ જાત ના ઝગડા વગર એકબીજા સાથે રહેતા હોય અને અચાનક એક દિવસે આવીને છુટાછેડા માંગે તો બધા જ લોકોને આશ્ચર્ય લાગે, કેતનભાઇ એ પૂછ્યું આવું કઈ રીતે શક્ય છે. વર્ષોથી આપણે બધા ભેગા રહીએ છીએ આવો સારો પરિવાર છે બે બાળકો છે, માજી છે. બધું આટલું સરસ ચાલી રહ્યું છે. તરત જ ભાભી ને પૂછ્યું ભાભી તમે મજાક તો નથી કરી રહ્યા ને?

એટલામાં ધ્યાન ગયું કે બા એટલામાં દેખાતા નથી એટલે કેતનભાઇ એ બાળકો ને પૂછ્યું બેટા તમારા દાદી ક્યાં છે, બહાર ગયા છે? તો બાળકોએ જણાવ્યું કે બે દિવસ પહેલા પપ્પા તેઓને વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરી આવ્યા.

શું? કેતનભાઇ ના મોઢા પરથી માત્ર આશ્ચર્યજનક આ શબ્દ જ નીકળ્યો, કેતનભાઇ સામે બેઠેલા સાહેબને પૂછ્યું તમે કેમ કશું બોલતા નથી, તેમ છતાં જજ સાહેબે જવાબ ના આપ્યો એટલે ભાભી ને કહ્યું ભાભી તમે મારા અને સાહેબ માટે ચા લઇ આવો.

error: Content is Protected!