એક હાઇકોર્ટના જજએ તેની પત્નીને છૂટાછેડા આપ્યા, કારણ એવું હતું કે થોડા સમય પહેલા…

એક હાઇકોર્ટના જજ, સમાજમાં તેઓની ખૂબ જ પ્રતિષ્ઠા ઘણા વર્ષોથી તેઓ હાઈકોર્ટમાં જજ તરીકે કામ કરી રહ્યા હતા અને અંગત મિત્ર માં વાત કરીએ તો જજ સાહેબ ને માત્ર એક જ મિત્ર, મિત્ર પણ ખરો અને તેની બાજુમાં રહે એટલે પાડોશી પણ થાય નામ એનું કેતન.

કેતન અને જજ સાહેબ બંને એકબીજાની બાજુમાં વર્ષોથી રહેતા હતા, જ્યાંથી સોસાયટી નું નિર્માણ થયું ત્યારથી આ બંનેએ પહેલા ઘર બનાવ્યા હતા. વર્ષોથી જજ સાહેબ અને કેતન બંને સાથે રહેતા હતા. જજ સાહેબ ના લગ્ન પણ વર્ષો પહેલાં જ થઈ ગયા હતા, સુખી પરિવાર શાંતિથી રહેતો હતો.

પરંતુ વર્ષો પછી એક એવી ઘટના બની જે ઘટના ની કોઈ દિવસ કેતનભાઇને આશા પણ નહોતી, વર્ષો સુધી પાડોશી તેમ જ પરમ મિત્ર બની ચૂકેલા જજ સાહેબ સાથે દરરોજ રાત્રે કેતનભાઇને બેસવાનું થતું, પરંતુ આજે ખબર નહીં કેમ પણ સાંજે સાત વાગ્યે જ જજ સાહેબની પત્નીનો કેતનભાઇ પર ફોન આવ્યો.

જો કોઈ દિવસ જજ સાહેબ ને બહાર જવાનું થયું હોય અથવા સાંજે મળી શકાય તેમ ન હોય તો તેઓ પહેલેથી જ જાણ કરી દેતા પરંતુ તેમની પત્નીનો ફોન કોઈ દિવસ ન આવે અને આજે તેની પત્ની નો ફોન આવ્યો.

કેતનભાઇ ફોન ઉપાડી ને કહ્યું બોલો ને ભાભી શું કામ છે? સામેથી રડવાનો અવાજ આવ્યો કેતનભાઇ શાંત કરાવી ને પૂછ્યું અરે ભાભી શું થયું કેમ રડી રહ્યા છો, સામેથી જવાબ આવ્યો કેતનભાઇ તમે ક્યાં છો જલ્દીથી ઘરે આવી જાઓ. કેતનભાઇ નો દુકાનેથી ઘરે આવવાનો ટાઇમ આઠ વાગ્યાનો અને હજુ 7:00 હોવાથી કેતનભાઇ ઓફિસમાં જ હતા. એટલે તેને પૂછ્યું શું થયું છે મને જણાવો તો ખરા, જજ સાહેબ ને કંઈ થયું છે? માજી ને કંઈ થયું છે આખરે થયું છે શું એ તો જણાવો, પરંતુ કંઈ પણ જણાવ્યા સિવાય ફોન પર તેને કહ્યું બસ તમે અહીં આવી જાઓ કેતનભાઇ એ કહ્યું હું ઓફિસેથી નીકળી અને ત્યાં પહોંચવું એટલી વાર લાગશે.

error: Content is Protected!