એક હજાર કામ હોય તો પણ પડતાં મુકીને પહેલા આ વાંચી લેજો, જીંદગી બદલાઈ જશે

એક વ્યક્તિ વર્ષોથી ગામડે રહેતો હતો, અને અત્યંત સારી જિંદગી જીવતો હતો. આ ગામ વધારે પડતું મોટું નહોતું ખુબજ નાનું ગામ હતું તેમ છતાં કોઈપણ જાતની ખામી તેને તે ગામડા માં થતી નહીં. એ આર્થિક રીતે પણ ખૂબ જ સુખી હોવાથી કોઈપણ જાતનું દુઃખ તેના જીવનમાં નહોતું, તેને સંતાનમાં એક દીકરો હતો. જેનું નામ હતું વૈભવ.

વૈભવ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેને ગામડા કરતાં શહેરની જિંદગી વધારે સારી લાગવા લાગી સમયાંતરે બદલાવ કરવો જરૂરી છે પરંતુ વૈભવ ના પિતા સ્પષ્ટપણે એવું માનતા કે શહેરની ભાગદોડ વાળી જિંદગીથી દૂર ગામડામાં ખૂબ જ સારું જીવન જીવી શકાય છે. અને આમ પણ તેઓને આર્થિક રીતે કોઇ જ પ્રકારની ખામી નહોતી.

વૈભવ ના સવારના સ્કૂલ ભણવા જતા પહેલા છાપુ વાંચવાની ટેવ હતી અને છાપામાં અવારનવાર શહેરના નવા બની રહેલા જગ્યાઓ ના ફોટા વગેરે આવતું આ જોઈને તેને હવે ગામડામાંથી રસ ઉઠી ગયો હતો. પરંતુ વૈભવ ના મનમાં શહેરની જિંદગી ખૂબ જ સારી લાગતી હતી. તે અવાર-નવાર પિતાને શહેરમાં રહેવા ચાલ્યા જવા માટે કહે તો એ પણ કુટુંબ સાથે પરંતુ તેના પિતા કોઈને કોઈ વાત કરીને આ વાત ટાળી દેતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેમ છતાં વૈભવ એ ઘણી જીદ કરી એટલે પિતા તેને બહુ સમજાવી ન શક્યા એટલે તરત જ તેને કહ્યું આપણે આ ગામડાનું મકાન વેચીને શહેરમાં રહેવા ચાલ્યા જશું. વૈભવ એકદમ ખુશખુશાલ થઈ ગયો, કારણ કે શહેરમાં રહેવાનું તેનું સપનું હવે સાકાર થવાનું હતું.

વૈભવના પિતાના ઘણા મિત્રો પહેલેથી જ શહેરમાં રહેતા હતા અને તેને ઓળખતા પણ હતા એટલે એમાંથી જ એક મિત્ર રિયલ એસ્ટેટમાં કામ કરતો હોવાથી તેને ઘરે બોલાવ્યો અને કહ્યું ભાઈ મારે આ મકાન વેચી નાખવું છે. અને સામે શહેરમાં એક ખૂબ જ સારું મકાન લેવું છે.

તેના મિત્રે કહ્યું ભાઈ તને તો ગામડામાં ખૂબ જ મજા આવે છે તારે અહિં મકાન વેચીને શહેરમાં જવાની શું જરૂર છે? તારે બીજું કંઈ કામ હોય તો કહે, એટલે તેને વૈભવ વિશે આખી વાત કરી અને કહ્યું વૈભવ હંમેશા આગળ વિશે ફરિયાદ કરતો રહે છે તેને શહેરમાં જ રહેવા જવું છે કારણકે અહીં તેને હવે કાચા રસ્તા નથી ગમતા. આ સિવાય તેના મિત્રો શહેરમાં રહેવા ગયા છે તો તેની પાછળ એને પણ હવે શહેરની હવા ચડી છે.

મિત્ર આ વાત એકદમ સમજી ગયો અને કહ્યું ભાઈ હું તારું ઘર જલ્દી જ વેચાવી દઈશ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બીજે દિવસે સવારે વૈભવ દરરોજની જેમ છાપુ વાંચવા બેસી ગયો, તેને છાપું વાંચતા વાંચતા એક જાહેરાત પર નજર પડી એ જાહેરાતમાં એક સુંદર ઘર નો ફોટો હતો અને નીચે લખ્યું હતું ભાગ દોડ વાળી જિંદગી થી દૂર જવા માંગો છો? તો શહેરની ખૂબ જ ભીડવાળી જગ્યાએ થી એકદમ દૂર, ઘરની ચારે બાજુ પહાડો થી ઘેરાયેલું, આજુ બાજુ જ્યાં જુઓ ત્યાં હરિયાળી જોવા મળે એવું અને દરરોજ સવારે જાગો અને તરત જ તાજી હવા મળે તેઓ સપનાનું ઘર ખરીદવા માટે સંપર્ક કરો.

વૈભવ જાહેરાત જોઈને ઉત્સાહી થઈ ગયો આ સરસ ઘર છે, પરંતુ તેને તે જાહેરાત ધ્યાનથી જોઈ તો એ ઘરનો ફોટો બીજો કોઈ નહિ પરંતુ પોતાનું ઘર હતું. પછી વૈભવ ને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો તરત જ તેના પિતા પાસે જઈને કહ્યું પપ્પા મે અત્યારે જ છાપામાં એક ઘર જોયું છે મને ખૂબ જ ગમ્યું અને એ ઘરનું અત્યંત સુંદર રીતે વર્ણન પણ કર્યું હતું પરંતુ મને પછી ખબર પડી કે એ આપણું ઘર છે.

પિતા ને ભેટી પડ્યો અને કહ્યું હું તો પહેલેથી જ મારા પસંદગીના ઘરમાં રહું છું મારે હવે શહેરમાં રહેવા નથી જવું. પિતા પણ હસવા લાગ્યા એમ વિચારીને કે હું તેને વર્ષોથી એ જ સમજાવવાની કોશિશ કરું છું પરંતુ આજે છાપાની ટચુકડી જાહેર ખબર તેને ઘણી બધી વાત સમજાવી ગઈ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ સ્ટોરી માંથી શીખવાનું અને સમજવાનું ઘણું છે કે આપણે બધા લોકોને જીવનમાં તકલીફ તો હોય જ છે અને આપણે બધા લોકો આજીવન દુઃખી રહ્યા કરીએ છીએ કે આપણા જીવનમાં ઘણી બધી તકલીફો છે. અને એથી ઊલટું આપણને બીજાનું જીવન ખૂબ જ સારું અને આસન લાગે છે. પરંતુ આવું ક્યારેય વિચાર્યું ન જોઈએ કારણકે તમે જે રીતે જીવી રહ્યા છો એ કદાચ બીજા લોકોનું સપનાની જીન્દગી પણ હોઈ શકે.

આથી ભગવાને આપણને જે આપ્યું છે એનો આનંદ માણવો જોઈએ અને ભગવાનનો આભાર માનવો જોઈએ જો તમે કોઈ અન્યના દ્રષ્ટિકોણથી તમારી જિંદગીને જોવાનો પ્રયત્ન કરશો તો આપણે પણ આપણી જિંદગી નું મહત્વ સમજી શકીએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team