એક હજાર કામ હોય તો પણ પડતાં મુકીને પહેલા આ વાંચી લેજો, જીંદગી બદલાઈ જશે

તેના મિત્રે કહ્યું ભાઈ તને તો ગામડામાં ખૂબ જ મજા આવે છે તારે અહિં મકાન વેચીને શહેરમાં જવાની શું જરૂર છે? તારે બીજું કંઈ કામ હોય તો કહે, એટલે તેને વૈભવ વિશે આખી વાત કરી અને કહ્યું વૈભવ હંમેશા આગળ વિશે ફરિયાદ કરતો રહે છે તેને શહેરમાં જ રહેવા જવું છે કારણકે અહીં તેને હવે કાચા રસ્તા નથી ગમતા. આ સિવાય તેના મિત્રો શહેરમાં રહેવા ગયા છે તો તેની પાછળ એને પણ હવે શહેરની હવા ચડી છે.

મિત્ર આ વાત એકદમ સમજી ગયો અને કહ્યું ભાઈ હું તારું ઘર જલ્દી જ વેચાવી દઈશ.

બીજે દિવસે સવારે વૈભવ દરરોજની જેમ છાપુ વાંચવા બેસી ગયો, તેને છાપું વાંચતા વાંચતા એક જાહેરાત પર નજર પડી એ જાહેરાતમાં એક સુંદર ઘર નો ફોટો હતો અને નીચે લખ્યું હતું ભાગ દોડ વાળી જિંદગી થી દૂર જવા માંગો છો? તો શહેરની ખૂબ જ ભીડવાળી જગ્યાએ થી એકદમ દૂર, ઘરની ચારે બાજુ પહાડો થી ઘેરાયેલું, આજુ બાજુ જ્યાં જુઓ ત્યાં હરિયાળી જોવા મળે એવું અને દરરોજ સવારે જાગો અને તરત જ તાજી હવા મળે તેઓ સપનાનું ઘર ખરીદવા માટે સંપર્ક કરો.

વૈભવ જાહેરાત જોઈને ઉત્સાહી થઈ ગયો આ સરસ ઘર છે, પરંતુ તેને તે જાહેરાત ધ્યાનથી જોઈ તો એ ઘરનો ફોટો બીજો કોઈ નહિ પરંતુ પોતાનું ઘર હતું. પછી વૈભવ ને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો તરત જ તેના પિતા પાસે જઈને કહ્યું પપ્પા મે અત્યારે જ છાપામાં એક ઘર જોયું છે મને ખૂબ જ ગમ્યું અને એ ઘરનું અત્યંત સુંદર રીતે વર્ણન પણ કર્યું હતું પરંતુ મને પછી ખબર પડી કે એ આપણું ઘર છે.

error: Content is Protected!