એક વ્યક્તિ વર્ષોથી ગામડે રહેતો હતો, અને અત્યંત સારી જિંદગી જીવતો હતો. આ ગામ વધારે પડતું મોટું નહોતું ખુબજ નાનું ગામ હતું તેમ છતાં કોઈપણ જાતની ખામી તેને તે ગામડા માં થતી નહીં. એ આર્થિક રીતે પણ ખૂબ જ સુખી હોવાથી કોઈપણ જાતનું દુઃખ તેના જીવનમાં નહોતું, તેને સંતાનમાં એક દીકરો હતો. જેનું નામ હતું વૈભવ.
વૈભવ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેને ગામડા કરતાં શહેરની જિંદગી વધારે સારી લાગવા લાગી સમયાંતરે બદલાવ કરવો જરૂરી છે પરંતુ વૈભવ ના પિતા સ્પષ્ટપણે એવું માનતા કે શહેરની ભાગદોડ વાળી જિંદગીથી દૂર ગામડામાં ખૂબ જ સારું જીવન જીવી શકાય છે. અને આમ પણ તેઓને આર્થિક રીતે કોઇ જ પ્રકારની ખામી નહોતી.
વૈભવ ના સવારના સ્કૂલ ભણવા જતા પહેલા છાપુ વાંચવાની ટેવ હતી અને છાપામાં અવારનવાર શહેરના નવા બની રહેલા જગ્યાઓ ના ફોટા વગેરે આવતું આ જોઈને તેને હવે ગામડામાંથી રસ ઉઠી ગયો હતો. પરંતુ વૈભવ ના મનમાં શહેરની જિંદગી ખૂબ જ સારી લાગતી હતી. તે અવાર-નવાર પિતાને શહેરમાં રહેવા ચાલ્યા જવા માટે કહે તો એ પણ કુટુંબ સાથે પરંતુ તેના પિતા કોઈને કોઈ વાત કરીને આ વાત ટાળી દેતા.
તેમ છતાં વૈભવ એ ઘણી જીદ કરી એટલે પિતા તેને બહુ સમજાવી ન શક્યા એટલે તરત જ તેને કહ્યું આપણે આ ગામડાનું મકાન વેચીને શહેરમાં રહેવા ચાલ્યા જશું. વૈભવ એકદમ ખુશખુશાલ થઈ ગયો, કારણ કે શહેરમાં રહેવાનું તેનું સપનું હવે સાકાર થવાનું હતું.
વૈભવના પિતાના ઘણા મિત્રો પહેલેથી જ શહેરમાં રહેતા હતા અને તેને ઓળખતા પણ હતા એટલે એમાંથી જ એક મિત્ર રિયલ એસ્ટેટમાં કામ કરતો હોવાથી તેને ઘરે બોલાવ્યો અને કહ્યું ભાઈ મારે આ મકાન વેચી નાખવું છે. અને સામે શહેરમાં એક ખૂબ જ સારું મકાન લેવું છે.
તેના મિત્રે કહ્યું ભાઈ તને તો ગામડામાં ખૂબ જ મજા આવે છે તારે અહિં મકાન વેચીને શહેરમાં જવાની શું જરૂર છે? તારે બીજું કંઈ કામ હોય તો કહે, એટલે તેને વૈભવ વિશે આખી વાત કરી અને કહ્યું વૈભવ હંમેશા આગળ વિશે ફરિયાદ કરતો રહે છે તેને શહેરમાં જ રહેવા જવું છે કારણકે અહીં તેને હવે કાચા રસ્તા નથી ગમતા. આ સિવાય તેના મિત્રો શહેરમાં રહેવા ગયા છે તો તેની પાછળ એને પણ હવે શહેરની હવા ચડી છે.
મિત્ર આ વાત એકદમ સમજી ગયો અને કહ્યું ભાઈ હું તારું ઘર જલ્દી જ વેચાવી દઈશ.
બીજે દિવસે સવારે વૈભવ દરરોજની જેમ છાપુ વાંચવા બેસી ગયો, તેને છાપું વાંચતા વાંચતા એક જાહેરાત પર નજર પડી એ જાહેરાતમાં એક સુંદર ઘર નો ફોટો હતો અને નીચે લખ્યું હતું ભાગ દોડ વાળી જિંદગી થી દૂર જવા માંગો છો? તો શહેરની ખૂબ જ ભીડવાળી જગ્યાએ થી એકદમ દૂર, ઘરની ચારે બાજુ પહાડો થી ઘેરાયેલું, આજુ બાજુ જ્યાં જુઓ ત્યાં હરિયાળી જોવા મળે એવું અને દરરોજ સવારે જાગો અને તરત જ તાજી હવા મળે તેઓ સપનાનું ઘર ખરીદવા માટે સંપર્ક કરો.