એક અત્યંત ગરીબ પરિવારમાં એક દીકરીનો જન્મ થયો. દીકરી દેખાવમાં અત્યંત ખુબસુરત હતી, પરંતુ દીકરીના પિતા દીકરીનો જન્મ થયો એટલે એકદમ દુઃખી થઈ ગયા અને વિચારવા લાગ્યા કે દીકરાનો જન્મ થયો હોત તો કમ સે કમ કામમાં મદદ તો કરત.
તે પિતાએ દીકરીને મોટી તો કરી પરંતુ દિલથી નહીં કારણકે તેને તે દીકરી પ્રત્યે લગાવ જ નહોતો દીકરી ભણવા જાય તો તેની સ્કૂલની ફી પણ ટાઈમ સર જમાના કરાવતો અને તેના પુસ્તકો ઉપર પણ ખાસ ધ્યાન ન દેતો.
એટલું જ નહીં તે વારંવાર દારૂ પીને ઘરે આવીને ઘરમાં વારંવાર માથાકૂટ પણ કરતા.
પરંતુ તે દીકરીની માતા ખૂબ જ સારી અને ભોળી હતી. તે પોતાની દીકરીને ખૂબ જ લાડકોડથી ઉછેરી હતી. એટલું જ નહીં પોતાના પતિથી છુપાઈ છુપાઈને કે દીકરીની સ્કૂલની ફી પણ જમા કરાવતી અને સ્કૂલ ના પુસ્તકો લેવા માટે પણ ખર્ચો આપતી હતી.
પૃષ્ઠોઃ આગળ વાંચો