એક ગરીબ પરિવારના ઘરમાં દીકરીનો જન્મ થયો, તો પિતા એકદમ દુઃખી થઈ ગયા… વર્ષો પછી એવું બન્યું કે…

દીકરીની આ વાત સોનીને સાંભળીને મદદ કરવાની જગ્યાએ પિતા અત્યંત ગુસ્સે થઈ ગયા અને રાડો પાડીને બોલવા લાગ્યા તું ગમે તેટલી પાણી ને મોટી થઈ જા પરંતુ અંતે તો તારે ચૂલો જ સંભાળવાનો છે વધુ ભણી-ગણીને તું શું કરી લેશે..

આ વાતને લઈને પિતા આખો દિવસ અત્યંત ગુસ્સે રહ્યા અને તેની માતા સાથે પણ ઝઘડો કર્યો તેમજ તેને માર પણ માર્યો.

પિતાનો વ્યવહાર જોઇને દીકરીએ મનમાં વિચારી લીધું કે હવે તો મારું આગળનું ભણતર પૂરું નહીં થઈ શકે પરંતુ થોડા દિવસો પછી તેની માતા બહાર ગઈ હતી ત્યાં બજારમાંથી પાછી ફરીને દીકરી ના હાથમાં થોડા પૈસા આપીને કહ્યું આલે બેટા તારી ફી ભરી લેજે.

દીકરીએ સહજભાવે પૂછ્યું મમ્મી તમે ક્યાંથી પૈસા લઈને આવ્યા તો તેની માતાએ કહી દીધું એ તારે જાણવાની જરૂર નથી બસ તુ ના પૈસા રાખી લે.

દીકરીએ કહ્યું મમ્મી હવે હું ભણવા નથી માંગતી મારા કારણે અનેક મુશ્કેલીઓ તે સહન કરી છે પપ્પા પણ મારે છે આટલું બોલતા બોલતા સમજદાર થયેલી દીકરી રડવા લાગી, ત્યારે માતાએ તેને ખૂબ જ સમજાવી અને કહ્યું દીકરા આવું બધું ચાલ્યા રાખે તારે તારું ભણતર બગાડવાનું નથી એમ કહીને સમજાવીને તેને ભણવા માટે મનાવી લીધી.

દસમાની પરીક્ષા માં સારા માર્કે ઉત્તીર્ણ થઇ ને આગળ ભણવાનો દીકરીને સરસ મોકો મળ્યો, સમય ધીમે ધીમે વીતતો ગયો. તેની માતાએ તનતોડ મહેનત કરીને ઘણા પૈસા ભેગા કરીને દીકરીને જેટલા પૈસાની જરૂર હોય તેટલા આપ્યા દીકરી પણ માતાની મહેનત ને જોઈને જરાપણ ધ્યાન ભટકાયા વગર દિવસ રાત ભણવામાં ધ્યાન રાખતી અને આગળ વધતી ગઈ.

થોડા વર્ષો પછી દીકરીના પિતા અચાનક જ કંઈક થઈ જાય છે એટલે તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે, થોડા રિપોર્ટ થયા પછી જાણ થાય છે કે ડોક્ટરે કહ્યું છે કે આ માણસને ટીબી થયો છે. તેના મદિરાપાન કરવાની ટેવને કારણે પણ ઘણા બીમાર રહેતો હતો.

error: Content is Protected!