એક ગરીબ કારીગરને શેઠે કહ્યું તારે માલ બનાવીને માત્ર મને જ આપવાનો, હું તને વધુ ભાવ આપીશ… તેના જવાબમાં કારીગરે એવું કહ્યું કે…

ગીરીશભાઈ મિસ્ત્રી ને બાજુ ના ગામ ના શેઠ અમિચંદએ બોલાવ્યો. કારણ કે તેને તેના નવા બની રહેલા બંગલામાં ફર્નિચર બનાવવાનું હતું, ગીરીશભાઈ તો તેનો બધા હથિયાર લઇ ને પહોંચી ગયો. અને શેઠ ના બંગલામાં કામ ચાલુ કરી દીધું.

3-4 દિવસ કામ કર્યા પછી ગીરીશભાઈ ની કરવત કામ કરતા કરતા તૂટી ગઈ. તેથી તેનું કામ બંધ થઇ ગયું. તે આખા ગામ માં તપાસ કરી અને છેલ્લે એક કારીગર એ તેને કહ્યું કે હું તમને કરવત બનાવી આપું પણ કાલે આપીશ. આજે અને આજે નહિ બની શકે. ત્યારે ગીરીશભાઈ એ કહ્યું ભાઈ મારો આખો દિવસ બેકાર જશે.

પણ કારીગરે કહ્યું કે મને ઉતાવળ થી અને નબળું કામ કરવા ની આદત નથી. તમારે ઉતાવળ હોય તો બીજે ચાલ્યા જાવ. ગીરીશભાઈ પાસે કોઈ વિકલ્પ નહોતો, જેથી ત્યાં જ બનાવવાનું કહી અને બીજે દિવસે સવારે આવવાનું કહી ને નીકળી ગયો. બીજા દિવસે સવાર ના ગીરીશભાઈ કારીગર પાસે ગયો.

ત્યારે તેની કરવત તૈયાર હતી. જે જોઈ ને ગીરીશભાઈ ખુશ થઇ ગયો તે પાછો શેઠ ના બંગલે આવી અને કામે લાગી ગયો હવે તે પહેલા કરતા ઝડપી કામ કરી રહ્યો હતો. કારીગરે નવી કરવત બનાવી આપી જે ખુબ જ સારી બનાવી હતી. ગીરીશભાઈ ને કામ કરતા જોઈ ને શેઠે કહ્યું કે કરવત બહુ સારી બનાવી છે કેટલા રૂપિયા આપ્યા.

ત્યારે ગીરીશભાઈ એ કહ્યું કે એકસો રૂપિયા માં બની છે. સાંભળી ને શેઠ ને ચમકારો થયો કે આવી સારી કરવત ફક્ત એકસો રૂપિયા માં જ બનાવી આપી, તે કોના પાસે બનાવી? ત્યારે ગીરીશભાઈ એ કારીગર પાસે શેઠ ને લઇ ને ગયો.

શેઠે ત્યાં જઈને કારીગર સાથે ભાવ નક્કી કર્યું અને પછી કહ્યું કે તું જેટલી કરવત બનાવી શકે તે બધી મને જ આપવાની અને બીજા કોઈને નહી વેચવાની, બોલ તને હા શરત મંજૂર છે? ત્યારે કારીગર એ કહ્યું કે ના આ શરત મને મંજૂર નથી.

શેઠે તેને કહ્યું કે અરે તારે તો કામ થી મતલબ છે તો પછી શું કામ આવું કહે છે ત્યારે કારીગર એ જવાબ આપતા કહ્યું કે ના મને મંજુર નથી. શેઠે ફરી પાછું તને કહ્યું કે સો રૂપિયાની જગ્યાએ હું તને 150 રૂપિયા આપીશ પરંતુ તારે બધો માલ બનાવીને મને જ આપવાનો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel