એક દિવસ ખેડૂતથી નારાજ થઈને ઈન્દ્રદેવે કહ્યું, હવે 12 વર્ષ સુધી વરસાદ નહીં આવે, ખેડૂતો ચિંતામાં ઇન્દ્રદેવ પાસે ગયા તો તેને એવો ઉપાય જણાવ્યો કે...

ઈન્દ્ર રાજાએ એક વખત કોઈપણ કારણથી ખેડૂતોથી નારાજ થઈને તેને કહ્યું કે બાર વર્ષ સુધી હવે અહીંયા વરસાદ નહીં આવે, અને આ નિર્ણય તેને લઈ લીધો અને ખેડૂતોને જણાવ્યું કે હવે તમે બાર વર્ષ સુધી કંઈ પણ વસ્તુ ઉગાડી નહીં શકો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બધા ખેડૂતો ચિંતા માં આવી ગયા કે હવે આપણે શું કરીશું.? બધા ખેડૂતોએ ચિંતાતુર થઈને એક સાથે ઇન્દ્રદેવને પ્રાર્થના કરી કે વરસાદ કરાવી આપો. ત્યારે ઈન્દ્ર દેવે જવાબ આપતા કહ્યું કે જો ભગવાન શંકર પોતાનું ડમરુ વગાડી દેશે તો વરસાદ થઈ શકે છે. ઈન્દ્ર દેવે ખેડૂતોને આ ઉપાય તો જણાવ્યો પરંતુ સાથે સાથે ગુપ્ત વાર્તા કરીને ભગવાન શિવને આગ્રહ કર્યો કે તમે ખેડૂત સાથે સહમત ન થતા.

ત્યારે બધા ખેડૂતો ભગવાન સંપર્ક પાસે પહોંચ્યા ત્યારે ભગવાન શંકર એ તેને જવાબ આપતા કહ્યું કે ડમરું તો 12 વર્ષ પછી જ વાગશે. બધા ખેડૂતો ફરી પાછા નિરાશ થઈ ગયા અને નિર્ણય લઈ લીધો કે હવે 12 વર્ષ સુધી ખેતી નહીં કરીએ.

પરંતુ બધા ખેડૂતોએ આ નિર્ણય લીધો હોવા છતાં એ બધા ખેડૂતોમાં એક ખેડૂત એવો હતો જેને પોતાના ખેતરમાં કામ કરવાનું છોડ્યો નહીં, તે ખેડૂત નિયમિત રૂપે ખેતર ખેડતો અને જે પણ કંઈ કામ ખેતરમાં જરૂરી હોય તે કર્યા રાખતો. આ બધું જોઈને ગામડાના બીજા બધા લોકો અને બીજા ખેડૂતો પણ તેની મજાક ઉડાવવા લાગ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ તે ખેડૂત કોઈપણ ની મજાકની પરવા કર્યા વિના પોતાની મહેનત ચાલુ રાખતો ગયો. થોડા વર્ષો સુધી તો આમ ચાલ્યું પરંતુ અમુક વર્ષો પછી ગામડાના બીજા બધા લોકો અને ખેડૂતો આ મહેનતી ખેડૂતને પૂછવા લાગ્યા કે જ્યારે તને ખબર જ છે કે 12 વર્ષ સુધી વરસાદ નથી આવવાનો તો તારા સમયનો વ્યય અને સાથે સાથે ઊર્જાનો પણ શું કામ નાશ કરી રહ્યો છે?

ત્યારે તે ખેડૂતો જવાબ આપતા કહ્યું કે હું પણ જાણું છું કે બાર વર્ષ સુધી વરસાદ પણ નથી થવાનો અને પાક પણ નથી થવાનું. પરંતુ હું આ કામ માત્ર મારા અભ્યાસ માટે કરી રહ્યો છું. કારણ કે જો 12 વર્ષ સુધી હું કંઈ ન કરું તો કદાચ એવું પણ બની શકે કે હું ખેતીનું કામ કરવાનું જ ભૂલી જાવ.

અને જો મારા શરીરને મહેનત કરવાની ટેવ છુટી જશે તો બાર વર્ષ પછી પણ મને ખેડૂત કામ કરવું ગમશે નહીં અને હું એ કામ નહીં કરી શકું એટલા માટે હું દરરોજ નિયમિતપણે આ કામ કરી રહ્યો છું જેથી કરીને બાર વર્ષ પછી જ્યારે વરસાદ થાય ત્યારે મને મારું કામ કરવા માટે કોઈ પણ જાતની મુશ્કેલી ન ભોગવવી પડે.

અને ખેડૂતો વચ્ચેની આ તાર્કિક થઈ રહેલી ચર્ચા માતા પાર્વતી ખૂબ જ કુતુહલ સાથે સાંભળી રહ્યા હતા આ બધી ચર્ચા સાંભળીને માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું પ્રભુ તમે જો બાર વર્ષ સુધી ડમરુ નહીં વગાડો તો એવું પણ બની શકે કે ડમરું વગાડવાનું પણ તમે ભૂલી શકો છો.

બસ માતા પાર્વતી ની આ એક વાત સાંભળીને ભોળાનાથ ચિંતિત થઈ ગયા, બાર વર્ષમાં અમુક વર્ષ તો બાકી હતા પરંતુ સાથે સાથે અમુક વર્ષ વીતી પણ ચૂક્યા હતા એટલે પોતાનાથી અત્યારે ડમરું વાગે છે કે કેમ તે જોવા માટે તેને ડમરું ઉપાડ્યું અને વગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

અને આ બાજુ જેવું તેને ડમરું વગાડ્યું કે તરત જ વરસાદ શરૂ થઈ ગયો, જે ખેડૂત નિયમિત રૂપે પોતાનું કામ કરી રહ્યો હતો તેના ખેતરમાં તો ભરપૂર પાક થયો પરંતુ બીજા બધા ખેડૂતો પસ્તાવો કરવા સિવાય બીજું કશું ન કરી શક્યા. યાદ રાખવું કે ભગવાનનું ડમરુ ક્યારેય પણ વાગી શકે છે.

એટલે નકારાત્મક વાતો પર ધ્યાન આપીને પોતાની મહેનતનો વ્યય ન થવા દેવો એ સિવાય આપણે આપણા જે પણ કંઈ કાર્ય ધંધામાં સંકળાયેલા હોઈએ તેમાં કુશળ થવા માટે સતત મહેનત કરતા રહેવું જોઈએ, જ્યારે ડમરું વાગશે ત્યારે બધાનો બેડો પાર થઈ જશે તે નિશ્ચિત છે. પરંતુ એના માટે આપણે તૈયાર રહેવું જોઈએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team