એક દિવસ અચાનક 5 વર્ષના દીકરાને પેરેલિસિસનો હુમલો આવ્યો ને તેના જમણા અંગ કામ કરતા બંધ થઇ ગયા, પછી દીકરાને લઈ તીર્થયાત્રા કરવા ગયા તો…

વાત ઘણા સમય પહેલાની છે. પરિવારમાં એક બાળકનો જન્મ થયો. જન્મ થવાથી બાળકના માતા-પિતા સહિત આખો પરિવાર ખુશખુશાલ થઈ ગયો.

ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને દીકરો પણ ધીમે ધીમે મોટો થતો ગયો. દીકરા ના પિતા જે ગામડામાં રહેતા હતા તે ગામડામાં અમુક સામાજિક ઝઘડાઓને અમુક માધ્યમથી નિપટાવી દેતા હતા જેમાં કોઇપણ કામના પૈસામાંથી થોડા પૈસા તેઓ પણ રાખી લેતા.

એક દિવસ એક ગરીબ નો કેસ તેમની સમક્ષ આવ્યો હતો. તે માણસ ખૂબ ગરીબ હતો તેમ છતાં તે પોતાના હક્ક માટે લડી રહ્યો હતો પરંતુ પેલા માણસે તેની પાસેથી પણ થોડા ઘણા પૈસા લઈને તેનું કામ કરાવી દીધું હતું.

આ પૈસા તે માણસ ને આપવા માટે ગરીબે એક એક પાઈ ભેગી કરીને પૈસા ભેગા કર્યા હતા એમ કહો કે પોતાની ખાવાની થાળી પણ વેચી નાખવી પડી હતી તો પણ ચાલે.

તે ગરીબ એ પોતાની થાળી વેચીને પણ એક-એક રૂપિયો ભેગો કરીને આ માણસ ને પૈસા આપ્યા જેમાંથી તે ભાઈએ કામ તો કરાવી દીધું પરંતુ આ કામ કરાવ્યા પછી તેને થોડા પૈસા પોતાની પાસે રાખ્યા હતા.

આ કામ પતી ગયા પછી તે ભાઈ ઘરે જાય છે તેના દીકરાની ઉંમર પણ આવે પાંચ વર્ષ જેવી થઈ ચૂકી હતી એટલે દીકરો પણ બોલતો ચાલતો થઈ ગયો હતો ઘરે ગયા એટલે પરિવાર સાથે સામાન્ય વાતચીત કરવામાં આવી ત્યાર પછી જમીને થોડા સમય સુધી દીકરા સાથે રમ્યા અને પછી તેઓ સુઈ ગયા.

દીકરો એ રાત સુધી એકદમ સ્વસ્થ હતા પરંતુ ખબર નહીં શું થયું પણ અચાનક સવારે જ્યારે તે ભાઈ ની આંખ ખુલી તો દીકરાને કંઈક પીડા થઈ રહી હતી તરત જ હોસ્પિટલે લઇ ગયા અને જાણવા મળ્યું કે દીકરાને પેરાલિસિસનો હુમલો આવી ગયો હતો. દીકરાના શરીરના જમણી બાજુના અંક જાણે શૂન્ય થઇ ગયા હતા.

ઘણા સમય પહેલાંની વાત છે એટલે ત્યારે તો આધુનિક સારવાર તો હતી નહીં પરંતુ જે પ્રાથમિક સારવાર મોજુદ હતી તે બધી સારવાર કરવામાં આવી પરંતુ દીકરાનો લકવો સંપૂર્ણપણે ઠીક થયો નહીં.

ઘણા બધા લોકો સહિત પરિવારમાં પણ એવી વાતો થવા લાગી કે આ દીકરો હવે આખી જિંદગી પોતાના મા-બાપ પર બોજ બનીને રહી જશે.

દીકરાનું આવું બની ગયું પછી પેલા ભાઈનું કામ માં જરા પણ મન રહેતું નહીં અને તેણે કામ છોડી દીધું.

થોડા દિવસો પછી તેને ખબર પડી કે થોડા ઘણા દિવસો પહેલા જે ગરીબ નો કેસ તેમની સમક્ષ આવ્યો હતો તે ગરીબે પૈસા આપવા માટે પોતાની જમવાની થાળી સુદ્ધાં વેચી નાખી હતી.

પેલા ભાઈને હવે આભાસ થયો કે પેલા ગરીબ માણસની હાઈ ના કારણે તેના દીકરાને લકવો લાગી ગયો હતો.

તરત જ પ્રાયશ્ચિત્ત સ્વરૂપે ભગવાન પાસે પેલા ભાઈએ માફી માંગી અને મનમાં સોગંદ લીધા કે આજ પછી આવા અનર્થ કરીને ઊભા થયેલા પૈસા ને હું મારા ઘરમાં નહીં આવવા દઉં. આટલું કહ્યા પછી તે ગરીબ હતો તેને શોધીને તેની મદદ પણ કરી.

તેઓના ઘરમાં ઘણા સમય પહેલા થી લવાયેલું ગંગાજળ પડ્યું હતું એટલે આ ભાઈએ ગંગાજળ ને હાથ માં લઈ ને પ્રાયશ્ચિત્ત સ્વરૂપે ભગવાન પાસે માફી માંગી.

થોડા દિવસો પછી જાણવા મળ્યું કે આજુબાજુના ગામડાઓ સહિત પોતાના ગામડામાં ઘણા લોકો દેવ દર્શન કરવા નો પ્રોગ્રામ બનાવી રહ્યા છે એટલે આ ભાઈની પણ ઈચ્છા એવી હતી કે દેવ દર્શન જઈ આવે પરંતુ દીકરાની આવી હાલત હતી એટલે કેમ જવું અંતે દીકરાને લીધા વગર માતા અને પિતા બંને જવાનું નક્કી કર્યું. પરંતુ જવાના થોડા સમય પહેલા માતાએ કહ્યું કે આ દીકરો મારો ખૂબ વહાલો દિકરો છે અને આ બાળકના જીવનમાં પણ ભરોસો નથી હું એવી ઈચ્છા રાખું છું કે આપણે આને પણ સાથે તીર્થ યાત્રા માં લઈ જઈએ અને તેના અને તેના પતિ વચ્ચે થોડી રકઝક થઈ પરંતુ અંતે તેઓ દીકરાને લઈને તીર્થ યાત્રા કરવા જતા રહ્યા.

તીર્થ યાત્રા માં તો ઘણી વખત ચાલવાનું પણ થાય અને આ લોકો સાથે પણ એવું જ બન્યું. દીકરાને માતા લગભગ 10 કિલોમીટર જેટલું બધા સાથે ચાલી હતી. અને દીકરાને માતા બરાબર એજ સમયે ગર્ભવતી પણ હતી. દીકરાને સાથે લઈને બધે જવું અને સાથે સાથે પોતાની તબિયત નું પણ ધ્યાન રાખવું આ શહેલી બાબત ન હતી તેમ છતાં તે દીકરાને સમજાવ્યા કરતી કે જ્યારે પણ કોઈ દેવસ્થાન અથવા મંદિર આવે તો ભગવાનને પ્રાર્થના કરજે કે ભગવાન મને ચાલતો કરી દો.

એક પછી એક તીર્થ દર્શન કરતા કરતા એ લોકો જગન્નાથપુરી પહોંચી ગયા. પુરીના મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન દૂરથી થયા, માતા એ તો નિવેદન કર્યું સાથે સાથે તે દીકરાએ પણ ભગવાનને પ્રાર્થના કરી કે મને સાજો કરી દો અને મને ચાલતો કરી આપો.

દૂરથી દર્શન થયા પછી અંદર ખૂબ જ ભીડ હતી એટલે બધા લોકોએ કહ્યું કે અહીં જ રાહ જોઇ લઇએ છીએ એટલે બધા લોકો ત્યાં જ બેસી ગયા. માતા પણ ત્યાં બેસી ગઈ અને તેના દીકરાને પણ પોતાના ખોળામાં બેસાડી દીધો તેમનો દીકરો તેને પ્રેમથી માત્ર મી કહીને બોલાવતો.

દીકરાએ કહ્યું કે મી હું ઊભો થઈ જાઉં? માતાએ માથું ધુણાવીને હા કહી તો દીકરો અચાનક માતાના ખોળામાંથી સફાળો બેઠો થઈ ને ઉભો થઇ ગયો. પછી દીકરાએ તેની માતાને કહ્યું કે મી હું ચાલુ? માતા એ હા પાડી તો તેની માતાની નજર સમક્ષ થોડા જ સમયમાં તેનો દીકરો લગભગ દસ-બાર પગલાં જેટલું ચાલી ગયો.

આ દ્રશ્ય જોઇને માતા પિતા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ આજુબાજુમાં જે લોકો બેઠા હતા તેઓએ આ દંપતીને કહ્યું કે મહારાજ તમારી તો તીર્થ યાત્રા સફળ થઈ ગઈ. અને ભગવાન જગન્નાથજીની કૃપાથી તેમનો દીકરો કે જેને લકવા થઈ ગયો હતો તે પણ ચાલવા લાગ્યો.

ત્યાંથી પછી બધા લોકો રામેશ્વરમ ગયા હતા ત્યાર પછી બીજા તીર્થ સ્થાને પણ ગયા હતા અને બધા જગ્યાએ દર્શન કરીને પછી ઘરે આવી ગયા.

દીકરા ની હાલત આવી હતી એટલે તેની સ્કૂલ પણ ઘણા મહિનાઓથી બંધ થઈ ગઈ હતી પરંતુ ફરી પાછો તે દીકરો સ્કૂલે પણ જવા લાગ્યો અને તેને જે વર્ગમાં એન્ટ્રી મળી હતી તે જ વર્ગમાં પાછો લઈ લેવાયો.

આ દીકરો ત્યાર પછી ભણીને ખૂબ જ આગળ વધ્યો અને સરકારી ખાતામાં ઉચ્ચ હોદ્દા પર નોકરી એ પણ લાગ્યો.

જો તમે આ પ્રકારના લેખ વધુ વાંચવા માંગતા હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને આ સિવાય તમારી સાથે પણ કોઈ ચમત્કાર થયો હોય તો અવશ્ય જણાવજો.

error: Content is Protected!