એક દીકરાને ફોન આવ્યો: તમારા પિતાએ તમારી પર કેસ કર્યો છે, અદાલતમાં ગયો તો એવું જાણવા મળ્યું કે…

એક પિતા ઉમર માં વૃદ્ધ અને શારીરિક રીતે નબળા થઇ ગયા હતા. તે અદાલત માં તેના દીકરા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે દાખલ થયા. અને જજ સાહેબ પાસે ગયા. અને કહ્યું કે મારે મારા દીકરા વિરુદ્ધ ફરિયાદ કરવાની છે.

ત્યારે જજ સાહેબે તેને પૂછ્યું કે તમારે કઈ બાબત ની ફરિયાદ છે. ત્યારે એ વૃદ્ધ પિતા એ કહ્યું કે મારે મારા દીકરા ની પાસે થી મહિના નો ખર્ચ જોઈએ છે. ત્યારે જજ સાહેબે કહ્યું કે એ તો તમારો હક્ક છે. એમાં ફરિયાદ કરવાની જરૂર નથી, તમારા દીકરા એ તમને દર મહિને ખર્ચ આપવો જ જોઈએ.

ત્યારે એ વૃદ્ધ પિતા એ કહ્યું કે મારી પાસે રૂપિયા ની કોઈ કમી નથી. અને જીવન નિર્વાહ માટે જરૂર કરતા પણ અનેક ગણા રૂપિયા છે મારી પાસે પરંતુ હું દરેક મહિને મારા દીકરા પાસે થી રૂપિયા મેળવવા માંગુ છું. પછી તે થોડા રૂપિયા કેમ ના હોય? ત્યારે જજ સાહેબ એકદમ આશ્ચર્યચકિત થઇ ગયા અને પૂછ્યું કે તમે આટલા માલદાર છો તો પછી તમારે દીકરા પાસે થી રૂપિયા લેવાની શું જરૂર છે?

ત્યારે એ વૃદ્ધ પિતા એ પોતાના દીકરા નું નામ અને સરનામું આપતા કહ્યું કે જયારે તેને અદાલત માં બોલાવવામાં આવે, ત્યારે આપને બધી વાત ની ખબર પડી જશે. એટલે જજ સાહેબે તેના દીકરા ને બોલાવ્યો અને દીકરો આવતા જજ સાહેબે કહ્યું કે તમારા પિતાજી તમારી પાસેથી દર મહિને પોતાના ખર્ચ ના રૂપિયા મેળવવા માંગે છે.

ત્યારે દીકરો પણ આશ્ચર્ય પામ્યો અને કહ્યું કે મારા પિતાજી પણ બહુ રૂપિયા વાળા છે. અને તેને મારા રૂપિયા ની કોઈ જરૂરત જ નથી પરંતુ જજ સાહેબે કહ્યું કે તે કાયદેસર તમારી પાસે થી રૂપિયા માંગી શકે છે.

અને તેને તમારી પાસે થી તે જોઈએ છે ત્યારે વૃદ્ધ પિતાજી એ કહ્યું કે મારે દર મહિને એકસો રૂપિયા મારા દીકરા ની પાસે થી જોઈએ. અને તે પણ તેના પોતાના હાથે મને આપવા માટે આવે અને તેમાં જરા પણ ઢીલ કરવી નહિ.

અને જજ સાહેબે તરત જ હુકમ કર્યો કે તમારે દર મહિને તમારા વૃદ્ધ પિતા ને એકસો રૂપિયા આપવા માટે જવાનું અને તેમાં ક્યારેય પણ ઢીલ કરવી નહિ. આમ અદાલત નું કામ પૂર્ણ થયું, ત્યારે જજસાહેબે એ વૃદ્ધ માણસ ને પોતાની પાસે બોલાવ્યા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel