જો તમારે આ સ્ટોરી વાંચવાની બદલે મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવી હોય તો આ લેખ ની અંતમાં વિડીયો મુકેલો છે. લેખ ના અંતમાં જવા માટે અહિં ક્લિક કરી શકો છો…
હોસ્પિટલમાં એક દર્દી આવે છે, દર્દીની હાલત ખુબ જ નાજુક હોવાથી તરત જ તે દર્દીને દાખલ કરવામાં આવે છે.
તેઓ પોતે ચાલીને જ પોતાની તબિયત બતાવવા માટે આવ્યા હતા. તેને પોતાના નામ ઉંમર વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું મારું નામ સુરેશ છે અને તેઓની ઉંમર આશરે ૭૫ વર્ષની હતી.
સુરેશભાઈ ના ચહેરા ઉપર પણ ઘડપણ સ્પષ્ટપણે દેખાઇ રહયું હતું. ચહેરાની કરચલીઓ પણ તેના ઘડપણ ની સાબિતી આપી રહી હતી.
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા એટલે તેને નર્સે પૂછ્યું દાદા તમે અહીં એકલા ચાલીને આવ્યા? ઘરેથી કોઇ સાથે નથી આવ્યું?
સુરેશભાઈ મંદ હસવા લાગ્યા, નર્સે ફરી પાછું પૂછ્યું કેમ દાદા હસી રહ્યા છો?
સુરેશભાઈ જવાબ આપતા કહ્યું હવે તો યાદ પણ નથી ઘણા વર્ષો પહેલા નું મેં ઘર છોડી દીધું હતું.
નર્સ આ વાત સાંભળીને થોડી ભાવુક થઈ ગઈ કેમ દાદા તમે ઘર છોડ્યું હતું? નર્સે પૂછ્યું
સુરેશભાઈ એ જવાબમાં કહ્યું દીકરો અને વહુ સાથે હું અને મારી પત્ની રહેતા હતા. કેમ મોટા ભાગના લોકોને થતી હોય એ રીતે અમારે પણ થોડી નાની-મોટી રકઝક થતી રહેતી. પરંતુ થોડા વર્ષો પહેલા પત્ની આ દુનિયા છોડીને ચાલી ગઈ ત્યાર પછી મને ઘરમાં રહેવું પસંદ નહોતું. અને થોડી નાની-મોટી રકઝક હવે મોટું સ્વરૂપ લેવા લાગી હતી, એટલે મારા દીકરાએ મને એક અલગ વ્યવસ્થા કરી આપી જ્યાં હું મારી રીતના રહેવા લાગ્યો.
થોડા સમય સુધી દીકરો અને વહુ બંને મળવા પણ આવતા અને પૌત્રો પણ સાથે આવતા. સમય વીતતો ગયો એમ એ લોકોનું આવવાનું પણ ઓછું થતું ગયું. ઘણા સમયથી તો એ લોકો આવ્યા જ નથી.
એટલે હું એકલો જ રહું છું અને મને તબિયતમાં ઘણા દિવસોથી સારું નહોતું લાગતું આજે હિંમત કરીને નીકળી ગયો તો અહીં હોસ્પિટલે પહોંચી ગયો.
નર્સ દાદાની આ વાત સાંભળીને જવાબમાં કહ્યું તો પછી દાદા તમારા દીકરા નો ફોન નંબર હોય તો મને જણાવો તો હું તેને ફોન કરી શકું અને તમારી સાથે વાત કરાવી શકું.
દાદાએ ઈશારો કરી અને ના પાડી દીધી. પછી કહ્યું જવા દે ને બેટા, મારી ચિંતા થતી હોત તો એ મને સમયસર મળવા ના આવ્યો હોત? હવે ફોન કરીને બોલાવવાનું શું અર્થ છે?
દાદાએ આવો જવાબ આપ્યો એટલે નર્સ ત્યાંથી જતી રહી.
થોડા દિવસો સુધી દાદા એ હોસ્પિટલમાં જ દાખલ રહ્યા હતા. બે ત્રણ દિવસ સુધી તેને જોવા માટે કોઈ જ ન આવ્યું, પરંતુ બે દિવસ પછી નર્સ નું ધ્યાન પડ્યું કે બે દિવસથી એક કબૂતર તે દાદા ના બેડ પર આવે છે અને થોડા સમય સુધી બેસીને ફરી પાછું ચાલ્યુ જાય છે.
નર્સ ને આ વાત થોડી અજુગતી લાગી એટલે પહેલાં તો વિચાર્યું કે દાદા ને પૂછી લઈએ. પરંતુ તેને આ વાતને દાદાને પૂછવાનું યોગ્ય ન સમજ્યું.
પાછળથી તેને ખબર પડી કે હોસ્પિટલની બાજુમાં જ એક બગીચો હતો તે બગીચા પર દરરોજ દાદા કબૂતરને ચણ નાખવા માટે આવતા હતા.
એ બેઝુબાન પક્ષી ને દાદા એ ભોજન આપ્યું હતું કદાચ એટલા માટે જ એ પક્ષી દાદા ના બેડ પર આવીને થોડા સમય માટે બેસતુ ફરી પાછું જતું રહેતું.
નર્સની આંખનો ખૂણો ભીનો થઈ ગયો એ જ વિચારીને કે માણસમાં બુદ્ધિ તો ઘણી છે. માણસ પક્ષી કરતાં પણ ઘણું સમજદાર છે પરંતુ હજુ પણ અમુક માણસોને એ નથી સમજાતું કે જે માતા-પિતા એ આપણને નાનપણથી મોટા કર્યા છે તે જ માતા-પિતાને તેઓ મોટા થાય તેની વૃદ્ધવસ્થા માં આવે ત્યારે તેઓને સાચવવાની અને તેઓની સારસંભાળ લેવાની જવાબદારી આપણી જ છે.
આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો…