કપલને ત્યાં લગ્નના ઘણા વર્ષો પછી દીકરાનો જન્મ થયો, પરંતુ દીકરાને પૈસાની કદર હતી નહીં. એટલે તેને સમજાવવા માટે પિતાએ કર્યું એવું કે...

એક ખૂબ જ સુખી કપલ હતું, જીવનની શરૂઆતમાં પતિએ પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. અને કાળી મજૂરી ના એક એક રૂપિયા એકઠા કરીને તેને મોટી ફેક્ટરી ઊભી કરી હતી, અને પૈસાદાર થઇ ગયા હોવા છતાં તે દરરોજ ફેક્ટરીમાં પોતાની જાતે પોતાનું કામ કરતા. આ કપલ નો હવે એવો સમય આવી ગયો હતો કે જીવનમાં આ કપલને પૈસાની બાબતમાં કોઇ જ ખામી હતી નહિ. એટલું જ નહીં તેઓનું જીવન પણ ખૂબ જ વૈભવી બની ગયું હતું, પરંતુ આ કપલના જીવન માત્ર એક જ દુઃખ બાકી રહ્યું હતું. તેને કોઈપણ સંતાન હતું નહીં. ઘણા વર્ષો પછી આખરે આ કપલને ત્યાં એક દીકરાનો જન્મ થયો.

ઘણા વર્ષો પછી શેર માટીની ખોટ પુરાઈ હતી એટલે આ કપલ એકદમ ખુશ ખુશ થઈ ગયા હતા. પિતા તેના દીકરા નો ખૂબ જ ધ્યાન રાખતા હતા, દીકરાના જીવનમાં કોઈ પણ જાતની કમી ન રહે તે માટે તેઓએ બધી જ વ્યવસ્થા કરી રાખી હતી.

ધીમે ધીમે દીકરો પણ મોટો થવા લાગ્યો પરંતુ તેના પિતાએ તેને વધુ પડતા લાડકોડથી સાચવ્યો હતો એટલે થોડી તેના પર ખરાબ અસર પડવા લાગે અને તે પૈસા વાપરવામાં એકદમ ઉડાવ છોકરો બની ગયો. અને જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેની ફરમાઇશ પણ વધતી ગઈ અને તેને તેના પિતા જે પણ કંઈ પૈસા ખર્ચ માટે વાપરવા હતા તે પૈસાને તે પાણીની જેમ વાપરતો.

પિતા આ બધું જોઈ રહ્યા હતા અને તેને મનોમન વિચાર્યું કે દીકરાને હાલમાં રૂપિયાનું મૂલ્ય કંઈ લાગતું નથી, જીવનમાં તેને રૂપિયાનું મૂલ્ય શું હોય છે તે સમજવું જ પડશે અને આ સમજણ મારે જ તેને આપવી પડશે નહીંતર આ દીકરો ભવિષ્યમાં બધી જ મિલકત અને સંપત્તિ ખોઈ બેસશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેને ઘણા વિચાર કર્યા પછી એક દિવસ દીકરાને પોતાની પાસે બોલાવ્યો અને બેસાડી અને કહ્યું કે દીકરા તને આજે મારે એક વાત કહેવી છે કે હું અત્યાર સુધી મારી જિંદગીમાં જેટલું પણ કમાયો છું એ બધી સંપત્તિ તારી જ છે. મારે તું એકનું એક સંતાન છો એટલે મારે એ સંપત્તિ તને જ સોંપવાની છે. પરંતુ હા આના માટે મારી એક શરત છે કે જો તુ આ રૂપિયા ને લાયક બનીશ તો જ તને આ રૂપિયા અને મારી સંપત્તિ મળશે નહીંતર હું બધી જ સંપત્તિ દાનમાં આપી દેવા ઇચ્છું છું.

દીકરાએ કહ્યું હું કઈ રીતે સાબિત કરી શકું કે હું આના માટે લાયક છું કે નહીં?

એટલે તેને તેના દીકરાને જવાબ આપ્યો કે તું તારી રીતે મહેનત કરીને મને 1000 રૂપિયા કમાઈને બતાવો તો હું તને મારી સંપત્તિ આપીશ નહીંતર તને આ સંપત્તિ નહીં મળે.

બીજા દિવસે છોકરાએ તરત જ એક હજાર રૂપિયા પોતાના ખિસ્સામાંથી કાઢ્યા અને કહ્યું આ રહ્યા ડેડી મેં કમાયેલા 1000 રૂપિયા. તેના પિતા એ તે રૂપિયાને પોતાના હાથમાં લઈ અને તરત જ નીચે મુકી દીધા અને કહ્યું કે મને ખબર છે કે તું આ રૂપિયા તારી મમ્મી પાસેથી લઈ આવ્યો છે. આ રૂપિયો તે તારો નહીં પરંતુ મેં કમાયેલા છે. મેં તને કહ્યું હતું કે મારે તો તે પોતા એ કમાયેલ હોય એવા રૂપિયા જોઈએ છે.

એ દિવસ પૂરો થયો ફરી પાછો બીજા દિવસ સવાર ના એની કઝિન બહેન પાસેથી 1000 રૂપિયા લઈને તેના પિતાને આપ્યા પરંતુ આ રૂપિયા પણ તેના પિતાએ હાથ લગાવીને તરત જ નીચે મુકી દીધા. આ દિવસ પણ નીકળી ગયો.

છોકરાના મિત્રો પણ ઘણા હતા એટલે બીજા દિવસે તેને એક મિત્ર પાસેથી ૧૦૦૦ રૂપિયા લઇ અને તેના પિતાને આપ્યા તો પિતાએ ફરી પાછું એવું જ વર્તન કર્યું અને કહ્યું આમાંથી એક પણ રૂપિયો તારો કમાયેલો નથી.

દીકરાને હવે એવું થવા લાગ્યું કે પપ્પા ખરેખર હું મારી મહેનત નો રૂપિયો નહીં કમાવા જાવ ત્યાં સુધી મારી પાછળ પડ્યા રહેશે.ગયો એટલે બીજા દિવસે સવારે વહેલો નાઈ ધોઈ તૈયાર થઈ બહાર નીકળી ગયો. ફરતા ફરતા એક હોટલમાં તેને કામ મળી ગયું, પરંતુ ત્યાં તેની હોટલ નો પગાર દરરોજના 500 રૂપિયા હતો. એટલે તે છોકરો બે દિવસ સતત હોટલમાં સવારથી સાંજ સુધી નોકરી કરતો અને પછી બંને દિવસ પસાર થઈ ગયા એટલે ત્રીજા દિવસે સવારે પિતાજી પાસે ગયો.

આ દિવસે તેના મોઢા ઉપર અલગ જ સ્માઈલ હતું, તરત જ જઈને તેના પપ્પાને હજાર રૂપિયા આપીને કહ્યું પપ્પા આ રૂપિયા મેં મારી જાત મહેનતથી કમાયા છે. પરંતુ તેના આશ્ચર્યની વચ્ચે તેના પિતાએ દરરોજની જેમ જ રૂપિયા હાથમાં લઈને તરત જ નીચે મૂકી દીધા. તેના પિતા જ્યારે પણ નીચે જમીન ઉપર પૈસા મુકતા ત્યારે તે તોછડાઈથી મૂકી દેતા જાણે કે તમે પૈસા ને ઈગ્નોર કરતા હોય એ રીતે.

એટલે હવે દીકરાને પોતાના પિતાનું આવર્તન ગમ્યું નહીં એટલે તરત જ તેને ગુસ્સા સાથે તેના પિતાને કહ્યું અરે પપ્પા આ મારી જાત મહેનત ના રૂપિયા છે, આટલા રૂપિયા કમાવવા માટે મને કેવી તકલીફ પડી એની તમને ખબર છે કે નહીં? શું તમને ખબર છે કે તમે જે રૂપિયા કંઈ જ થયું ન હોય એ રીતે નીચે મુકી દીધા એ રૂપિયાને કમાવવા માટે હું બે દિવસ સવારથી સાંજ સુધી નોકરી કરતો હતો અને આખો દિવસ મેં પરસેવો પાડ્યો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દીકરાએ બોલવાનું બંધ કર્યું એટલે પિતાએ તેની પાસે આવીને તેના માથા પર હાથ મૂકી અને કહ્યું દીકરા જો તને તારા મહેનતના કમાયેલા 1000 રૂપિયા મેં સન્માન વગર નીચે મુક્યા તો પણ તને આટલું બધું દુઃખ થયું, તુ તો મેં દિવસ રાત કાળી મજૂરી કરીને એકઠા કરેલા રૂપિયા છે તે દરરોજ ઉડાવે છે. તો તું જ વિચાર કે શું મને દુઃખ નહિ થતું હોય? મેં દિવસ રાત કાળી મજૂરી કરી ત્યારે જઈને આટલો મોટો ધંધો સ્થાપિત થયો છે. અને હાલની તારીખમાં પણ હું મજૂરી કરવામાં જરા પણ ખચકાટ અનુભવતો નથી. અત્યાર સુધીમાં દીકરાએ ઘણા બધા પૈસા વેડફી નાંખ્યા હતા, પરંતુ તેના પિતાએ સમયસર તેને સમજાવવામાં મોડું ન કર્યું અને દીકરો તરત જ સમજી પણ ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આપણા પિતા પાસે સંપત્તિ હોય તો એ એની કમાયેલી હોય છે. એની કમાયેલી સંપત્તિ જો જરૂરિયાત વગર આપણે વેડફવા લાગે તો આપણને સંતાન તરીકે એવો કોઈ પણ અધિકાર નથી. પિતાએ રાત-દિવસ એક કરીને મહેનતથી ભેગી કરેલી સંપત્તિ આપણે પાણીની જેમ વાપરવા લાગ્યો હતો તેનું મન કેવું દુઃખી થતું હશે તે વિચારવા લાયક વાત છે. એટલે જ બધા લોકોને જરૂર છે શીખવાની, તો ચાલો પૈસા વાપરતા પહેલા કમાતા શીખીએ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team