એક માણસ ના લગ્ન થાય છે, તે માણસ નાનપણથી જ ઝઘડો કરવાની પ્રકૃતિ ધરાવતો હતો, સામાન્ય માણસમાં પણ ઝઘડો કરવાની પ્રકૃતિ હોય છે. માતા-પિતાએ વિચારીને તેના લગ્ન કરાવી દીધા કે કદાચ લગ્ન કર્યા પછી તેનો ગુસ્સો ઓછો થઈ જાય, થોડો પ્રેમ માં વ્યસ્ત થઈ જાય અને જીવનમાં ભૂલી જાય તો ઝઘડો ઓછો કરે.
લગ્ન થઈ ગયા અને તે માણસને જે રીતે ઝઘડો કરવાની ટેવ હતી એવી જ રીતે તેની પત્નીને પણ ઝઘડો કરવાની પ્રકૃતિ હતી. સ્ત્રીઓ માં પણ સામાન્ય રીતે ઝઘડો કરવાની પ્રકૃતિ જોવા મળતી હોય છે, એટલે તે છોકરીના માતાપિતાએ પણ એમ જ વિચાર્યું હતું કે લગ્ન થઈ જાય, પછી ઘર ગૃહસ્થી સંભાળે બાળક આવે અને સુવિધા થઈ જશે તો આપણી છોકરી ઝઘડો ઓછો કરી નાખશે.
પરંતુ એક પતિ પણ ઝઘડો કરનારો અને પત્ની પણ ઝઘડો કરનારી એટલે સામસામે ખુબ જ ઝઘડો વધી શકે.
લગ્ન થયાને પહેલી જ રાતે બંને લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે તેઓને ગિફ્ટ માં શું આવ્યું છે, પહેલી ગીફ્ટ નો બોક્સ ત્યાં પડ્યું હતું તે ઉંચકયું અને પતિએ કહ્યું આમાં જોઈએ શું ભેટમાં મળ્યું છે. તે બોક્સ ત્યાં રાખીને ઉભો થઈને કહ્યું હું હમણાં ચાકુ લઈને આવું છું અને ચાકુથી જ ખોલવી પડશે.
પત્નીએ સામો જવાબ આપતા કહ્યું એક મિનિટ ઉભી જાવ, મારા ઘરમાં બહુ બધી ભેટ આવ્યા રાખે છે. અને અમે લોકો પણ બધા લોકોને ઘણી ભેટ આપતા રહીએ છીએ. તમે મને કોઈ લુચ્ચા લોકોના ઘરે થી આવનારી તો નથી સમજી રહ્યા ને? અને આવી સુંદર ભેટ ને ચાકુથી નહીં પરંતુ કાતરથી ખોલવી જોઇએ.
બંને વચ્ચે આ બાબત પર ઝઘડો શરૂ થઈ ગયો, લગ્નની પહેલી રાત એક બાજુ રહી ગઈ પરંતુ જાણે બંનેની ઈજ્જતનો સવાલ હોય તેમ આખી રાત તેઓ ઝગડતા રહ્યા અને ગીફ્ટ નું બોક્સ ખોલવામાં જ ન આવ્યું. અને વિવાદ આમ નામ ચાલતો રહ્યો કારણ કે બંનેના પરિવાર જાણે દાવ પર લાગી ગયા હોય ઍ રીતે પ્રતિષ્ઠાનો સવાલ હોય તેમ તેઓ ઝઘડો કરી રહ્યા હતા.
આ વાત ઘરમાં એટલી મોટી થતી ગઈ કે વર્ષો સુધી ઝઘડો આ વાત ઉપર તો કોઈ બીજી વાત પર થયેલ રાખતો, અને ચાકુ અને કા તો બંને ની વાત માં જાણે સિમ્બોલ બની ગયા કોઈ પણ ઝઘડો હોય તો મોટેથી પતિ રાડો પાડીને કહેતો કે ચાકુ અને પત્ની તરત જ સામે જવાબ આપીને કહેતી કે ચાકુ નહીં કાતર.
વર્ષોના વર્ષો વીતી ગયા પરંતુ બંને વચ્ચે ઝઘડો યથાવત્ રહ્યો, બંને ઝગડતા રહ્યા. અને પેલું ગિફ્ટ બોક્સ તો એમનેમ યથાવત ત્યાં ને ત્યાં ખુલ્યા વગર નું પડયું હતું કારણકે ત્યાં સુધી નક્કી જ ન થાય કે ચાકુથી ખોલીએ કાતરથી ત્યાં સુધી કેમ ખોલવું?
એક દિવસ ખૂબ વાત આગળ વધી ગઈ અને પતિ કંઈક સમજાવીને તેને કોઈ નદી કિનારે લઈ ગયો પછી બોટમાં બેસીને બંને ક્યાંક ઊંડુ પાણી હતું ત્યાં ચાલ્યા ગયા ત્યાં જઈને પતિ બોલ્યો કે હવે આ પાણી જોઈ લે. જો તું ડૂબી જશે તો તને કરતા નથી આવડતું હવે મને જવાબ આપ કે ચાકુ કે કાતર?