દિકરાનો પહેલો પગાર આવ્યો એટલે ગરીબ માતા માટે નવી વસ્તુ લઈને ગયો, વસ્તુ જોઈને માતાની આંખમાંથી...
રાત્રીના લગભગ સાત વાગ્યાનો સમય હતો, એક છોકરો એક શૂઝની દુકાનમાં આવે છે. છોકરો દેખાવથી અને પહેરવેશથી તો ગામડા નો રહેવાસી લાગી રહ્યો હતો. દુકાનદારે આ અંદાજ તરત જ લગાવી દીધો હતો. તેના મોઢા ઉપર એક અલગ પ્રકારનું જ તેજ દેખાઈ રહ્યું હતું.
છોકરા ને જોઈને તેની ઉંમર નો અંદાજો લગાવી એ તો આશરે ૨૦ થી ૨૨ વચ્ચે ની ઉમરનો એ છોકરો હશે.
જેવો દુકાનમાં અંદર પ્રવેશે છે કે દુકાનદારની પહેલી નજર તેના પગ પર જાય છે, સ્વાભાવિક છે કે કોઈપણ બુટ-ચપ્પલ ના વ્યાપારી ની પહેલી નજર ગ્રાહકના પગ પર જતી હોય છે.
દુકાનદારે તેના પગ પર જોયું પરંતુ તેના પગ પર તો લેધરના બૂટ પહેરેલા હતા. અને એકદમ વ્યવસ્થિત રીતે ચમકાવેલા પણ હતા.
આ બધું જોઇને તેને તેના મોઢા સામુ નજર કરી અને પૂછ્યું બોલો ને શું જોઈએ છે?
છોકરાએ કહ્યું મારે મારી માતા માટે ચપ્પલ જોઈએ છે, પરંતુ મને ટકાવ હોય એવા ચપ્પલ જ બતાવજો. કારણકે જો ચપ્પલ ટકાઉ નહીં હોય તો લાંબો સમય સુધી ટકશે નહીં અને એ મને ચાલશે નહીં.
દુકાનદારે કહ્યું શું તમારી માતા આવી છે? અથવા એના પગ નું માપ શું છે એ જણાવી શકો?
આથી પેલા છોકરાએ પોતાના ખિસ્સામાંથી પોતાનું પર્સ કાઢ્યું અને એમાંથી એક કાગળ બહાર કાઢ્યો નોટબુક નો આ કાગળ લગભગ ચાર ગડી વાળીને પર્સમાં રાખ્યો હોય એવું જણાઈ રહ્યું હતું.
એ કાગળ ખોલ્યો હતો એ કાગળમાં બોલપેનથી બંને પગની outline બનાવેલી હતી. જેથી કરીને તેની માપના ચપ્પલ લઈ શકાય.
દુકાનદારે આવું જોઈને કયું અરે બેટા મારે તો ચપ્પલ ના માપ માટે નંબર જોઈતો હતો.
આટલું સાંભળીને છોકરો ભાવુક થઈ ગયો હોય તેવું લાગ્યું, તેને તરત જ કહ્યું કે હું તમને શું માપ જણાવો એ કહો મને સાહેબ? મારી માતાની જિંદગી આમ ને આમ જ પગમાં ચપ્પલ સિવાય જ વીતી ગઈ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
મારી માતા મજૂરી કરે છે, જાનવરોની જેમ મહેનત કરી કરીને પેટે પાટા બાંધીને મને ભણાવ્યો, ગણાવ્યો અને હવે મારી નોકરી લાગી ગઈ છે.
અને આજે મને પહેલો પગાર મળ્યો છે. દિવાળી નજીક છે એટલે રજાઓ માટે ઘરે જઈ રહ્યો છું તો વિચાર્યું કે માતા માટે કંઈક લઈને જાવ.
વિચાર કર્યા પછી મનમાં આવ્યું કે આજે પહેલા પગારથી માતા માટે ચપ્પલ લઇને જવું છે જેથી માતા હવે ઉઘાડા પગે ચાલ્યા ન કરે...
દુકાનદાર બધી પરિસ્થિતિ સમજી ગયો તરત જ તેને એક સારી ટકાઉ ચપ્પલ દેખાડી જેની કિંમત 700 રૂપિયા હતી...
આની કિંમત સાતસો રૂપિયા છે, ચાલશે ને? દુકાનદારે પેલા છોકરાને પૂછ્યું.
તો છોકરા એ જવાબ આપતા કહ્યું હા ઠીક છે.
જાણે એ ચપ્પલ લેવા માટે ખૂબ જ ઉત્સુક હોય એ રીતે કોઇપણ કિંમત દેવા તૈયાર હોય તેવું ચહેરા પર દેખાઈ રહ્યો હતો...
દુકાનદારે તેને પૂછયું બેટા તારો પગાર કેટલો છે?
છોકરાએ જવાબ આપતા કહ્યું કે અત્યારે મારો પગાર ૧૦૦૦૦ રૂપિયા છે. જેમાંથી છથી સાત હજાર રૂપિયા રહેવા અને ખાવા-પીવામાં ખર્ચ થઇ જશે બાકીના ત્રણ હજાર માતા માટે.
દુકાનદારે કહ્યું અરે તો પછી તને આ 700 રૂપિયાની ચપ્પલ મોંઘી નહિ લાગે ને?
તો વાતને અડધેથી જ કાપીને પહેલો છોકરો બોલ્યો કે અરે નહીં નહીં કંઈ જ મોંઘું નથી.
દુકાનદારે ચપ્પલ નો બોક્સ પેક કરી દીધું અને છોકરાએ પણ પૈસા આપીને ચપ્પલ નું બોક્ષ લઈ દુકાનેથી ચહેરા ઉપર સ્મિત સાથે ઘર તરફ જવા રવાના થઈ ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એ હજી દુકાનેથી બહાર તરફ જઈ રહ્યો હતો એટલામાં દુકાનદારે કહ્યું અરે બેટા ઉભો રહે, એટલે છોકરાએ પાછું ફરી ને કહ્યું હા બોલો? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તેને દુકાનદારે ૧ બોક્સ હાથમાં આપ્યું અને કહ્યું આ ચપ્પલ તારી માતાને, તારા આ ભાઈ તરફથી ભેટ તરીકે આપી દેજે.
અને તારી માતા ને કહેજે કે જો પેલા ચપ્પલ ખરાબ થઈ જાય તો આ બીજી જોડી કામ લાગશે અને આ તેને હવે પછી ક્યારેય ઉઘાડા પગે નહીં ચાલવું પડે, અને હા આને લેવા ની ના પાડતો નહીં.
દુકાનદાર ની સામે જોઈને તેના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેની બંને આંખ ભીની થઈ ગઈ હતી.
દુકાનદારે પૂછ્યું મને એક વાત જણાવીશ, તારી માતાનું નામ શું છે?
છોકરાએ જવાબ આપતા કહ્યું, “લક્ષ્મી”
દુકાનદારે તેની સામે જોઇને બીજી પણ એક માંગણી કરતાં કહ્યું કે તારી માતાને મારા પ્રણામ કહેજે અને શું હજી મને એક વસ્તુ આપશે?
હા, કહો.
તે જે કાગળ પર તારી માતાના પગની આઉટલાઈન બનાવી હતી, એ કાગળ મને જોઈએ છે.
અરે આટલું જ, આ રહ્યો કાગળ. કાગળ દુકાનદાર ને આપીને ખુશી ખુશી ત્યાંથી જતો રહ્યો. ઘરે જઈ માતાને ચપ્પલ આપ્યા તો માતા ની આંખમાંથી હરખ ના આંસુ નીકળી ગયા...
એ ચાર ઘડી વાળેલો કાગળ દુકાનદાર એ પોતાના ખિસ્સામાં રાખીને દુકાનમાં અંદર જતો રહ્યો. દુકાનમાં જઈને મંદીર પાસે જઇને તે કાગળને ત્યાં રાખી દીધો.
દુકાનદાર ત્યાં કાગળ રાખી રહ્યો હતો તે તેના એક દીકરાએ જોઈ લીધું હતું આથી તે દીકરાએ તેના પપ્પાને પૂછ્યું કે પપ્પા આ શું છે?
દુકાનદારે તેના દીકરાને જવાબ આપતા કહ્યું કે આ લક્ષ્મીજીના ચરણ છે દીકરા. સાચવજે, આચરણને એક સાચા ભક્ત એ બનાવેલા છે, આનાથી ધંધામાં બરકત આવે છે.
દુકાનદાર ના બાળકો દુકાનદાર પોતે બધા ત્યાં ઊભા રહીને એ ચરણને સ્પર્શ કરીને પ્રણામ કરી રહ્યા હતા. કહેવાય છે કે આ દુનિયામાં માતા એ સાક્ષાત પરમાત્મા છે. બસ આપણી જોવાની દ્રષ્ટિ અને મન નો વિચાર શ્રદ્ધા પૂર્ણ હોવો જોઈએ.
જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કોમેન્ટમાં અભિપ્રાય પણ આપજો.
તમે આવી જ રસપ્રદ સ્ટોરી તેમજ પ્રેરણાદાયક પ્રસંગો સાંભળવા માંગતા હોય તો આપણી Youtube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરી અને નોટીફીકેશન બેલને દબાવી દેજો.