એક ભાઈએ લારીવાળા સાથે ખોટું કર્યું, થોડા જ દિવસોમાં તેની સાથે એવું થયું કે તે તરત જ…

એક ગરીબ વ્યક્તિ ફળ ની લારી ચલાવતો. લારી માટે તેનો ઘરનું ગુજરાન માંડ માંડ ચાલતું. અને ખર્ચ થયા પછી જો કોઇ પણ પૈસાની બચત થઈ હોય તો તરત જ તેના પરિવારને ગામડે મોકલાવી દેતો. વાત વર્ષો પહેલાની છે જ્યારે નોટ બંધી કરવામાં આવી હતી, નોટ બંધી થયા પછી આ વ્યક્તિ ની લારી ઉપર માણસો ઘણી વખત પાછા જતા માત્ર એટલા માટે કે તેઓ પાસે મોટી નોટ હોય અને આ વ્યક્તિ પાસે છુટ્ટા ના હોય.

થોડા જ દિવસો પછી કોઈએ તેને સજેશન આપ્યું કે ભાઈ તમે ઓનલાઇન પેમેન્ટ શું કામ નથી સ્વીકારતા, તે વ્યક્તિએ કહ્યું મારી પાસે મોબાઇલ નથી સાહેબ બેંકમાં ખાતું છે પરંતુ એ માટે મોબાઈલ હોવો જોઈએ એ મારી પાસે નથી અમારા ઘરમાં માત્ર એક જ મોબાઇલ છે જે મોબાઇલ ગામડે પડ્યો હોય છે.

હું અહીં શહેરમાં રહું છું અને આમાંથી જે પણ કમાણી થાય તેમાંથી મારુ ઘર ચલાવું છું અને બચત થાય એ ગામડે મોકલી દઉં છું. થોડા જ સમય પછી એક વ્યક્તિએ તેને આવીને કહ્યું ભાઈ આ રીતે તમે બેન્કમાં ખાતું હોય તો online પેમેન્ટ સ્વીકારી શકો છો.

તેને ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાનું ચાલુ કર્યું, હવે પહેલા કરતા જે લોકો કઈ વસ્તુ લીધા વગર પાછા જઈ રહ્યા હતા તે લોકો કદાચ એક ફળ લેવા આવ્યા હોય તો સાથે બીજું પણ લઈને જતા અને online પૈસા આપી દેતા. થોડા દિવસો પછી એક ગ્રાહક તેની લારી ઉપર આવ્યો અને તેને કહ્યું મને એક સારું તરબૂચ આપો.

તેને તરબૂચ આપી અને ભાવ કહ્યું ત્યારે તે ગ્રાહક એ લારીવાળા ભાઈને કહ્યું ભાઈ મારી પાસે પૈસા નથી હું તમને ઓનલાઇન પેમેન્ટ કરી દઉં છું. એમ કહીને થોડા સમય મોબાઈલ માં કંઈક કર્યું અને સામે લારી વાળા ભાઈને જોઈને કહ્યું ભાઇ પેમેન્ટ કરી દીધું છે જોઈ લેજો, એટલે લારીવાળાએ કહ્યું કાંઈ વાંધો નહીં સાહેબ તમે પૈસા આપી દીધા છે તો મને મળી જ ગયા હશે પરંતુ હું જોઈ નહી શકું કારણકે અમારો એક જ મોબાઇલ છે જે મારા ગામડે પડ્યો છે. એટલે હું દર રવિવારે ગામડે જવું છું ત્યારે મારે વાત થઇ જશે.

આ સાંભળીને પેલો ગ્રાહક ત્યાંથી જતો રહ્યો, ધીમે ધીમે દિવસો વિતતા ગયા એ ગ્રાહક દરરોજ આવે અને એને જોતા હોય એટલા તરબુચ લઈ જાય. એ ગ્રાહક હવે દરરોજ આવવા લાગ્યો અને ત્યાંથી દરરોજ તરબૂચ લઈ જાય અને પૈસા ઓનલાઇન જમા કરાવી આપે.

એક દિવસની વાત છે જ્યારે એ ગ્રાહક દરરોજની જેમ પાછો આજે તરબૂચ લેવા આવ્યો હતો, તરબૂચ લીધું અને મોબાઇલની સ્ક્રીન લારી વાળા ભાઈને બતાવીને કહ્યું ભાઇ પેમેન્ટ મોકલી દીધું છે, તે ભાઈએ કહ્યું ઠીક છે અને તે ગ્રાહક ત્યાંથી રવાના થઈ ગયો પરંતુ આજે એ લારી ઉપર બીજો ગ્રાહક પણ ઉભો હતો જેને આ ગ્રાહકને જોયું કે તેને ઓનલાઈન પેમેન્ટ કર્યું જ નથી માત્ર સ્ક્રીનશોટ દેખાડીને કહ્યું કે ભાઈ પેમેન્ટ થઈ ગયું.

એટલે તે ગ્રાહક એ લારી વાળા ભાઈને કહ્યું અરે ભાઈ તમને પૈસા મોકલ્યા જ નથી, એ ભાઈ એ તો માત્ર તમને ફોટો દેખાડ્યો છે તમારા ખાતામાં પૈસા જમા જ નહીં થયા હોય તમે જોઈ લો…

એટલે લારીવાળાએ કહ્યું મને ખબર છે મારા ખાતામાં પૈસા નથી આવ્યા મારો મોબાઇલ અહીં નથી અમારા ગામડે પડ્યો છે પરંતુ આ ભાઈ દસ દિવસ પહેલાં જ્યારે પહેલી વખત તરબૂચ લેવા આવ્યા હતા ત્યારે તેઓએ મને ઓનલાઇન પેમેન્ટ મોકલ્યું હતું… અને ચેક કરવા માટે કહ્યું હતું હું ત્રણ દિવસ પછી રવિવારે ગામડે જઈને મોબાઈલ ચેક કર્યો તો તેમાં તે ભાઈનું કોઈ જ પેમેન્ટ આવ્યું ન હતું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel