એક ભાઈ બજારમાં શાકભાજીની ખરીદી કરવા ગયા, તેઓ પાછા આવતા હતા ત્યારે એક રેંકડી પર ધ્યાન ગયું તો એવું જાણવા મળ્યું કે...

અમિતભાઇ બજાર માં શાકભાજી અને કરિયાણાની ખરીદી કરવા ગયા હતા. બજાર માંથી પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તા પર એક ફ્રૂટ ની રેંકડી ઉભી હતી. તેમાં એક બોર્ડ લગાવેલું હતું જેમાં લખ્યું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ઘરે મારી માતા ને સંભાળી શકે તેવું કોઈ નથી તે બીમાર અને વૃદ્ધ છે. ચાલી પણ શકતા નથી. જેથી તેની તેની બધી પ્રકારની સેવા કરવા માટે હું મારા ઘરે જઈ રહ્યો છું. કોઈ ને જલ્દી હોય તો તેને જોઈતું ફ્રૂટ તે લઇ શકે છે.

બધા ફ્રૂટ ના ઢગલા પર ભાવ નું બોર્ડ લગાવેલું છે. તમારી જાતે લઇ અને રૂપિયા ત્યાં રાખેલા ગલ્લા માં રાખી શકે છે. અને કોઈ ની પાસે રૂપિયા ના હોય અને ફ્રૂટ લઇ જવું હોય કે ખાવું હોય તો પણ છૂટ છે. અમિતભાઈ ને ભારે આશ્ચર્ય થયું કે પોતાનો ધંધો મૂકી અને ઘરે માં ની સેવા કરવા ગયો ગજબ નો માણસ છે.

આજુબાજુ માં જોયું પણ ત્યાં કોઈ હતું નહિ તેથી તેને બે કિલો સફરજન ખરીદ કર્યા. અને તેના રૂપિયા નો હિસાબ કરી ને ગલ્લા માં રાખી દીધા. અને પોતાના ઘરે ગયા ઘરે ગયા પછી પણ તે રેંકડી તેના મગજ માંથી નીકળતી નહોતી. ત્યારે રાત્રે જમ્યા બાદ તે લટાર મારવા માટે નીકળતા અને આજે તે રેંકડી વાળા રસ્તે જવાનું નક્કી કર્યું.

ત્યાં જઈને જોયું તો એક અંદાજે ચાલીસેક વર્ષ નો પુરુષ રેંકડી માં નો માલ સંકેલી ને ઘરે જવાની તૈયારી માં હતો અમિતભાઇ ત્યાં ગયા ત્યારે રેંકડીવાળા એ કહ્યું કે સાહેબ બધું ફ્રૂટ તો ખલાશ થઇ ગયું છે. હવે આવતીકાલે મળશે અમિતભાઇએ સામે ચા ની કેબીન પર બોલાવી ને પોતાની પાસે બેસાડ્યો.

અને રેંકડી પાસે તું કેમ હાજર નથી રહેતો એવું પૂછતાં હતા. બંને ચા પીતાંપીતા વાતો કરી રહ્યા હતા. ત્યારે એ રેંકડીવાળા એ કહ્યું કે મારી માં છેલ્લા ત્રણ વર્ષ થી બીમાર છે જે પોતાની જાતે હાલીચાલી શકતી નથી. અને બધું સહન કરતા કરતા તે અડધી પાગલ પણ થઇ ગઈ છે. અમે ગરીબ માણસ છીએ.

તેથી મને કોઈ સગા એ મારા લગ્ન કરવા માં રસ આપ્યો નહિ. અને હજુ સુધી હું કુંવારો જ છું. મારા ઘર માં મારી માં ની સંભાળ રાખવાવાળું કોઈ નથી. તેથી મારે જ માં ની સંભાળ રાખવી પડે છે. ત્યારે મારી માં એજ મને કહ્યું કે તું જયારે બહાર જાય છે.

ત્યારે મારો જીવ મુંજાઈ છે અને મારી પણ મજબૂરી છે મારી પાસે બચત હોય તો હું રેંકડી બંધ કરી અને ઘરે જ માં પાસે રહું ત્યારે મારી માં એ મને કહ્યું કે તું સવારે ભગવાન નું નામ લઇ અને રેંકડી ત્યાં મૂકી અને ઘરે પાછો આવતો રહે રેંકડી માં બધા ફ્રૂટ ના ભાવ લખી રાખ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જેથી જેને ખરીદવા હોય તે વજન કરી અને તેના રૂપિયા રેંકડી ના ગલ્લા માં રાખી દેશે. આપણા નસીબ નું હશે તે કોઈ લઇ શકવાનું નથી. અને તારા રૂપિયા જાય તો મને કહેજે આમ ને આમ ત્રણ વર્ષ થવા આવ્યા છે.

સવારે રેંકડી મૂકી જાવ છું. અને રાત્રે જયારે માં જમીને સુઈ જાય ત્યારે રેંકડી પાછી લેવા માટે આવું છું. અને કોઈ દિવસ મારા હિસાબ ના રૂપિયા ઘટ્યા નથી. પણ અમુક લોકો વધારે રૂપિયા મૂકી જાય છે.

ગઈ કાલે કોઈ માં ની તબિયત ઝડપથી સારી થઇ જાય તે માટે ભગવાન ની પૂજા કરાવી અને ફૂલ અને પ્રસાદી મૂકી ગયેલું ક્યારેક કોઈ માં માટે હળવું જમવાનું મૂકી જાય છે. અને આ ત્રણેક વર્ષમાં અને લોકો પોતાના સરનામાં અને ફોન નંબર વાળા કાર્ડ ની સાથે ચીઠી માં સંદેશો લખતા જાય છે.

કે ગમે ત્યારે કોઈ પણ જાત ની મદદ ની જરૂર પડે તો આ નંબર પર ફોન કરશો. અમે અહીંયા રૂબરૂ આવી જઈશું. એક વખત એક પ્રખ્યાત ડોક્ટર ફ્રુટ લેવા આવ્યા હતા. તેને પણ પોતાનું કાર્ડ રાખ્યું હતું. અને સંદેશો પણ હતો કે જયારે પણ જરૂર પડે તો મારી હોસ્પિટલ માં દાખલ કરજો.

હું પણ તમારા માં ની સેવા કરીશ તો મને આનંદ થશે રોજે રોજ મારા હક્ક ના રૂપિયા ની સાથે કંઈક તો હોય જ છે ના તો માં મને બહાર જવા દ્યે છે કે ના ભગવાન કઈ ઘટવા દ્યે છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

વડીલે યુવાનને સીટ પરથી ઊભો કરી દીધો, આખી બસ તેની સામે થઈ ગઈ, પણ બીજા દિવસે સાચું કારણ ખબર પડ્યું તો...

સવારની બસ હંમેશાની જેમ આજે પણ ભરેલી હતી. રમણભાઈ બસ સ્ટેન્ડ પર ઊભા હતા અને હાથમાં નાની થેલી પકડી રાખી હતી. ઉંમર સિત્તેરની નજીક હતી, એટલે લાંબો સમય ઊભા રહે

By Just Gujju Things Team

લગ્ન પછી પૌત્રીનો ફોન અચાનક બંધ થઈ ગયો, દાદીને લાગ્યું કે તે ભૂલી ગઈ... વર્ષો પછી પાછી આવી ત્યારે...

લગ્નના પહેલા વર્ષ સુધી કાવ્યા દર બીજા દિવસે પોતાની દાદી શાંતાબેનને ફોન કરતી. સાંજે કામ પૂરું થાય પછી તે દાદી સાથે અડધો કલાક વાત કરતી. ક્યા

By Just Gujju Things Team

પિતાએ 30 વર્ષ જૂની કરોડોની કંપની દીકરાઓને નહીં, કર્મચારીને ફક્ત ₹1માં આપી દીધી... કારણ જાણ્યું તો...

સુરેશભાઈના પરિવાર માટે એ દિવસ કોઈને સમજાતો નહોતો. સવારથી ઘરમાં બધા લોકો ભેગા હતા. સુરેશભાઈએ પોતાના મોટા દીકરા નિશાંત અને નાના દીકરા મિતુલને ઓફિ

By Just Gujju Things Team

પત્નીએ 30 વર્ષ સુધી પોતાના લગ્નના ફોટા જોવાની ના પાડી, બાળકોને લાગ્યું લગ્નનો અફસોસ છે... પછી તેણે કારણ કહ્યું તો...

મેઘાબેનના ઘરમાં એક મોટું લાકડાનું કબાટ હતું. કબાટના ઉપરના ખાનામાં એક જૂનો ફોટો આલ્બમ પડ્યો હતો. ઘરમાં બધા જાણતા હતા કે એ મેઘાબેનના લગ્નનો આલ્બમ છે, પણ કોઈએ તે

By Just Gujju Things Team