દ્વારકા માનતા કરવા ગયેલા નોકર સાથે ભગવાનને ધરાવવા શેઠે રૂપિયા આપ્યા હતા, નોકર માનતા કરી પાછો આવ્યો તો શેઠ તેના પગે પડી ગયા કારણ કે…

આજે આપણે હરવા ફરવા કે જાત્રા કરવા જવું હોય તો આપણી પાસે બસ ટ્રેન કે એરોપ્લેન ની સગવડતા છે. પરંતુ એક જમાનો એવો હતો કે માણસો ગાડા માં કે ચાલી ને જાત્રા કરવા જતા એ સમય ની વાત છે.

ગામ માં શેઠ ને ત્યાં રામજી નામ નો માણસ નાનપણ થી જ નોકરી કરતો હતો. શેઠ ને ત્યાં મોટાભાગ ના કામ ની જવાબદારી રામજી ની હતી. અને બહુ જૂનો હોવાથી એકદમ વિશ્વાસુ પણ હતો.

રામજી ને ચાલી ને દ્વારકા જવાની માનતા હતી. માનતા લીધા ને પણ ઘણો સમય થઈ ગયો હોય પત્ની એ ઘણી વાર કહ્યું કે તમે સમય કાઢીને માનતા પુરી કરી આવો. હવે બહુ મોડું કરો નહિ.

આથી રામજી એ તેના શેઠ ને કહ્યું કે મારે માનતા પુરી કરવા દ્વારકા જવું પડશે. અને માનતા લીધા ને પણ ઘણો સમય થઇ ગયો છે. તો તમે રજા આપો ત્યારે હું જઈ આવું. જવાબ માં શેઠે કહ્યું કે આવતા મહિને તું જજે અને જ્યારે જવાનું થાય ત્યારે મારી પાસે આવજે.

એક મહિના પછી રામજી બધી તૈયારી કરી ને પછી શેઠ પાસે જાય છે. અને શેઠે તેને પૂછ્યું કે તારે કેટલા રૂપિયાનો ખર્ચ થશે? જવાબ માં રામજી એ કહ્યું કે શેઠ લગભગ સો રૂપિયા જેટલો ખર્ચ થશે.

એટલે શેઠે તેને એકસો રૂપિયા આપ્યા. અને બીજા એકસો રૂપિયા આપતા કહ્યું કે આ રૂપિયા તું મારા તરફથી દ્વારકાધીશ ને ભેટ અર્પણ કરજે કારણ કે હું તો ક્યારે જઈશ એ મને પણ ખબર નથી.

લગભગ 15 દિવસ ની પદયાત્રા પછી એક જગ્યા એ વગડા માં એક સંઘ મળી ગયો, જે લોકો ભગવાન ના ભજન કીર્તન કરતા હતા. રામજી પણ તેની સાથે ભજન કીર્તન કરવા બેસી ગયો. આમ ને આમ સાંજ પડી ગઈ, અને અંધારું થવા લાગ્યું.

પણ ત્યાં તો ભજન કીર્તન પછી ના કોઈ જમવાની વ્યવસ્થા હોય તેવું કઈ દેખાણું નહિ. એટલે રામજી થી રહેવાયું નહિ અને પૂછ્યું કે ભાઈ તમે લોકો જમવાનું શું કરશો? હજુ સુધી રસોઈ કરવા નું કેમ ચાલુ કર્યું નથી?

સંઘમાં થી એક વડીલે કહ્યું કે અમે બધા દ્વારકા પગપાળા જઇએ છીએ. હવે એક દિવસ નો રસ્તો કાપવાનો બાકી છે. અને અમારી પાસે અનાજ કરિયાણું બધું ખૂટી ગયું છે. એટલે અમે લોકો અહીંયા જ રોકાઈ જઈશું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel