દ્વારકા માનતા કરવા ગયેલા નોકર સાથે ભગવાનને ધરાવવા શેઠે રૂપિયા આપ્યા હતા, નોકર માનતા કરી પાછો આવ્યો તો શેઠ તેના પગે પડી ગયા કારણ કે…

ત્યારે રામજી ની પાસે રહેલા એકસો રૂપિયા કે જે શેઠે દ્વારકાધીશ ને ભેટ માટે આપેલા તે રૂપિયા માંથી બાજુ ના ગામ માં જઈ ને બધી વસ્તુ ખરીદી કરી ને બધાને જમાડ્યા. જેમાં થી રામજી પાસે હવે એક જ રૂપિયો વધ્યો હતો.

જે તેને વિચાર્યું કે બીજે દિવસે દ્વારકાધીશ ને ભેટ અર્પણ કરી આપીશ.

બીજે દિવસે રામજી સંઘ સાથે નીકળી ને દ્વારકા પહોંચ્યો. અને મંદિર માં જઈ ને એક રૂપિયો ભેટ ધરાવતા ભગવાનને કહ્યું કે આ ભેટ સ્વીકાર કરશો. મેં આમાંથી નવ્વાણું રૂપિયા પગપાળા આવતા સંઘ ને જમાડવા માં વાપરી નાખ્યા છે.

અને રામજી બે ત્રણ દિવસ ત્યાં રોકાયો પછી ઘરે પાછો ફર્યો. બીજા દિવસે શેઠ પાસે ગયો તો શેઠ ઉભા થઈને રામજી ને પગે પડી ગયા. એટલે રામજી એ કહ્યું કે આ શું કરો છો શેઠજી?

ત્યારે શેઠે કહ્યું કે તે જ્યારે ભગવાન દ્વારકાધીશ ને મારા 99 રૂપિયા ભેટ કર્યા. તે રાત્રે ખુદ દ્વારકાધીશ મને સપનામાં આવેલા અને કહી ગયા કે તમારા નવ્વાણું રૂપિયા ભેટ આવી ગયા છે.

પણ રામજી તું કોઈ દિવસ એક પણ પૈસા ની ગોલમાલ કરતો નથી. તો આ 1 રૂપિયો તે કેમ ઓછો ભેટ માં આપ્યો? ત્યારે રામજી એ કહ્યું કે શેઠ એ એક રૂપિયો જ ભેટ માં ગયો છે, બાકી ના નવ્વાણું તો સંઘ ને જમાડવા માં ગયા છે.

ત્યારે શેઠે રામજી નો આભાર માનતા કહ્યું કે તું તો ત્યાં ગયો અને દર્શન કરીને આવ્યો. પરંતુ તને જે ભેટ માટે રૂપિયા આપ્યા તેનો તે એવો ઉપયોગ કર્યો કે સાક્ષાત દ્વારિકાધીશે મને અહીંયા જ દર્શન આપ્યા. જય હો દ્વારકાવાળાની.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક સાથે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ આપવાનું ચુકતા નહિ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel