દુકાનદાર પાસે સલાડ માગ્યું તો તેને કહ્યું સલાડ ખાલી થઈ ગયું છે, એટલે છોકરો બહાર ગયો અને એવી વસ્તુ લઈ આવ્યો કે આપણે વિચારી...
મારે કામ હોવાથી બજારમાં ગયો હતો, કામ પૂરું થયા પછી ખુબ જ ભુખ લાગી હતી એટલે એક લોજમાં ઉભો રહ્યો. સામાન્ય રીતે હું ક્યારેય બહાર ભોજન નથી કરતો કારણકે સીમિત આવક હોવાથી બહારનો એક્સ્ટ્રા ખર્ચો મારા ખિસ્સાને પરવડે તેમ નથી. પરંતુ આજે કડકડતી ભુખ લાગી હતી. અને લોજમાં પણ લખ્યું હતું કે 30 રૂપિયા ની થાળી, જેમાં પુરી શાક મળતા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એક પ્લેટ ખરીદીને હું ત્યાં જમવા માટે બેસી ગયો. હું જમવાનું શરૂ કરું તે પહેલાં મારું ધ્યાન પડ્યું કે ત્યાં બહાર બે છોકરાઓ આવ્યા. કદ પરથી તેઓની ઉંમર લગભગ દસ-બાર વર્ષની હશે.
ચહેરા ઉપર સવારથી કશું ખાધું ન હોય એવો હાલ હતો. બંનેની હાલત એવી હતી, કપડાં જરા પણ સ્વચ્છ નહીં અને થોડા ફાટેલા પણ હતા. કદાચ તેઓ આજુબાજુમાંથી કચરો ભેગો કરવાનું કામ કરતા હોય એવું લાગ્યું કારણકે તેની સાથે એક થેલો પણ હતો જેમાં કચરો પડ્યો હતો.
તરત જ તે બંને છોકરાઓ લોજમાં આવ્યા અને 2 થાળી નો ઓર્ડર કર્યો, થાળી આવી એટલે એ છોકરા થાળી લઈને જમવા બેઠા. થોડા સમય પછી આજુબાજુ નજર કરી તો દરેક લોકો જમી રહ્યા હતા તેની થાળીમાં સલાડ હતું. અને આ લોકોની થાળીમાં સલાડ નહોતું. આ સિવાય સલાડ માટે રાખેલું વાસણ પણ ખાલી થઈ ચૂક્યું હતું.
બંનેમાંથી એક છોકરો ઊભો થયો અને ફરી પાછો દુકાનદાર પાસે જઈને કહ્યું ભાઈ આમાં અમને સલાડ આપો સલાડ નથી. દુકાનદારે તેને કહ્યું સલાડ નથી ભાઈ તમે જે છે તે ખાઈ લો. જમવાનો સમય પસાર થઈ ગયો હતો મોડું પણ થઈ ગયું હતું લગભગ બપોરના ત્રણ વાગ્યા હશે, દુકાનદાર પણ છોકરાઓને જવાબ આપી રહ્યો હતો તેમાં થોડો ગુસ્સો પણ દેખાતો હતો.
હું ફરી પાછો મારા જમવા માં ધ્યાન આપવા લાગ્યો, કારણકે મને લાગ્યો કે હવે તે છોકરો આવીને પાછો બેસી જશે અને જમીને તરત નીકળી જશે. પરંતુ તેના પછી જે થયું તે માટે હું તૈયાર નહોતો.
મારી નજર ફરી પાછી છોકરાઓ બેઠા હતા ત્યાં પડી ત્યારે જોયું કે બહારથી તે છોકરો લીંબુ મરચા લાવી રહ્યો છે, આ કોઈ સામાન્ય લીંબુ મરચાં નહોતા જેને તે ખરીદીને લાવ્યો હોય. આ લીંબુ મરચા માં કાળો દોરો બાંધ્યો હતો હું તરત જ સમજી ગયો કે આ ક્યાંકથી લીંબુ મરચાં લટકાવેલા લઈને આવ્યો છે.
મારું એ છોકરા ઉપર ધ્યાન વધુ પડ્યું, તે છોકરા ના ચહેરા ઉપર સલાડ મળી જવાની ખુશી આ લીંબુ મરચા મળતાં જ આવી ચૂકી હતી. બીજા છોકરા પાસે આવીને બેસી ને બંને લોકો સલાડ ની જેમ આ લીંબુ મરચા ખાવા ની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ મારાથી રહેવાયું નહીં અને મેં તેને કહ્યું અરે ભાઈ, તું આ લીંબુ મરચા ક્યાંથી લઇ આવ્યો છે. તને ખબર પડે છે કે નહીં કે આ લીંબુ મરચા માં કંઈક બીજું ન થઇ જાય તેનું ધ્યાન રાખજે.
મારાથી થોડું આકરા શબ્દોમાં કહેવાય ગયું અરે ભાઈ આ લીંબુ મરચા ને બહાર ફેંકી દે. એ ન ખવાય.
તે બાળકો એ મારી વાત સાંભળી, મારી સામે પણ જોયું. પરંતુ જાણે મને સાંભળ્યો જ ન હોય એમ ફરી પાછા પોતે જમવા માં વ્યસ્ત થઈ ગયા. અને મારી વાતને જાણે સાંભળી જ નહીં. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
મારું ધ્યાન હજુ પણ ત્યાં જ હતું મેં ફરી પાછું કહ્યું અરે ભાઈ તને જ કહી રહ્યો છું, આ લીંબુ મરચા ન ખાઈશ નહીં તો શું થશે તે ખબર છે? જો કંઈ બીજું થયું તો ખબર છે શું થાય, આ વસ્તુ શું છે તેનું તને ભાન છે?
જે છોકરો લીંબુ મરચા લઈને આવ્યો હતો તેને ફરી પાછું મારી સામે જોયું અને કહ્યું સાહેબ મને ખબર છે આ વસ્તુ શું છે, આ વસ્તુથી વરગાળ લાગી શકે છે. પરંતુ સાહેબ મારે તમને એક સવાલ પૂછવો છે.
મેં કહ્યું પૂછને અને તને ખબર છે તો શું કામ ખાઈ રહ્યો છે?
તે બાળકે મારો જવાબ આપતા આપતા અને પોતાને કપડાની હાલતને દેખાડતા દેખાડતાં કહ્યું સાહેબ જે લોકોને ગરીબી લાગી ચૂકી હોય ને અને ભૂખ લાગી ચૂકી હોય તેને આવા કાળા ધોળા થી શું ફેર પડવાનો?
બે ક્ષણ માટે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું એ સમજ જ ન રહી કે એ બાળકના સવાલનો હું શું જવાબ આપું… મારું પણ જમવાનું પૂરું થવા આવ્યું હતું અને બાળકો પણ જમી ચૂક્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
મેં તેઓને પૂછ્યું સોડા પીવી છો તમારે? બંને બાળકો એ હા પાડી તરત જ બાજુમાં રહેલી એક સોડા ની દુકાન માં ગયા અને અમે ત્રણે લોકોએ સોડા પીધી. સોડા પીધા પછી જાણે વર્ષો પછી સોડા ના શોખીને સોડા પીધી હોય અને તે રાજી થાય તેવા જ બંને બાળકો રાજી થઈ ગયા.
સોડા પી ને અમે બધા છુટા પડ્યા, હું જમ્યા પછી ક્યારેય સોડા નથી પીતો કે નથી કોઈ બીજો ખર્ચો કરતો કારણકે જરૂરિયાત વગર નો ખર્ચો કરી શકું એવી આવક હું નથી ધરાવતો, તેમ છતાં આજે કરેલો આ સોડા નો ખર્ચો જાણે મને અંદરથી ખુશી ની અનુભૂતિ કરાવી રહ્યો હતો.
અહીં સમજવાની વાત માત્ર એટલી જ છે કે આપણે જ્યારે પણ આપણા જીવનને ખરાબ કહીએ છીએ ત્યારે એવું પણ વિચારી શકાય કે આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે આપણાથી પણ અત્યંત ખરાબ જીવન જીવી રહ્યા છે તેમ છતાંય તે લોકો પોતાની દુનિયામાં મસ્તીથી ખુશી સાથે રહે છે તો આપણે શું કામ ઉદાસ થઈ એ…
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 5 માંથી રેટિંગ પણ આપજો.