દિવાળીના દિવસે એક માણસે પ્રાર્થના કરી તો લક્ષ્મીજીએ તેને ચમત્કારિક વીંટી આપી, થોડા જ દિવસોમાં એ માણસ પૈસાદાર થઈ ગયો. પરંતુ થોડા સમય પછી…

એક નિર્ધન માણસ હતો, તેની પાસે બહુ પૈસા નહોતા. પણ પોતે ભગવાન માં ખૂબ જ માનતો અને તે દરરોજ નિયમિત પણે વિષ્ણુ ભગવાનની અને લક્ષ્મીજીની કાયમ પૂજા કરતો.

અને પૂજા અર્ચના કરીને ભગવાન પાસે કાયમ તેની ઈચ્છાને રજુ કરતો. વાત એ સમયની છે જ્યારે થોડા સમય પછી દિવાળી આવવાની હતી, આખરે તહેવાર નો સમય આવી ગયો દિવાળીનો દિવસ હતો એ માણસે દિવાળીના દિવસે પણ દરરોજ નિત્ય ક્રમ પ્રમાણે ભગવાનની પૂજા-અર્ચના કરી.

અને દિવાળીના દિવસે અચાનક તેણે પૂજા-અર્ચના કરી તો તેની આરાધનાથી લક્ષ્મીજી પ્રસન્ન થયા, તેની સામે લક્ષ્મીજી પ્રગટ થયા અને તેને એક હાથમાં પહેરવાની વીંટી ભેટ તરીકે આપી ને અદ્રશ્ય થઈ ગયા.

પેલો માણસ તો વિચારમાં પડી ગયો કે શું થઈ રહ્યું છે? પરંતુ એ વીંટી કોઈ સામાન્ય ન હતી. એ માણસે જેવીતેવી ટીને હાથમાં પહેરી કે બીજા જ દિવસથી તેના જીવનમાં ઘણા ફેરફારો શરૂ થઈ ગયા.

એ વીંટી પહેરી ને બીજા દિવસે તેણે કામના કરી કે તેની પાસે ખૂબ જ ધન આવી જાય. અને તેની સામે રીતસરનો ભંડાર આવી ગયો. અને ધનના ભંડાર ને જોઈને તે માણસ ખુશીમાં ઝૂમવા લાગ્યો.

તેને હાથમાં પહેરવાની આ ચમત્કારિક વીંટી શું કરી શકે છે તેનો અંદાજો ધીમે ધીમે આવી રહ્યો હતો, થોડા સમયમાં તેને ભૂખ લાગી તો તેને એવી પ્રાર્થના કરી કે તેને સારું ભોજન જમવું છે. જોતજોતામાં જ થોડા જ સમયમાં ત્યાં સામે જાણે સારા સારા કેટલા પકવાન આવી ગયા.

ચમત્કારિક વીંટી આવા આવા ચમત્કાર પણ કરી શકે છે તેવી તેને ખબર પડી એટલે તરત જ તે માણસ બીજી પણ ભૌતિક સુખ-સગવડ થાઓ તે વીંટી ની મદદથી મેળવતો ગયો.

તેને કામના કરી કરીને પોતાના માટે આલિશાન બંગલો, આજુબાજુ ખૂબ બધા નોકર-ચાકર વગેરે જેવી ભૌતિક સુખ-સગવડ તેઓ ઘણી બધી પ્રાપ્ત કરી લીધી.

અને તે માણસ કે જેની પાસે થોડા જ દિવસો પહેલા ધન નહોતો તે હવે અત્યંત પૈસાદાર માણસ બની ગયો અને તે and બંગલામાં રહેવા લાગ્યો. આ ચમત્કારિક વીંટી ભગવાન પાસેથી પ્રાપ્ત કર્યા પછી તે ખૂબ જ સુખ થી રહેવા લાગ્યો હતો.

હવે તેના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ કી ચિંતા કંઈ જ હતું નહીં. તેની પાસે એટલો બધો પૈસો પણ આવી ગયો હતો કે શહેરમાં પણ તેને બધા લોકો ઓળખવા લાગ્યા હતા અને આખા શહેરમાં તેનું નામ ખૂબ જ પ્રખ્યાત પણ થઇ ગયું હતું.

અને તે માણસ પણ શહેરભરમાં ઓળખાતો થઈ ગયો હોવાથી ખૂબ જ ખુશ પણ હતો અને અત્યંત સુખી હતો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel