in

દિવાળીના દિવસે એક માણસે પ્રાર્થના કરી તો લક્ષ્મીજીએ તેને ચમત્કારિક વીંટી આપી, થોડા જ દિવસોમાં એ માણસ પૈસાદાર થઈ ગયો. પરંતુ થોડા સમય પછી…

એક દિવસ એ શહેરમાં જબરદસ્ત તોફાન સાથે વાદળા ગાજવા લાગ્યા, બધાને થયું કે હવે જોરદાર વરસાદ પડવાનો છે, થોડા જ સમયમાં તોફાની વરસાદ પડવા લાગ્યો. શહેર નાનું હોવાથી ઘણા લોકો શહેરમાં એવા પણ રહેતા હતા જેઓ ની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓના મકાન કાચા હતા, આવા નિર્ધન લોકો ના મકાન ઉપર થી છાપરા ઉડી ગયા તો લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગી રહ્યા હતા.

એવામાં આ માણસ પણ તેના બંગલામાંથી આ બધું દ્રશ્ય જોઈ રહ્યો હતો, તેની નજર ની સામે તેના બંગલામાં કોઈ આવતું હોય એવું તેને લાગ્યું. એક ઘરડા માજી તેના બંગલામાં આવી ગયા હતા. એટલે તે માણસે ફટાફટ બંગલામાં નીચે ઉતરીને દરવાજા પાસે જઈને તે ઘરડા માજી ને કહ્યું અરે તમે કોણ છો આમ પૂછ્યા વગર તમે કેમ અંદર આવો છો? તમને કાંઈ ખબર નથી પડતી?

સામેવાળા માજી એ જવાબ આપ્યો કે હું થોડા સમય માટે તારે ત્યાં રહેવા માંગુ છું, પરંતુ પેલો માણસ તો વધારે ગુસ્સે થઈ ગયો અને તે માજીને ખૂબ ખિજાયો અને અપશબ્દો બોલી નાખ્યા.

તેમ છતાં તે માજી શાંતિથી ત્યાં ને ત્યાં જ ઉભા હતા બધું સાંભળી રહ્યા હતા થોડા સમય પછી માજીએ કહ્યું બેટા મારો કોઈ આશરો નથી આટલો બધો તોફાની વરસાદ પડી રહ્યો છે આવી પરિસ્થિતિમાં હું અહીંથી ક્યાં જઈ શકીશ? થોડા સમયની તો ખાલી વાત છે, મને અહીં આશરો આપીશ? પરંતુ માજી જે પણ કંઈ બોલે તે માણસ ઉપર કોઇ અસર થતી નહિ.

તે માજીને ફરી પાછો ખીજાવા લાગ્યો અને બધાનો કરો ને બોલાવ્યા અને કહ્યું આ માજી ને અહીંથી બહાર કાઢી મૂકો, બધા નોકરશાહી તે પોતે માજી ને દરવાજા સુધી મુકવા ગયો. તે પોતે ફરી પાછા માજી અંદર ન આવે એટલા માટે દરવાજે જ ઉભો બધું જોઈ રહ્યો હતો, જેવા નોકરોએ માજી ને બહાર લઈ ગયા અને અંદર આવીને દરવાજો બંધ કરવા જતા હતા એટલામાં જ જોરદાર વીજળીનો કડાકો થયો.

અને આંખના પલકારા ની સામે તેનો આટલો મોટો બંગલો રાખ થઈ ગયો કારણકે તેના બંગલા ઉપર જ વીજળી પડી હતી. તેને તેના હાથ તરફ જોયું તો તેના હાથમાંથી પેલી ચમત્કારિક વીંટી જ ગાયબ હતી.

આટલો વૈભવ તે ઘણા સમયથી ભોગવી રહ્યો હતો તે આંખના પલકારા ની સામે જ બધું જાણે ઢેર માં બદલાઈ ગયું.

અચાનક જ તેને આંખ બંધ કરીને ખોલી તો તેની સામે લક્ષ્મીજી ઉભા હતા, જે ઘરડા માજી થોડા જ સમય પહેલા તેની સામે આજીજી કરીને આશરો માંગી રહ્યા હતા. એ જ માજી બીજું કોઈ નહીં પરંતુ લક્ષ્મીજીનું સ્વરૂપ હતું અને લક્ષ્મીજી સામે ઉભા ઉભા મંદ મંદ હસી રહ્યા હતા.

તે માણસને એ સમજતાં જરા પણ સમય લાગ્યો નહીં કે પહેલા માજી એ કોઇ સામાન્ય માણસ નહીં પરંતુ સાક્ષાત લક્ષ્મીજી જ હતા અને લક્ષ્મીજી ને જ તેને પોતે હુકમ કરીને ઘરથી બહાર કાઢી મૂક્યા. પસ્તાવાનો કોઈ પાર ન હતો તરત જ તે લક્ષ્મીજી ના ચરણોમાં પડી ગયો. પરંતુ લક્ષ્મીજીએ કહ્યું તું આને લાયક નથી, જે જગ્યાએ નિર્ધન લોકો નું સન્માન નથી થતું, એ જગ્યા પર હું ક્યારેય વસવાટ કરી શકું નહીં. બસ આટલું કહેતાં ની સાથે આંખ ના પલકારા ની વચ્ચે જ લક્ષ્મીજી અદ્રશ્ય થઈ ગયા.

જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આવા વધુ લેખ વાંચવા પસંદ હોય તો કમેન્ટમાં જણાવજો.