દીકરો ઉદાસ રહેતો હોવાથી પિતાએ તેને એક ચાવી આપી, દીકરાએ પૂછ્યું આ શેની ચાવી છે? તો પિતાએ એવો જવાબ આપ્યો કે…

નિશિત ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, ભણીને આગળ આવીને તે ખૂબ જ સારી કંપનીમાં નોકરી કરવા માંગતો હતો. તેના જીવનનો એકમાત્ર ગોલ હતો કે તેને સારી કંપનીમાં નોકરી મળી જાય. તેના પિતા વર્ષો જૂનો ધંધો કરતા પરંતુ પિતા ને જોઈને તેને નક્કી કર્યું હતું કે નોકરી જેવું સુખ બીજે ક્યાંય નથી.

તેનો અભ્યાસ પૂર્ણ થયા પછી એક પછી એક અનેક કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યા, અંતે એક સારી કંપનીમાં તેને નોકરી પણ મળી ગઈ. મલ્ટીનેશનલ કંપની હોવાથી તેનો પગાર પણ ખૂબ જ સારો હતો. તેના પિતા પણ અત્યંત ખુશ હતા કે તેના દીકરાને સારી કંપનીમાં નોકરી મળી ચૂકી છે અને તે હવે તેના સપના નું જીવન જીવી રહ્યો છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ધીમે ધીમે તેની કંપનીમાં જેમ જેમ કામ વધતું ગયું તેમ તેમ કામનો સ્ટ્રેસ નિશિત ઉપર આવવા લાગ્યો. કામના સ્ટ્રેસની સાથે તેનો પગાર વધતો નહોતો. અત્યંત કામનું પ્રેશર હોવાથી ઘણી વખત તે સ્ટ્રેસમાં આવી જતો કે હવે શું કરવું.

નિશિત પોતાની સપના ની જીંદગી તો જીવી રહ્યો હતો પરંતુ સાથે સાથે તેને જે નવા ચેલેન્જ મળી રહ્યા હતા તે કઈ રીતે પાર પાડવા તેને કંઈ સમજ નથી પડતી. નિશિત તેના ઓફિસના સ્ટ્રેસના કારણે ઉદાસ રહેવા લાગ્યો, તે અનેક વખત વિચારવા લાગ્યો કે શું મારામાં કોઈ ખામી છે? અથવા મેં જીવનમાં નોકરી કરવાનો નિર્ણય ખોટો લીધો છે? આવા અનેક વિચાર તેને આવવા લાગ્યા…

આવા અનેક વિચારો થી તેનો માનસિક સ્ટ્રેસ પણ વધતો હતો, થોડા જ દિવસોમાં પિતાને પણ ખબર પડી ગઈ કે નિશિત સાથે કંઈક એવું બની રહ્યું છે જેના હિસાબે તે પહેલાની જેમ ઉત્સાહમાં રહેતો નથી.

એક વખત રજાના દિવસે નિશિત ના પિતાએ તેને શાંતિથી સમજાવતા પૂછ્યું કે બેટા તારા મગજમાં શું ચાલી રહ્યું છે, તું કેમ આટલો બધો સ્ટ્રેસ લેતો હોય તેવું દેખાય છે?

નિશીતે તેના પિતાને બધી વાત કરી અને કહ્યું કે હવે મને મારા લીધેલા નિર્ણય ઉપર શંકા થઇ રહી છે, ત્યારે તેના પિતાએ તેને કહ્યું કે અરે બેટા, તું ભણ્યો ખરો. પણ આ સ્ટ્રેસ ને કઈ રીતે મેનેજ કરવો એ તો શીખ્યો જ નહીં. કોઈ વાંધો નહીં આજે હું તને શીખવાડી દઉં છું.

આટલું કહીને પિતા તેને કહેવા લાગ્યા કે મને તારી લાયકાત ઉપર પૂરે પૂરો ભરોસો છે. અને તારા કામ ઉપર પણ પૂરો ભરોસો છે કે તુ ઓફિસનું દરેક કામ નિપુણતાથી કરતો હશે. પરંતુ આજે હું તને કંઈક સમજાવવા માગું છું.

એમ કહીને નિશિત ના પિતા એ નિશિત ના હાથમાં એક ચાવી મૂકી, એ ચાવી તેને પહેલી વખત જોઈ એટલે સહજતાથી નિશિત એ પૂછ્યું કે આ શેની ચાવી છે?

પિતાએ કહ્યું કે આ એક જૂની મોટર ની ચાવી છે જે મારી પાસે વર્ષોથી પડી છે, આજે મારે તને આ મોટર ભેટ આપવી છે. પરંતુ મારી એક શરત છે કે તુ ના મોટર ને લઈને નવી મોટર ની કંપની માં જા અને આ એક્સચેન્જ કરાવીને કેટલી કિંમત આપે છે તે જાણીને ફરી પાછો ઘરે આવ.

નિશિત બે ત્રણ કાર કંપની માં ગયો અને બધી જગ્યાએથી જુની મોટર ની કિંમત જાણી ને તે પાછો ઘરે આવ્યો. આવીને તેના પિતાને કહ્યું કે લગભગ બધી કંપનીઓ આ મોટર ના 50000 રૂપિયા બાદ કરવા માટે તૈયાર છે.

નિશિત ના પિતાએ કહ્યું કે કંઈ વાંધો નહીં હું તને ઉપરના પૈસા આપીશ પરંતુ તું હજી એક વખત ભંગારવાળા પાસે જઈ આવ અને ત્યાં પણ આપણી આજુ ની મોટર ના કેટલા રૂપિયા આપશે તે જાણી લે.

નિશિત ત્યાં પણ જઈ આવ્યો અને ત્યાંથી આવીને પિતાને કહ્યું કે ત્યાં તો મને માત્ર દસ હજાર રૂપિયા જ આપવા માટે કહ્યું.

નિશિત ના પિતાએ તેને કહ્યું કે હું તને હવે છેલ્લો ધક્કો ખવડાવવા માંગું છું તો આ મોટર ને લઈને એક એડ્રેસ આપું છું ત્યાં જઈ આવે, એ લોકો આ મોટર ના કેટલા રૂપિયા આપવા માટે તૈયાર છે એ તપાસ કરીને ફરી પાછો ઘરે આવજે.

નિશ્ચિત ને થોડો કંટાળો આવ્યો કે આ પિતા તેની પાસે શું કરાવી રહ્યા છે પરંતુ તેમ છતાં તે પિતાએ આપેલા સરનામા ઉપર ગયો, તે કોઈ કાર ની કંપની કે ભંગાર વાળા નું દુકાન નહીં પરંતુ એન્ટિક મોટર નો વેપાર કરનારાની દુકાન હતી. આ મોટર જઈને નિશી તે બતાવી એટલે તે ભાઈએ તેની કિંમત કહી.

નિશિત ઘરે આવ્યો અને ઉત્સાહ સાથે પિતાજીને કહેવા લાગ્યો કે અરે તમે જે સરનામું આપ્યું હતું તે જગ્યાએ મને તે ભાઈ આ જ મોટરના 50 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે, અને થોડા જ સમય ઊભો રહ્યો એટલામાં ત્યાં બે-ત્રણ ગ્રાહક લેવા માટે તૈયાર પણ થઈ ગયા.

નિશિત ના પિતા એ હવે તેને કહ્યું કે મેં તને આ વાત સમજવા માટે જ ત્રણ જગ્યા પર મોકલ્યો હતો, હવે નક્કી તારે કરવાનું છે કે તારે કઈ જગ્યાએ નોકરી કરવી છે. સફળતા એ તારા ભણતરથી અથવા તારી મહેનતથી નથી મળતી, સાથે સાથે એ પરિબળ પણ કામ કરે છે કે તું કહેવા લોકો સાથે કામ કરી રહ્યો છે.

તને તારા કામ માં કેટલું માન-સન્માન મળશે એ માટે તારે મહેનત તો કરવાની જ છે, પરંતુ એ મહેનત તો ખોટી જગ્યાએ કરીશ તો તારી કિંમત થશે નહીં. પરંતુ સાચી જગ્યાએ કરેલી મહેનત થી તને લોકો માન-સન્માન પણ આપશે અને સાથે સાથે તારી કિંમત પણ થશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

નિશિત નો સ્ટ્રેસ જાણે અડધા દિવસમાં ગાયબ થઈ ગયો, બીજા દિવસે ફરી પાછી એ જ ઊર્જા સાથે તે કંપનીમાં ગયો પરંતુ કામ કરવા માટે નહીં ત્યાં નોકરી મુકવા માટે, થોડા સમય પછી તે બીજી નોકરી પર લાગી ગયો. અને સ્ટ્રેસ કઈ રીતે મેનેજ કરવો તે પણ તેને સમજાઈ ગયું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team