અમેરિકા રહેતો દીકરો તેના પિતાને દાદા વિશે પૂછતો તો તે કંઈ જવાબ ન આપતા, વર્ષો પછી દીકરો ભારત ગયો તો એવી ખબર પડી કે તેના દાદા…

રાજ અને તેના પિતા બને પોતાના ઘરમાં બેઠા હતા, રાજ સમય ની રાહ જોઈએ રહ્યો હતો તેને તેના પિતાને એક વાત કહેવી હતી, થોડા સમય પછી અચાનક રાજ બોલ્યો, પપ્પા મારે જો કાયમ માટે ઇન્ડિયા માં જવાનું થાય તો તમે શું રીએક્ટ કરો? રાજ એ સવાલ પૂછ્યો…

તેના પિતા અમેરિકાના એક પોશ એરિયામાં આલીશાન બંગલામાં સોફા પર સુતા સુતા ટીવી જોઈ રહ્યા હતા. દીકરાના મોઢેથી આવો સવાલ સાંભળીને અચાનક બેઠા થઇ ગયા. ટીવી બંધ કરી નાખ્યું અને રાજ ને પૂછ્યું કેમ બેટા આવી વાતો કરી રહ્યો છે? શું વાત છે મને જણાવ

રાજએ કહ્યું પપ્પા મને કંપનીમાંથી ઓફર મળી છે, અમારી કંપની ઇન્ડિયામાં એક મેનેજર શોધી રહી છે. એટલે હું એ કંપનીમાં ઘણા સમયથી જોડાયેલો હોવાથી મને મોકો મળ્યો છે તો મારે આવતા અઠવાડિયા ઇન્ડિયા જવું પડશે.

પણ બેટા હમણાં જ તો તું તારી કંપનીના કામ માટે થઈને ઇન્ડિયા જઈ આવ્યો. અને ત્યાં ખાસ્સુ એવું રોકાઈને પણ આવ્યો હતો. લગભગ બે મહિના પછી તું ઘરે આવ્યો છે અને ફરી અઠવાડિયામાં જ આવી વાત કરી રહ્યો છે.

દીકરાએ ફરી પાછો જવાબ આપતા કહ્યું પણ હું જ્યારે ઇન્ડિયા ગયો હતો બે મહિના માટે ત્યારે માત્ર નવા ઓફિસની શરૂઆત કરવા અને અમુક કંપની સાથે જોડાયેલા મહત્ત્વના લોકો ને ટ્રેનિંગ આપવા માટે ગયો હતો.

તો પછી હવે ફરી પાછું કેમ?

હવે કંપનીએ મારુ પરફોર્મન્સ જોઈને ઈન્ડિયાની નવી ઓફિસમાં મારુ ટ્રાન્સફર કર્યું છે અને હવે મારે થોડા સમય માટે ત્યાં જવું પડશે અને એ જ બધુ સંભાળવું પડશે. રાજે જવાબ આપ્યો

અરે ફરી પાછું ઇન્ડિયા જવાનું! સોફા પર બેઠેલા હરેશભાઈ કે જેને અમેરિકામાં ઘણા લોકો તેના હુલામણા નામ હેરી થી પણ જાણતા હતા તેને અચાનક આંચકો લાગ્યો. અચાનક તેને ભૂતકાળ યાદ આવી ગયો હોય એમ બધું યાદ કરવા લાગ્યા. કેટલી મુશ્કેલીઓ ભોગવીને એ દેશથી પીછો છોડાવ્યો હતો. તેઓ વિચારવા લાગ્યા કે જાણે તેના નસીબ તેને ફરી પાછું એ બાજુ ખેંચી રહ્યા છે. મન માં એક અજીબ ડર હતો.

થોડા સ્વસ્થ થઈને હરેશભાઈ એ દીકરાને કહ્યું પણ તારે ના પાડી દેવાય ને, તારા માતા-પિતા મોટી ઉંમરના છે અને તેની તબિયત પણ સારી નથી રહેતી. એટલા માટે તું ત્યાં ભારત સ્થાઈ ન થઈ શકે?

રાજે જવાબ આપતા કહ્યું અરે પપ્પા તમને આ બધી કંપનીઓમાં ના ખબર પડે કારણકે અમારી કંપનીમાં તો માણસને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે માત્ર તેના કામથી જ કામ હોય છે. તમે ગમે તેટલી રિક્વેસ્ટ કરો પણ કોઈ ફાયદો નથી.

પિતાએ જવાબમાં કહ્યું તો પછી તું કોઈ બીજી સારી નોકરી શોધી લે, જે તને અહીંયા નોકરી આપે. તું તો સરસ ભણેલો છો તને ખૂબ જ સારી નોકરી મળી જશે.

ત્યારે દીકરાએ જવાબ આપતા કહ્યું કે પપ્પા તમે આ રીતે ન જુવો કારણ કે આ હકીકત માં મને એક ચેલેન્જ આપવામાં આવી છે કે જો હું ભારત માં જઈને અમારું a unit કુશળતાથી ચલાવી શકું તો મને એક ખૂબ જ સારી પોસ્ટ પણ મળી શકે છે અને ભવિષ્યમાં એવું પણ થાય કે મને નોકરીમાંથી પાર્ટનરશીપ ઑફર કરી શકે.

રાજનો આ જવાબ સાંભળીને પિતાએ કહ્યું સારુ ભલે, જેવી તારી ઈચ્છા. મનમાં ને મનમાં તેઓ ડરી રહ્યા હતા અને સાથે સાથે તેનો ભય વધી રહ્યો હતો પરંતુ દીકરાને કંઈ કહી ન શક્યા.

રાજ ત્યાંથી જતો રહ્યો. રાજે તેના પિતાને બધી વાત કરી પરંતુ એક વાતથી રાજના પિતા પણ અજાણ હતા. વાત એવી હતી કે તે બે મહિના માટે ભારત ગયો હતો ત્યારે એવું બન્યું કે તેને જ પોતાના બોસને કાયમ ભારત વસવાટ માટે ખૂબ જ અરજી કરી હતી. અને ઘણી આજીજી કર્યા પછી તેનું ટ્રાન્સફર ભારત કરવામાં આવ્યું હતું.

વાત એવી હતી કે આશરે ત્રણ મહિના પહેલા તેને ખબર પડી કે તેને ઇન્ડિયા બે મહિના માટે જવાનું છે. ત્યારે પણ તેના પિતા તેને ના પાડી રહ્યા હતા પરંતુ વાત માત્ર બે મહિનાની હોવાથી આખરે તેના પિતાએ હા પાડી અને તે ભારત ગયો હતો.

ભારત ગયા પછી ત્યાં તેના સગા સંબંધીઓના ઘરે પણ જવાનું થયું, લગભગ બધા સગા તેના અમેરિકામાં જ વસવાટ કરી રહ્યાં હતા પરંતુ તેના એક મામા વર્ષોથી ભારતમાં જ રહેતા હતા.

ભારત પહોંચીને ઓફિસના કામમાં રાજ લાગી ગયો, થોડા દિવસો પછી ત્રણ દિવસનો સમય હોવાથી તેણે નક્કી કર્યું કે તે તેના મામાના ઘરે મળવા જશે. અને રજા મળતાની સાથે જ તે મામાના ઘરે ગયો, વર્ષો પછી મામા અને મામી ને મળ્યા એટલે ઘણી બધી જૂની વાતો યાદ કરવા લાગ્યા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel