દીકરો દરરોજ સ્કૂલે મોડો જતો એટલે તેની માતા તેને મારતી, થોડા દિવસ પછી શું કામ મોડો જાય છે તે કારણની ખબર પડી તો માતાની આંખમાંથી…

વાત ઘણા સમય પહેલાની છે, હું એક દિવસ સવારે ચાલી ને ઘર ની જરૂરિયાતની વસ્તુ ખરીદી કરવા જઈ રહ્યો હતો. ત્યારે એક નાના મકાન માથી કોઈ રડી રહ્યું હોય તેવો અવાજ આવી રહ્યો હતો. મકાન અત્યંત નાનું અને નળિયાવાળું હતું. વધુ નજીક જતા ખબર પડી કે બાળક ના રડવાનો અવાજ આવી રહ્યો છે તે અવાજમાં એટલું બધું દર્દ હતું કે હું તે ઇગ્નોર કરી ને ત્યાં થી આગળ ચાલી ના શક્યો.

અને ત્યાં જ ઉભો રહી ગયો રડવાનું ઘણી વાર થી ચાલુ હતું એટલે હું હિંમત કરી ને તે ઘરની બારી પાસે ઉભો રહ્યો અને અંદર નજર કરી, અંદર એક બાળક રડી રહ્યું હતું અને તેની બાજુમાં ઊભેલી સ્ત્રી કદાચ એની માં હશે એવું લાગ્યું. બે વ્યક્તિ જ અંદર મકાનમાં હતા. બાજુમાં ઊભેલી સ્ત્રી કે જે તે બાળકની મા હતી તે પણ રડી રહી હતી.

મારાથી રહેવાયું નહીં એટલે ઘરમાં અંદર ગયો અને એ સ્ત્રી ને મેં પૂછ્યું, કે બહેન તમે તમારા છોકરા ને કેમ માર મારી ને રડાવી રહ્યા છો અને સાથે સાથે તમે પણ રડી રહ્યા છો? તો તે સ્ત્રીએ જવાબ આપ્યો કે ભાઈ આના પિતાજી ગુજરી ગયા છે. અમારી પાસે કોઈ પણ જાત ની પૈસા ની સગવડતા નથી. જેથી હું લોકો ના ઘરે કપડાં વાસણ અને સાફ સફાઈ નું કામ કરીને ગુજરાન ચલાવું છું.

ખૂબ જ મહેનત કરીને આને ભણાવવા નિશાળે બેસાડ્યો છે, માંડ માંડ કરકસર કરી ને ચલાવું છું ત્યારે આના ફીના પૈસા ચૂકવી શકાય છે. અને આ છોકરો છે કે સમજતો જ નથી, રોજ સ્કૂલે મોડો જાય છે. અને સ્કૂલે થી છૂટી ને ઘરે પણ મોડો આવે છે. તમે જ કહો કે મારવા સિવાય મારી પાસે આને સમજાવવા માટે કયો રસ્તો છે? રસ્તા માં રમત માં લાગી જાય છે. અને સાંજે પણ ઘરે આવે ત્યારે કપડાં સાવ મેલા કરીને આવે છે. મેં છોકરા ને અને તેની માતા ને થોડું આશ્વાસન આપ્યું અને સમજાવ્યું પછી હું તો મારા કામે નીકળી ગયો.

આ વાત રાત્રે સૂતાં સૂતાં પણ મારા મગજમાં ચાલતી હતી કે એક નો એક બાપ વગર નો દીકરો આવું વર્તન કરે તો પછી માં પણ બીજું શું કરે? થોડા દિવસ પછી હું સવારે શાકભાજી લેવા શાકમાર્કેટ ગયો ત્યારે અચાનક જ મારી નજર એક છોકરા ઉપર પડી તે છોકરો શાક ની મોટી મોટી ભારી લઇ ને મજૂરો જતા હતા એમાંથી જે શાક નીચે પડી જતું તે વિણતો હતો.

એટલે મેં નજીક જઈને જોયું તો આ એ જ છોકરો હતો જે રોજ તેની માતા ના હાથ નો માર ખાતો હતો અને રડતો હતો. આ જોઈને મને પણ કુતૂહલ થવા લાગ્યું કે આખરે વાત શું છે? હવે જાણવું જ પડશે એટલે હું ખબર ન પડે તે રીતે છાનો માનો તે છોકરા ની પાછળ ચાલવા લાગ્યો.

જેની પાસે રહેલી મોટી થેલી જે આવા શાક થી ભરાઈ ગઈ, એટલે થોડે દૂર જઈ ને એક દુકાન ની પાસે આવેલી ફૂટપાથ પર બધું શાક અલગ અલગ કરીને વેચવા લાગ્યો. દુકાન કરતા સસ્તા ભાવે વેચતો હોવાથી તેનું શાક ઝડપથી વેચાઈ ગયું. છોકરો શાક વેચીને નવરો થઈને ઉભો થઇ ને થોડે દૂર એક કપડાવાળા ની દુકાન માં ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

શાક માંથી જે પૈસા મળ્યા હતા એ દુકાનદાર ને ત્યાં રાખેલી પોતાની ચોપડા ની થેલી લઇ ને નિશાળે ગયો. રસ્તા માં તેનું મોઢું ધૂળ ને પરસેવા વાળું થઇ ગયું હતું. જે ધોઈ નાખ્યું, નિશાળે પહોંચ્યો ત્યારે એક કલાક મોડું થયું હતું જ્યાં તેના શિક્ષકે તેને સજા રૂપે ચાર પાંચ ફડાકા લગાવી દીધા. ત્યારે મારા થી રહેવાયું નહિ અને તેના શિક્ષક પાસે પહોંચી ને રોક્યા, ત્યારે શિક્ષકે મને કહ્યું કે આ છોકરો રોજ આવી રીતે મોડો આવે છે. અને રોજ મારા હાથ નો માર ખાઈ છે પણ કઈ સમજતો નથી તેના ઘરે પણ મેં બે ત્રણ વખત જાણ કરી છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

છોકરો માર ખાધા પછી બેસી ને ભણવા માંડ્યો. મેં તેના શિક્ષક નો મોબાઈલ નંબર લીધો અને ઘરે આવી ગયો ત્યારે યાદ આવ્યું કે હું તો શાકભાજી લેવા ગયો હતો. અને કઈ પણ લીધા વગર જ ઘરે પાછો આવી ગયો. એ માસૂમ છોકરા એ સાંજે ઘરે આવી ને પાછો માં ના હાથ નો માર ખાધો.

બીજા દિવસે સવારે જાગ્યો ત્યારે પહેલા મેં શિક્ષક ને ફોન કર્યો અને કહ્યું કે તમે અત્યારે ને અત્યારે શાકમાર્કેટ પહોંચો હું ત્યાં હમણાં જ આવું છું. અને આ બાજુ છોકરા ના ઘર પાસે જઈ ને જોયું તો છોકરો નિશાળે જવા માટે ઘરે થી નીકળતો હતો. છોકરો ગયો પછી તેની માતા પાસે જઈને કહ્યું કે બહેન તમે અત્યારે જ મારી સાથે શાક માર્કેટ ચાલો. હું તમને બતાવું કે તમારો છોકરો નિશાળે કેમ મોડો જાય છે.

તે સ્ત્રી મારી સાથે ચાલી નીકળ્યા અને રસ્તા માં બોલી રહ્યા હતા કે આજે આ છોકરા ની ખેર નથી, આજે તો તેને જોઈ લઈશ. શિક્ષક પણ અમારી સાથે શાક માર્કેટ પહોંચી ગયા હતા. અમે ત્રણેય ત્યાં ભેગા થઇ ગયા અને એક દુકાન ની પાછળ સંતાઈ ને છુપી રીતે છોકરા ને જોઈ રહ્યા હતા. રોજ ની જેમ આજે પણ એ છોકરો શાકમાર્કેટ ની ભીડમાં હેરાન થતા થતા પડી ગયેલું શાક વીણી ને થેલો ભરી લીધો અને થોડે દૂર જઇ બધુ શાક છુટુ પાડીને વેચવા લાગ્યો. બધું શાક વેચાઈ ગયું એટલે કપડા વાળા ની દુકાને જઈને પૈસા આપ્યા ત્યારે દુકાનદારે કહ્યું કે બેટા તે જે પસંદ કરેલી સાડી છે. તેના બધા પુરા થઇ ગયા છે, તો હવે તું તે સાડી લેતો જા છોકરા એ સાડી લઇ ને ચોપડા ની થેલી માં મૂકી દીધી.

આ જોઈ ને તે બાળક ની માતા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા માંડી અને શિક્ષક પણ ભાવુક થઈ ગયા કે અત્યાર સુધી આપણે મારતા હતા એ છોકરો ક્યાંય ફરવા કે ઈત્તર પ્રવૃત્તિમાં મશગુલ નહોતો પણ આવી મહેનત કરી ને પૈસા કમાતો હતો. બંને ને એવું લાગતું હતું કે આ માસુમ પર આપણે સત્ય જાણ્યા વગર ઘણો અત્યાચાર કર્યો અને બંને ને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો.

નિશાળ નો સમય થઇ ગયો હોઈ શિક્ષક પોતાનું સ્કૂટર લઈને નિશાળે ચાલ્યા ગયા. અને તેની માતા રડતી રડતી પોતાના ઘરે ચાલી ગઈ. છોકરો ચાલી ને નિશાળે પહોંચ્યો ત્યારે રોજ ની જેમ આજે પણ એક કલાક મોડો હતો. તે પોતાના ક્લાસ રૂમ માં જઈ ને સીધો ચોપડા ની થેલી શિક્ષક ના ટેબલ ઉપર મૂકી ને માર ખાવા માટે તૈયાર થઈ ને ઉભો રહ્યો અને પોતાના હાથ લાંબો કરીને શિક્ષકને કહી રહ્યો હતો કે મારવું હોય એટલું મારી લ્યો.

ત્યારે શિક્ષકે પોતાની ખુરશી માંથી ઉભા થઈને પૂછ્યું કે તારી થેલી માં આ શું છે છોકરાએ ત્યારે રડતા રડતા કહ્યું કે મારી મમ્મી બીજા ના ઘરે કામ કરવા જાય છે,ત્યારે તેની પાસે ફાટેલી સાડી છે જે પહેરીને જાય છે. એટલે તેના માટે સાડી ની ખરીદી કરી છે. આટલું સાંભળતા મારી અને શિક્ષક બંનેની આંખો માંથી આંસુ નીકળી ગયા.

છોકરા ને પૂછ્યું કે તું આ સાડી તારા માતા ને આજે આપવાનો છો? ત્યારે ના પાડતા કહ્યું કે હું નિશાળે થી છૂટી ને પણ કામ કરી ને થોડા પૈસા બચાવું છું. જેમાંથી એક દરજી ને ત્યાં બ્લાઉઝ અને ચણીયો બનાવવા દીધો છે, તેના પૈસા પુરા થઇ એટલે એ મને આપશે પછી હું માતાને આપીશ.

હું અને શિક્ષક પણ રોતા રોતા વિચારી રહ્યા હતા કે ક્યાં સુધી આપણા સમાજ માં ગરીબની સાથે આવું થશે? ક્યાં સુધી તહેવાર આવતો હોય તો બીજા નું જોવા સિવાય કોઈ સુખ મળશે જ નહિ. શું ઉપરવાળાએ પણ આવા ગરીબ લોકોને કોઈ હક્ક નથી રાખ્યો કે શું?

શું આપણે આવતા બધા ત્યોહાર માં વાપરવાના પૈસા માંથી અમુક ભાગ આવા ગરીબ લોકો માટે કેમ નથી રાખતા? તમે પણ નિરાંતે આ વાત વિચારજો અને હવે પછી ના ત્યોહાર માં આપણા આ ગરીબ લોકો માટે થોડી સદભાવના રાખશો અને હા જો આપણા થી થઇ શકે તો લેખ બીજા લોકો ને અવશ્ય મોકલશો જેથી ગરીબ બેસહારા લોકો ના જીવન માં ક્યાંક ને ક્યાંક થી ખુશી મળી જાય અને આ લેખ કોઈ ગરીબ ની ખુશી નું કારણ બની જાય. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team