દીકરો દરરોજ સ્કૂલે મોડો જતો એટલે તેની માતા તેને મારતી, થોડા દિવસ પછી શું કામ મોડો જાય છે તે કારણની ખબર પડી તો માતાની આંખમાંથી…

બીજા દિવસે સવારે જાગ્યો ત્યારે પહેલા મેં શિક્ષક ને ફોન કર્યો અને કહ્યું કે તમે અત્યારે ને અત્યારે શાકમાર્કેટ પહોંચો હું ત્યાં હમણાં જ આવું છું. અને આ બાજુ છોકરા ના ઘર પાસે જઈ ને જોયું તો છોકરો નિશાળે જવા માટે ઘરે થી નીકળતો હતો. છોકરો ગયો પછી તેની માતા પાસે જઈને કહ્યું કે બહેન તમે અત્યારે જ મારી સાથે શાક માર્કેટ ચાલો. હું તમને બતાવું કે તમારો છોકરો નિશાળે કેમ મોડો જાય છે.

તે સ્ત્રી મારી સાથે ચાલી નીકળ્યા અને રસ્તા માં બોલી રહ્યા હતા કે આજે આ છોકરા ની ખેર નથી, આજે તો તેને જોઈ લઈશ. શિક્ષક પણ અમારી સાથે શાક માર્કેટ પહોંચી ગયા હતા. અમે ત્રણેય ત્યાં ભેગા થઇ ગયા અને એક દુકાન ની પાછળ સંતાઈ ને છુપી રીતે છોકરા ને જોઈ રહ્યા હતા. રોજ ની જેમ આજે પણ એ છોકરો શાકમાર્કેટ ની ભીડમાં હેરાન થતા થતા પડી ગયેલું શાક વીણી ને થેલો ભરી લીધો અને થોડે દૂર જઇ બધુ શાક છુટુ પાડીને વેચવા લાગ્યો. બધું શાક વેચાઈ ગયું એટલે કપડા વાળા ની દુકાને જઈને પૈસા આપ્યા ત્યારે દુકાનદારે કહ્યું કે બેટા તે જે પસંદ કરેલી સાડી છે. તેના બધા પુરા થઇ ગયા છે, તો હવે તું તે સાડી લેતો જા છોકરા એ સાડી લઇ ને ચોપડા ની થેલી માં મૂકી દીધી.

આ જોઈ ને તે બાળક ની માતા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા માંડી અને શિક્ષક પણ ભાવુક થઈ ગયા કે અત્યાર સુધી આપણે મારતા હતા એ છોકરો ક્યાંય ફરવા કે ઈત્તર પ્રવૃત્તિમાં મશગુલ નહોતો પણ આવી મહેનત કરી ને પૈસા કમાતો હતો. બંને ને એવું લાગતું હતું કે આ માસુમ પર આપણે સત્ય જાણ્યા વગર ઘણો અત્યાચાર કર્યો અને બંને ને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો.

નિશાળ નો સમય થઇ ગયો હોઈ શિક્ષક પોતાનું સ્કૂટર લઈને નિશાળે ચાલ્યા ગયા. અને તેની માતા રડતી રડતી પોતાના ઘરે ચાલી ગઈ. છોકરો ચાલી ને નિશાળે પહોંચ્યો ત્યારે રોજ ની જેમ આજે પણ એક કલાક મોડો હતો. તે પોતાના ક્લાસ રૂમ માં જઈ ને સીધો ચોપડા ની થેલી શિક્ષક ના ટેબલ ઉપર મૂકી ને માર ખાવા માટે તૈયાર થઈ ને ઉભો રહ્યો અને પોતાના હાથ લાંબો કરીને શિક્ષકને કહી રહ્યો હતો કે મારવું હોય એટલું મારી લ્યો.

ત્યારે શિક્ષકે પોતાની ખુરશી માંથી ઉભા થઈને પૂછ્યું કે તારી થેલી માં આ શું છે છોકરાએ ત્યારે રડતા રડતા કહ્યું કે મારી મમ્મી બીજા ના ઘરે કામ કરવા જાય છે,ત્યારે તેની પાસે ફાટેલી સાડી છે જે પહેરીને જાય છે. એટલે તેના માટે સાડી ની ખરીદી કરી છે. આટલું સાંભળતા મારી અને શિક્ષક બંનેની આંખો માંથી આંસુ નીકળી ગયા.

છોકરા ને પૂછ્યું કે તું આ સાડી તારા માતા ને આજે આપવાનો છો? ત્યારે ના પાડતા કહ્યું કે હું નિશાળે થી છૂટી ને પણ કામ કરી ને થોડા પૈસા બચાવું છું. જેમાંથી એક દરજી ને ત્યાં બ્લાઉઝ અને ચણીયો બનાવવા દીધો છે, તેના પૈસા પુરા થઇ એટલે એ મને આપશે પછી હું માતાને આપીશ.

હું અને શિક્ષક પણ રોતા રોતા વિચારી રહ્યા હતા કે ક્યાં સુધી આપણા સમાજ માં ગરીબની સાથે આવું થશે? ક્યાં સુધી તહેવાર આવતો હોય તો બીજા નું જોવા સિવાય કોઈ સુખ મળશે જ નહિ. શું ઉપરવાળાએ પણ આવા ગરીબ લોકોને કોઈ હક્ક નથી રાખ્યો કે શું?

શું આપણે આવતા બધા ત્યોહાર માં વાપરવાના પૈસા માંથી અમુક ભાગ આવા ગરીબ લોકો માટે કેમ નથી રાખતા? તમે પણ નિરાંતે આ વાત વિચારજો અને હવે પછી ના ત્યોહાર માં આપણા આ ગરીબ લોકો માટે થોડી સદભાવના રાખશો અને હા જો આપણા થી થઇ શકે તો લેખ બીજા લોકો ને અવશ્ય મોકલશો જેથી ગરીબ બેસહારા લોકો ના જીવન માં ક્યાંક ને ક્યાંક થી ખુશી મળી જાય અને આ લેખ કોઈ ગરીબ ની ખુશી નું કારણ બની જાય.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel