દીકરીનો જન્મ થયા બાદ માતા અચાનક મૃત્યુ પામી, તો દીકરીના પિતાને તેના સગા-સંબંધીઓ એ કહ્યું આ દીકરી તો...

માધવભાઈ ને ત્યાં લગ્નના ત્રણ વર્ષ પછી એક દીકરીનો જન્મ થયો, દિકરી ના માતા પિતા ની ખુશીનો પાર નહોતો, દીકરીના પિતા પહેલેથી જ ઈચ્છતા હતા કે તેઓને ઘરે એક દીકરી નો જન્મ થાય. પરંતુ ડિલિવરી પછી દીકરીના માતાની તબિયત અચાનક બગડવા લાગી.

દીકરીનો ચહેરો હજુ તેની માતાએ એક વખત જ જોયો હતો, અને તેની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોવાથી તુરંત ડોક્ટર દ્વારા તેને બચાવવાની ઘણી કોશિશ કરવામાં આવી, પરંતુ અત્યંત ગંભીર પરિસ્થિતિ હોવાને લીધે ડોક્ટરની અને કોશિશ હોવા છતાં દીકરીની માતાને તે બચાવી ન શક્યા.

માધવભાઈ ના પત્નીનું મૃત્યુ થઇ ગયું, દીકરીના જન્મતાવેંત જ માતાનું મૃત્યુ થઈ ગયું એટલે ગામના લોકો સગાસંબંધીઓ, વગેરે બધા દીકરીને બદનસીબ ગણવા લાગ્યા. બધા લોકોના ચહેરાના હાવભાવ ફરી ગયા, અનેક લોકોએ માધવભાઈ ને આવીને પણ કહી દીધું કે તારી દીકરી તો બદનસીબ છે.

દીકરી આ દુનિયામાં આવતાની સાથે તેની માતાને ભરખી ગઈ, પરંતુ માધવભાઈ નો જીવવાનો આશરો હવે તેની એકમાત્ર દીકરી જ હતી. પત્ની તો આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. હવે દીકરી માટે જ આ દુનિયામાં જાણે તેને જમવાનું હતું.

સગાસંબંધીઓ શું કહી રહ્યા છે તે બધું ભૂલીને માધવભાઈ દીકરીના પાલન-પોષણ માં ધ્યાન દેવા લાગ્યા, સવારે જ્યારે માધવભાઈ પોતાના ખેતરમાં કામ કરવા જાય ત્યારે દીકરીને સાથે લઈને જતા. ત્યાં કામ પણ કરતા જાય અને સાથે સાથે દીકરીનું પણ ધ્યાન રાખતા જાય. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

થોડો સમય વીતી ગયો પછી અનેક સગાઓ સંબંધીઓએ તેને દીકરી માટે થઈને બીજા લગ્ન કરી લેવાની સલાહ આપેલી પરંતુ તેની દીકરી ના સુખ માટે થઈને તેને બીજા લગ્ન કર્યા નહીં. તે દીકરી ના સુખ માટે જ બીજી સ્ત્રીને પોતાના ઘરમાં નહોતા લાવવા માંગતા.

અને માધવભાઈ પોતે પણ ખૂબ જ લાડકોડથી દીકરીને ઉછેરતા, દીકરીને તેની માતાની ખોટ પણ ન વર્તાવા દીધી. દીકરી મોટી થઇને સ્કૂલમાં જવા લાગી, ભણવામાં પણ દીકરી ખૂબ જ હોશિયાર હતી. તેની દરેક કક્ષામાં દીકરી નો પહેલો નંબર આવતો. અને ખૂબ જ સારા માર્ક થી ઉત્તીર્ણ થતી.

ધીમે ધીમે સમય વીતતો ગયો અને દીકરી પણ મોટી થવા લાગી, હવે દીકરી તેના પિતાની સાથે ખેતરમાં ઘણી કામમાં મદદ પણ કરાવવા લાગી. અને કોઈ દિવસ જોયું ના હોય એટલો બધો સારો પાક તેના ખેતરમાં થવા લાગ્યો.

દીકરી જેટલી ભણવામાં હોશિયાર હતી એટલી જ કામકાજમાં પણ હોશિયાર હતી, જે લોકો નાનપણમાં તેને બદનસીબ કહેતા હતા. તે બધા લોકો ના મોઢા ઉપર દીકરીને જોઇને જાણે તાળું લાગી જતું. દીકરીનો કોલેજ માં આવવાનો સમય થયો, બાજુના નજીકના શહેર માં તેને કોલેજ કરી.

કોલેજમાં પણ ખુબ જ સારા માર્કે ઉત્તિર્ણ થઈ હોવાથી તેને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને આગળ ને આગળ ભણવા માટે તેમજ નોકરી માટે કોશિશો કરવા લાગી, થોડા જ સમય પછી આઇ.એ.એસ બની ચૂકી હતી. અને થોડા જ સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન માં કમિશનર તરીકે તેની નિમણૂક કરવામાં આવી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યાં પણ દીકરી ખૂબ જ નિષ્ઠા અને ઈમાનદારી સાથે પોતાનું કામ કરવા લાગી, માત્ર બે થી ત્રણ વર્ષમાં આખા શહેરની શકલ એવી તે બદલી નાખી કે શહેરનો વિકાસ જોઈને ઉચ્ચ મંત્રીઓ પણ તેનાથી ખુબ જ પ્રભાવિત થઇ ગયા.

દીકરી નું સન્માન કરવા માટે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો, આ કાર્યક્રમ દીકરીના મૂળ ગામમાં જ ગોઠવવામાં આવ્યો અને સન્માન સમારંભમાં ઉચ્ચ મંત્રીએ દીકરીના કામની તેમજ તેની ઈમાનદારી ના ખૂબ જ વખાણ કર્યા.

સાથે મંત્રીએ કહ્યું કે દીકરો હોય કે દીકરી જ્યારે તેને ઘરમાંથી ખૂબ જ સારા સંસ્કાર તેમજ આગળ આવવા માટે સપોર્ટ મળે ત્યારે જ આ હોદ્દા ઉપર આવી શકાય છે, અને આવી રીતે દેશની સેવા કરી શકાય છે. દીકરીના પિતા પણ સન્માન સમારંભમાં હાજર હતા અને મંત્રી જી ની વાતો સાંભળીને તેની આંખમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી.

થોડા સમય પછી દીકરી નું સન્માન કરવાનો સમય આવ્યો ત્યારે મંત્રીજીએ ગોલ્ડ મેડલ પહેરાવીને તેમનું સન્માન કર્યું, અને માઇક માં આવેલ ગામના લોકો તેમજ મહેમાનોને બે શબ્દ કહેવાનું આમંત્રણ આપ્યું. ત્યારે સૌપ્રથમ દીકરીએ તેના પિતાજી ને સ્ટેજ પર બોલાવ્યા.

અને તેનું વંદન કર્યું, ત્યાર પછી દીકરી એ મંત્રીજીએ આપેલો મેડલ તેના પિતાજી ને પહેરાવે છે અને માઇક માં પોતાની વાત શરૂ કરતાં કહે છે કે, આ જન્મે ત્યારથી આજે અહીંયા સુધી પહોંચવામાં મારા પિતાજી દરેક સમયે મારી બાજુમાં ઊભા રહ્યા છે.

દીકરીએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે આજે હું જે પણ કંઈ છું, તે માત્ર મારા પિતાજીના કારણે છું. મારી સફળતા અને મને અહીંયા સુધી પહોંચાડવા માટે નો યશ હું મારા પિતાજીને આપું છું. કારણ કે એક માતા વગર ની દીકરી અહીંયા સુધી પહોંચે, તે માટે તેના આખા જીવનનો ભોગ મારા પિતાએ આપી દીધો છે.

પિતાજીના વખાણ કરતા કરતા દિકરી ભાવુક થઈ ગઈ અને અચાનક જ પિતાજી પાસે દોડીને તેને ભેટી પડી. આ દ્રશ્ય જોઈને ત્યાં આવેલા ગ્રામજનો અને મહેમાનો તેમજ મંત્રી સહિત બધા લોકો ભાવવિભોર થઈ ગયા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team