દીકરીનો જન્મ થયા બાદ માતા અચાનક મૃત્યુ પામી, તો દીકરીના પિતાને તેના સગા-સંબંધીઓ એ કહ્યું આ દીકરી તો…

કોલેજમાં પણ ખુબ જ સારા માર્કે ઉત્તિર્ણ થઈ હોવાથી તેને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને આગળ ને આગળ ભણવા માટે તેમજ નોકરી માટે કોશિશો કરવા લાગી, થોડા જ સમય પછી આઇ.એ.એસ બની ચૂકી હતી. અને થોડા જ સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન માં કમિશનર તરીકે તેની નિમણૂક કરવામાં આવી.

ત્યાં પણ દીકરી ખૂબ જ નિષ્ઠા અને ઈમાનદારી સાથે પોતાનું કામ કરવા લાગી, માત્ર બે થી ત્રણ વર્ષમાં આખા શહેરની શકલ એવી તે બદલી નાખી કે શહેરનો વિકાસ જોઈને ઉચ્ચ મંત્રીઓ પણ તેનાથી ખુબ જ પ્રભાવિત થઇ ગયા.

દીકરી નું સન્માન કરવા માટે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો, આ કાર્યક્રમ દીકરીના મૂળ ગામમાં જ ગોઠવવામાં આવ્યો અને સન્માન સમારંભમાં ઉચ્ચ મંત્રીએ દીકરીના કામની તેમજ તેની ઈમાનદારી ના ખૂબ જ વખાણ કર્યા.

સાથે મંત્રીએ કહ્યું કે દીકરો હોય કે દીકરી જ્યારે તેને ઘરમાંથી ખૂબ જ સારા સંસ્કાર તેમજ આગળ આવવા માટે સપોર્ટ મળે ત્યારે જ આ હોદ્દા ઉપર આવી શકાય છે, અને આવી રીતે દેશની સેવા કરી શકાય છે. દીકરીના પિતા પણ સન્માન સમારંભમાં હાજર હતા અને મંત્રી જી ની વાતો સાંભળીને તેની આંખમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી.

થોડા સમય પછી દીકરી નું સન્માન કરવાનો સમય આવ્યો ત્યારે મંત્રીજીએ ગોલ્ડ મેડલ પહેરાવીને તેમનું સન્માન કર્યું, અને માઇક માં આવેલ ગામના લોકો તેમજ મહેમાનોને બે શબ્દ કહેવાનું આમંત્રણ આપ્યું. ત્યારે સૌપ્રથમ દીકરીએ તેના પિતાજી ને સ્ટેજ પર બોલાવ્યા.

અને તેનું વંદન કર્યું, ત્યાર પછી દીકરી એ મંત્રીજીએ આપેલો મેડલ તેના પિતાજી ને પહેરાવે છે અને માઇક માં પોતાની વાત શરૂ કરતાં કહે છે કે, આ જન્મે ત્યારથી આજે અહીંયા સુધી પહોંચવામાં મારા પિતાજી દરેક સમયે મારી બાજુમાં ઊભા રહ્યા છે.

દીકરીએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે આજે હું જે પણ કંઈ છું, તે માત્ર મારા પિતાજીના કારણે છું. મારી સફળતા અને મને અહીંયા સુધી પહોંચાડવા માટે નો યશ હું મારા પિતાજીને આપું છું. કારણ કે એક માતા વગર ની દીકરી અહીંયા સુધી પહોંચે, તે માટે તેના આખા જીવનનો ભોગ મારા પિતાએ આપી દીધો છે.

પિતાજીના વખાણ કરતા કરતા દિકરી ભાવુક થઈ ગઈ અને અચાનક જ પિતાજી પાસે દોડીને તેને ભેટી પડી. આ દ્રશ્ય જોઈને ત્યાં આવેલા ગ્રામજનો અને મહેમાનો તેમજ મંત્રી સહિત બધા લોકો ભાવવિભોર થઈ ગયા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel