માધવભાઈ ને ત્યાં લગ્નના ત્રણ વર્ષ પછી એક દીકરીનો જન્મ થયો, દિકરી ના માતા પિતા ની ખુશીનો પાર નહોતો, દીકરીના પિતા પહેલેથી જ ઈચ્છતા હતા કે તેઓને ઘરે એક દીકરી નો જન્મ થાય. પરંતુ ડિલિવરી પછી દીકરીના માતાની તબિયત અચાનક બગડવા લાગી.
દીકરીનો ચહેરો હજુ તેની માતાએ એક વખત જ જોયો હતો, અને તેની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોવાથી તુરંત ડોક્ટર દ્વારા તેને બચાવવાની ઘણી કોશિશ કરવામાં આવી, પરંતુ અત્યંત ગંભીર પરિસ્થિતિ હોવાને લીધે ડોક્ટરની અને કોશિશ હોવા છતાં દીકરીની માતાને તે બચાવી ન શક્યા.
માધવભાઈ ના પત્નીનું મૃત્યુ થઇ ગયું, દીકરીના જન્મતાવેંત જ માતાનું મૃત્યુ થઈ ગયું એટલે ગામના લોકો સગાસંબંધીઓ, વગેરે બધા દીકરીને બદનસીબ ગણવા લાગ્યા. બધા લોકોના ચહેરાના હાવભાવ ફરી ગયા, અનેક લોકોએ માધવભાઈ ને આવીને પણ કહી દીધું કે તારી દીકરી તો બદનસીબ છે.
દીકરી આ દુનિયામાં આવતાની સાથે તેની માતાને ભરખી ગઈ, પરંતુ માધવભાઈ નો જીવવાનો આશરો હવે તેની એકમાત્ર દીકરી જ હતી. પત્ની તો આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. હવે દીકરી માટે જ આ દુનિયામાં જાણે તેને જમવાનું હતું.
સગાસંબંધીઓ શું કહી રહ્યા છે તે બધું ભૂલીને માધવભાઈ દીકરીના પાલન-પોષણ માં ધ્યાન દેવા લાગ્યા, સવારે જ્યારે માધવભાઈ પોતાના ખેતરમાં કામ કરવા જાય ત્યારે દીકરીને સાથે લઈને જતા. ત્યાં કામ પણ કરતા જાય અને સાથે સાથે દીકરીનું પણ ધ્યાન રાખતા જાય.
થોડો સમય વીતી ગયો પછી અનેક સગાઓ સંબંધીઓએ તેને દીકરી માટે થઈને બીજા લગ્ન કરી લેવાની સલાહ આપેલી પરંતુ તેની દીકરી ના સુખ માટે થઈને તેને બીજા લગ્ન કર્યા નહીં. તે દીકરી ના સુખ માટે જ બીજી સ્ત્રીને પોતાના ઘરમાં નહોતા લાવવા માંગતા.
અને માધવભાઈ પોતે પણ ખૂબ જ લાડકોડથી દીકરીને ઉછેરતા, દીકરીને તેની માતાની ખોટ પણ ન વર્તાવા દીધી. દીકરી મોટી થઇને સ્કૂલમાં જવા લાગી, ભણવામાં પણ દીકરી ખૂબ જ હોશિયાર હતી. તેની દરેક કક્ષામાં દીકરી નો પહેલો નંબર આવતો. અને ખૂબ જ સારા માર્ક થી ઉત્તીર્ણ થતી.
ધીમે ધીમે સમય વીતતો ગયો અને દીકરી પણ મોટી થવા લાગી, હવે દીકરી તેના પિતાની સાથે ખેતરમાં ઘણી કામમાં મદદ પણ કરાવવા લાગી. અને કોઈ દિવસ જોયું ના હોય એટલો બધો સારો પાક તેના ખેતરમાં થવા લાગ્યો.
દીકરી જેટલી ભણવામાં હોશિયાર હતી એટલી જ કામકાજમાં પણ હોશિયાર હતી, જે લોકો નાનપણમાં તેને બદનસીબ કહેતા હતા. તે બધા લોકો ના મોઢા ઉપર દીકરીને જોઇને જાણે તાળું લાગી જતું. દીકરીનો કોલેજ માં આવવાનો સમય થયો, બાજુના નજીકના શહેર માં તેને કોલેજ કરી.