દીકરીના પિતાએ કહયું તારા સાસરીવાળા પર આપણે કેસ કરીશું પણ તે પહેલા એક શરત છે, દીકરીએ પૂછ્યું શું તો પિતાએ કહ્યું…

રિદ્ધિની ઉંમર 24 વર્ષની થઈ ચુકી હતી, બે વર્ષથી તેના લગ્ન માટે પાત્ર જોવાનું ચાલુ કરી દીધું હતું. પરંતુ રિદ્ધિ ને પસંદ પડે તેવો છોકરો હજુ સુધી જોયો ન હતો, રિદ્ધિની કોલેજ ચાલુ હતી અને આ વર્ષે જ પુરી થવાની હતી.

એવામાં એક છોકરો રિદ્ધિને પસંદ આવ્યો અને છોકરાને પણ રિદ્ધિ પસંદ આવી એટલે વાત આગળ વધી અને પછી બંનેની સંમતિથી તે બન્નેની સગાઇ કરી અને રિદ્ધિની કોલેજ પુરી થાય પછી લગ્ન ગોઠવવામાં આવશે.

ખુબ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા, લગ્નના એક મહિના પછી રિદ્ધિ પહેલી વખત પિયર રોકાવા માટે આવી હતી ત્યારે તેનું મોઢું જોઈને પિતા સમજી ગયા કે દીકરીનો ચહેરો કંઈક છુપાવી રહ્યો છે. આખો દિવસ બધા ભેગો વીત્યો પછી રાત્રે એકાંત માં દીકરી પાસે જઈને પિતાએ પૂછ્યું બેટા તારો ચહેરો કેમ એવો છે? તને કંઈ થયું છે?

દીકરીએ ના રે ના કંઈ જ નથી. પિતાએ ફરી પૂછ્યું ત્યારે દીકરીએ બધી વાત કરી અને પછી કહ્યું કે મારા અને મારા સાસુ વચ્ચે જરા પણ બનતું નથી, પતિ, સસરા બધા ખુબ જ સારા છે, પરંતુ સાસુ બહુ જ ખરાબ છે, વાતવાતમાં ટોક ટોક કર્યા કરે છે.

દીકરીના પિતાને આ થોડી ગંભીર વાત લાગી એટલે કહ્યું કે હું તને આ વાતનું સોલ્યુશન કાલે કહીશ, અને પોતાના રૂમમાં જતા રહ્યાં, દીકરી પણ સુઈ ગઈ.

બીજા દિવસે સવારે જાગીને તૈયાર થઈ નાસ્તો કર્યો, તેના પિતા પણ તૈયાર થઈને આવ્યા નાસ્તો કર્યો અને દીકરીને કહ્યું કે હું તને આજે તારા પ્રોબ્લેમ નું સોલ્યુશન આપી દઈશ.

પિતાએ તેને કહ્યું કે બેટા તારે તારા સાસુ દુશમન બરાબર છે પણ કહેવાય છે કે દુશમન ને હરાવવો હોય તો તેને સારી રિતે જાણવો પડે, તું તારી સાસુ સાથે 3 મહિના સુધી હું કહું તેમ રહેજે અને પછી આપણે તારા સાસુ અને તારા ઘર વિશે બધું જાણીને પછી કેસ કરીશું અને બધાને ફસાવી દઈશું.

દીકરીને પણ લાગ્યું કે 3 મહિનાનો જ સવાલ છે, તો તેને હા પાડી અને કહ્યું પણ મારે રહેવાનું કેમ એ તો કહો, ત્યારે તેના પિતાએ જવાબ આપતા કહ્યું કે, જો તારે 3 મહિના સુધી તારા સાસુ અને ઘરના બધા લોકો સાથે એકદમ પ્રેમ થી રહેવું પડશે, તું એક આદર્શ વહુ બનીને રહેજે. અને તારા સાસુ કંઈપણ કહે તો તેની સામે ન બોલતી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel