દીકરીના પિતાએ કહયું તારા સાસરીવાળા પર આપણે કેસ કરીશું પણ તે પહેલા એક શરત છે, દીકરીએ પૂછ્યું શું તો પિતાએ કહ્યું…

અને હા સાસુની ખુબ જ સેવા કરજે, જેથી બધાને એવું લાગે કે તું એક આદર્શ વહુ છે અને એ લોકો જ ખરાબ છે. અને 3 મહિના થાય એટલે પછી આપણે મેં કહ્યું તેમ કરીશુ. દીકરી થોડા દિવસ રોકાઈને ફરી પછી સાસરીમાં રહેવા માટે ગઈ.

સાસરીમાં ગયા પછી રિદ્ધિ એકદમ જાણે બદલાઈ ગઈ. જે વહુને સાસુની વાતો નહોતી ગમતી તે હવે બધું મૂંગા મોઢે સહન કરવા લાગી અને તેના સાસુની ખુબ સેવા કરવા લાગી. સાસુ કંઈ કહે તો તે સાંભળી લે અને તેનો જવાબ ગુસ્સા ની જગ્યાએ હસીને દેવા લાગી.

વહુ આટલી બદલાઈ ગઈ એટલે એની સીધી અસર તેના સાસુ પર પણ પડી, સાસુને હવે તે વહુ ગમવા લાગી. તે બધા પાડોશી ના મોઢે પોતાની વહુના વખાણ કરવા લાગ્યા. સાસુને પગ દબાવી દેતી તેમજ મજા ન હોય ત્યારે ખુબ સેવા કરતી અને સામે સાસુ પણ કોઈ દિવસ વહુને ઊંઘ આવી ગઈ હોય તો પહેલા જગાડી દેતા અને હવે તેની જગ્યાએ તે વહુને ઓઢાળી દેતા.

આ બધું જોઈને વહુને તેની સાસુ સારી લાગવા લાગી, પિતાની વાતો પર હવે થોડો અવિશ્વાસ થવા લાગ્યો વિચાર્યું કે એવું ન કરવું જોઈએ, અને એક દિવસ તેને તેના પિતાને ફોન કર્યો ત્યારે સામે પિતાએ ફોન ઊંચક્યો અને કહ્યું બોલ બેટા, કેસ નથી કરવો ને હવે?

દીકરીને આશ્ચર્ય થયું, તેને પિતાને કંઈ વાત નહોતી કરીને તેને કેમ ખબર પડી, તેને કહ્યું ના, મને હવે આ ઘર ખુબ જ ગમે છે. અને હું મારા સાસુની ફેવરિટ થઈ ગઈ છું. પિતાએ હસીને કહ્યું, મેં તને પહેલા એમ કહ્યું હોત કે તારે બધું સહન કરવું પડશે અને તારા સ્વભાવ માં પણ સુધારો કરવો પડશે, તો કદાચ તને હું પણ ખરાબ લાગ્યો હોત!

પરંતુ તને સમય એ જ શીખવાડી દીધું કે જો તું તારી જાતને બદલી શકીશ તો તારી સાસુ પણ બદલાઈ જશે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel