દીકરીના લગ્નને છ મહિના પણ નહોતા થયા ત્યાં તેની માતા તેને ઘરે લઈ આવી, થોડા દિવસ પછી બને પરિવાર ભેગા થયા ત્યારે સંબંધ કરાવનારે દીકરીની માતાને એવું કહ્યું કે…

પરંતુ એવું થવા ને બદલે હસુભાઈ ના પત્ની આવી અને તેની દીકરી ને તેડી ગયા. અને કહેતા ગયા કે તમે લોકો અમારી દીકરી ને હેરાન કરો છો. આઠ દસ દિવસ થયા ને કઈ સમાચાર આવ્યા નહિ એટલે હસુભાઈ ના કાકા ને વેવાઈ એ ફોન કર્યો અને ઘર માં બનતી બધી ઘટના ની વાત કરી તેને હિંમત આપતા કહ્યું કે તમે ચિંતા કરો નહિ આ મારી દીકરી છે. અને મેં તમારા ઘર માં આપી છે. હું આજે સાંજે હસુભાઈ ને તેની પત્ની અને દીકરી ને તમારે ત્યાં જ બોલવું છું અને બધા સાથે બેસી ને વાત કરીશું.

સાંજે હસુભાઈ ને તેનો પરિવાર કાકા સાથે વેવાઈ ને ત્યાં આવી જાય છે. અને હસુભાઈ ની અને વેવાઈ ની વાત સાંભળી. અને હવે વારો હતો દીકરી નો, કાકા એ દીકરી ને પૂછ્યું કે તને તારો પતિ મારે છે? કારણ વગર ગુસ્સે થાય છે? તને ઘરમાં કોઈ કંઈ કહે છે? તને કોઈ દહેજ લાવવાનું કહે છે? તને કોઈ ખાવાનું નથી આપતું એવું બને છે? તને નવા કપડાં વગેરે લઈ આપે છે? ઘરમાં કોઈ તારી સાથે અપમાન જનક વર્તન કરે છે?

આ બધું એકદમ શાંતિથી દીકરી એ સાંભળ્યું પછી વિચાર કરીને દીકરીએ કહ્યું કે એવું કશું જ નથી. ત્યારે બધું જાણી ચૂકેલા કાકાએ હવે હસુભાઈ ની પત્ની ને પૂછ્યું કે તમે રાત્રે દહીં માટે દૂધ મેળવો છો?

ત્યારે તેને કહ્યું હા હું રોજ દહીં મેળવું છું. એટલે કાકાએ કહ્યું કે દૂધ મેળવીને સવાર સુધી રાખી મુકો તો દહીં જામે કે ન જામે? તરત જ હસુભાઈની પત્નીએ જવાબ આપ્યો જામી જ જાય ને. હસુભાઈના કાકાએ હવે કહ્યું કે જો તમે દર કલાકે કલાકે એમાં આંગળી બોળીને તપાસે રાખો કે દહીં જામ્યું છે કે કેમ, તો દહીં જામે? હસુભાઈની પત્નીએ તરત જ જવાબ આપ્યો ન જામે…

કાકાએ હવે કહ્યું તમે તો બરાબર સમજો છો, જેમ દહીંમાં આંગળી કરીએ તો તે ન જામે એ રીતે દીકરીના ઘરમાં ખોટી રીતે દખલગીરી કરીને તેના દાંપત્યજીવનમાં ઝગડા થાય તેવું ન કરવું જોઈએ. દીકરીના ઘરમાં કોઈપણ જાતનું દુઃખ નથી. દીકરી તેના સાસરીમાં હળીમળીને રહે તેવી શિખામણ આપવી જોઈએ નહીં કે તેનો સંસાર કઈ રીતે બગડે.

એકદમ કડવું સત્ય હસુભાઈના કાકા એ હસુભાઈની પત્નીને કહ્યું એટલે તેના ચહેરાના હાવભાવ તરત જ બદલાઈ ગયા. હસુભાઈના કાકાએ થોડી હિંમત કરીને બધું સત્ય કહી દીધું અને દીકરીનું દાંપત્યજીવન તૂટતા રોકી લીધું, બધા લોકો ત્યાં જમીને પછી છૂટા પડ્યા. દીકરીને પણ સમજાઈ ગયું કે તેના સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું છે…

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel