દીકરી 12 વર્ષની થઈ ચૂકી હતી, અને કહેવાય છે કે દીકરી સમજદાર પણ ખૂબ જ જલ્દી થઈ જતી હોય છે એ જ રીતે આજ દીકરી ખૂબ જ નાની ઉંમરમાં ઘણી સમજદાર થઈ ચૂકી હતી.
દીકરી અને તેના પિતા અને તેના માતા એમ કુલ મળીને ઘરમાં ત્રણ સભ્યો જ રહેતા હતા, પિતાને શહેરમાં નોકરી હોવાથી ત્યાં રહેવાનું થતું. મોટી રજાઓમાં અવારનવાર ગામડે પણ જવાનું થતું.
દીકરી ઘણી વખત એવા સવાલો પૂછતી કે જેના હિસાબે તેના પિતા પણ વિચારવા લાગી જતા કે આનો જવાબ શું આપવો?? આવી જ રીતે એક વખત દીકરીએ તેને સવાલ પૂછ્યો,
દીકરી એ કહ્યું કે પપ્પા મેં તમને કદી રડાવ્યા છે, જ્યારે હું નાની હતી એટલે કે મારા બાળપણમાં ક્યારેય રડાવ્યા છે? પિતા દીકરીનો સવાલ સાંભળીને વિચારમાં પડી ગયા.
સવાલ બાળપણનો હતો એટલે ક્ષણ માટે તો પિતા જાણે કે ભૂતકાળમાં જતા રહ્યા, થોડી જ ક્ષણોમાં દીકરીનો આખો ભૂતકાળ તેની નજર સમક્ષ આવી ગયો.
દીકરી નાની હતી ત્યારે પરિવારે સાથે કરેલી મોજ મસ્તીઓ બધું જ યાદ આવવા લાગ્યો, થોડા સમય પછી તેઓ જાણે ફ્લેશબેકમાંથી પાછા આવી ગયા અને તરત જ દીકરીનો સવાલ યાદ આવ્યો.
દીકરીને જવાબ આપતા પિતાએ કહ્યું હા બેટા તે એક વખત તો મને ખૂબ રડાવ્યો છે. દીકરી એ તરત જ પૂછ્યું ક્યારે? એટલે પિતાએ કહ્યું કે ત્યારે તું ચાલવાનું પણ નહોતી શીખી અને માત્ર દોઢ વર્ષની જ ઉંમર હતી.