ઘૂંટણિયા ભરી ને ચાલતી હતી. એક દિવસની વાત છે જ્યારે તારા જીવનમાં તું સૌથી વધારે કોને મહત્વ આપીશ તે જાણવાની મને ઈચ્છા થઈ હતી, અને ત્યારે મેં એક નાનકડો પ્રયોગ કર્યો હતો.
મેં તારી સામે એક બોલપેન, એક ઢીંગલી જે રમકડું હતું અને થોડા રૂપિયા એમ ત્રણ વસ્તુ તારી સામે રાખી હતી. અને હું તારી સામે બેસીને નિહાળવા લાગ્યો કે તું આવીને કઈ વસ્તુ પકડે છે?
તારી પસંદગી શું છે તેના પરથી હું નથી કરવાનો હતો કે ભવિષ્યમાં તું કઈ વસ્તુને સૌથી વધારે મહત્વ આપીશ? એટલા માટે જ તારી સામે બોલપેન એટલે કે વિદ્યા, ઢીંગલી એટલે કે આનંદ અને પૈસા એટલે કે સંપત્તિ આમાંથી કોને મહત્વ આપીશ.
તું ત્રણે વસ્તુ સામે ટગર ટગર જોઈ રહી હતી, હું શાંતિથી સામે બેસીને બધું જોઈ રહ્યો હતો. ત્યારે તું ગોઠણીયા ભરતા ભરતા આગળ આવી અને ત્રણેય વસ્તુ ને આમ તેમ ઉડાડી ને સીધી મારા ખોળામાં આવી અને બેસી ગઈ હતી.
ત્યારે મને એ વાત નો ખ્યાલ જ નહોતો કે આ ત્રણ વસ્તુ નહીં પણ અલગ તારી પસંદગી હોઈ શકે અને ત્યારે જ તારો મોટો ભાઈ આવ્યો અને ત્યાં પડેલા રૂપિયા ઉઠાવી ને ચાલ્યો ગયો, ત્યારે તે મને જિંદગી માં પહેલી વાર અને છેલ્લી વાર રડાવ્યો હતો.
અને હું પણ ખુબ રડ્યો હતો અને ત્યારે મેં ભગવાનને દીકરી આપવા બદલ ખુબ આભાર માન્યો હતો.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.