દિકરી માતાના અવસાન પછી પહેલી વખત પિયર ગઈ તો ભાભીનું તેની સાથે વર્તન જોઈને દિકરી…

ઘડિયાળ બાજુ નજર કરી તો સવારના સાત વાગ્યા હતા, અરે ભાભી આટલી વહેલી સવારમાં તમે અહીં આવ્યા, બોલોને શું કામ છે? શ્વેતાએ તેને પૂછ્યું

તેની ભાભી એ તેને જવાબ આપતા કહ્યું અરે દીદી કોઈ કામ નથી માત્ર તમારી માટે ચા લઈને આવી છું, તમે નાહીને તૈયાર થઈ જાઓ પછી બહાર આવો હું નાસ્તો બનાવી રહી છું.

શ્વેતાએ કહ્યું ભલે ભાભી, હું હમણાં આવું…

શ્વેતાએ સૌથી પહેલા ચાની ચૂસ્કી ભરી, અને તેને જે સુગંધ આવી રહી હતી ખરેખર એવી જ ચા બની હતી. અસલ તેની માતા બનાવે તેના જેવી… ચા પીતા પીતા તે એ જ વિચારી રહી હતી કે જ્યારથી હું આવીશું ત્યારથી ભાભી અને બિલકુલ માતા સાચવે તેમ જ સાચવી છે. મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું છે અને જેમ માતા મને ચા બનાવીને જગાડે એવી જ રીતે ભાભી એ પણ જગાડી.

શ્વેતાને હવે સમજાઈ ગયું કે તેની તેના ભાભી ને સમજવામાં કદાચ ભૂલ થઈ ગઈ, કારણકે ભાભી એ તેને માતાની જેમ જ સાચવી હતી.

શ્વેતા જ્યારે પણ પિયર માં આવતી ત્યારે સવારે નાસ્તામાં કશું પણ હોય સાથે ગરમાગરમ ગાંઠિયા સાથે હોય જ. અને ચા પીને ફ્રેશ થઈને તે જેવી બહાર ગઈ કે નાસ્તાની સાથે ગાંઠિયાની પણ સુગંધ આવી રહી હતી. શ્વેતા ખરેખર આ બધું જોઈને વિચારમાં પડી ગઈ કે જે લોકો કહે છે તે હકીકતમાં સાચું નથી મારું પિયર માતાના ગયા પછી પણ પહેલા જેવું જ છે. જેવું માતાની હયાતીમાં હતું. આ વિચારથી તે અત્યંત ખુશ થઈ ગઈ.

તરત જ તેના મનમાં એક વિચાર સ્ફૂર્યો અને નાસ્તો કરવાની જગ્યાએ તે અંદર કિચનમાં ગઈ અને કિચનમાં જતા સાથે જ બોલી ઉઠી, ભાભી માં તમે બહાર નાસ્તો કરવા બેસો. તમારા માટે હું નાસ્તો બનાવું છું.

અત્યાર સુધી તેને ભાભી ને ભાભી જ કહી ને બોલાવ્યા હતા પરંતુ આજે નવું સંબોધન જોઈને તેના ભાભી પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને શ્વેતા સામે જોવા લાગ્યા, શ્વેતા ને હસતી જોઈને તેના ભાભી પણ હસવા લાગ્યા.

અને ફરી પાછું જવાબમાં કહ્યું ભલે બેટા, તમે કહો એમ. શ્વેતાને પણ નવું સંબોધન સાંભળવા મળ્યું એટલે બંને નણંદ ભાભી સાથે જ હસવા લાગ્યા. અને માતાના ગયા પછી શ્વેતાના દિલમાં એક ખાલીપો હતો જે આજે ભરાઈ ગયો હોય એવું લાગ્યું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપશો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel