દીકરી જમાઈને રેલવે સ્ટેશનમાં તેડવા જવાની ભાઈએ ચોખ્ખી ના પાડી દીધી, પિતાએ કારણ પૂછ્યું તો એવું બોલ્યો કે માતા-પિતા બંને...
આજે ઘર નું વાતાવરણ આનંદ ઉત્સાહ થી ભરપૂર હતું. બધા લોકો સાસરે થી લગ્ન પછી બીજી વખત પિયર આવતી દીકરી ના અને જમાઈ ના સ્વાગત માટે ઉત્સાહિત હતા. મહેમાન ને રેલવે સ્ટેશન તેડવા કોણ જશે એ વાત ની ચર્ચા ચાલતી હતી.
ત્યાં જ મોટા અવાજે બરાડા પડતા દીકરાનો અવાજ સંભળાય છે… “આટલું બધું દેવાની શું જરૂર છે? ખાલી ખોટા ખર્ચ કરવાની શી જરૂર છે? રેલ્વેસ્ટેશન તેડવા જવાની શું જરૂર છે. ટેક્ષી કરીને આવી જશે એ કઈ નાના છોકરા થોડા છે. હું કોઈને તેડવા નહીં જાઉં એ ચોખ્ખું કહી દઉં છું. બહેન બનેવી ના આવવાથી ભાઈ ગુસ્સા થી જાણે લાલપીળો થઈ ગયો હતો.
માં એકદમ ગભરાઈ ગઈ તેને પોતાના દીકરાના મોઢેથી નીકળેલા શબ્દો પર જાણે ભરોસો ન થયો અને બોલી આ બધું શું થઇ રહ્યું છે… માં એ કીધું કે ઘર માં ત્રણ ત્રણ મોટર હોય અને દીકરી-જમાઈ ટેક્ષી કરી ને આવે તો આપણું કેટલું ખરાબ લાગે? દીકરી જમાઈ નું માનસન્માન શું રાખ્યું કહેવાય…? દીકરીના સાસરીમાં બધી વાતો થાય તો આપણું ખરાબ લાગે...
બાપુજી એ તેના દીકરાને અનુસરીને કહ્યું કે હું દીકરી જમાઈ ને તેડવા ચાલ્યો જઈશ. તને કઈ તકલીફ હોય તો તું ઘરે જ રહેજે. બાપુજી એકદમ ગુસ્સા માં આવી ને બધું એક શ્વાસે બોલી ગયા.
અને આ આટલો બધો સામાન નો ખર્ચો કેમ? લગ્ન માં આપડે ક્યાં કઈ ઓછું આપ્યું છે તો હવે આટલી ભેટ સોગાદ આપી ને પૈસા ની બરબાદી કરવાનો મતલબ શું છે? ત્યાંજ બાપુજી ફરી ગુસ્સે થઇ ને બોલ્યા તારું મોઢું બંધ રાખ તને કઈ ખબર નો પડે મૂર્ખ…
મેં કઈ તારી પાસે થી પૈસા માગ્યા? મારા પૈસા થી ખર્ચ કરું છું તો તું મને રોક્વાવાળો કોણ? તારું મગજ જરા ઠેકાણે રાખ… બાપુજી વધુ ગુસ્સા માં બોલ્યા
ત્યાંજ ભાઈ ધીમા આવજે બોલ્યો જયારે હોય ત્યારે પિયર ચાલી આવે છે… સાસરી માં કઈ કામકાજ છે કે નહિ… ત્યાં જ બાપુજી નો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો ને કહ્યું આ ઘર ની દીકરી છે તેની મરજી હોય ત્યારે અહીંયા આવી શકે છે.
ત્યાં જ માં વચ્ચે બોલી તે મારી દીકરી છે, આ તેનું પણ ઘર છે. જયારે તેની મરજી થઇ જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ તે અહીંયા રહી શકે છે. તારા જેટલો જ તેનો પણ આ ઘર માં અધિકાર છે. આખરે તને એવું શું થઇ ગયું છે કે જેમ ફાવે તેમ બોલબોલ કરી રહ્યો છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
હવે છોકરો જવાબ આપતા બોલ્યો કે મને કશું થઇ નથી ગયું આજે હું એ જ બોલી રહ્યો હતો જે તમે અને બાપુજી હંમેશા ફઈ ફુવા માટે બોલતા હતા. આજે તમે તમારી દીકરી માટે તો મોટું ઉપરાણું લઇ રહ્યા છો… પરંતુ દાદાજી ના મન માં શું વિતતી હતી, દાદાજી ને કેટલું દુઃખ થતું હતું? જયારે તમે લોકો ખરાબ વર્તન કરતા હતા ત્યારે ફાઈ ફુવા ના માનસન્માન ની તમને ખબર નહોતી પડતી?
માં બાપુજી ની બોલતી બંધ થઇ ગઈ પોતાના જ દીકરા ને કઈ જવાબ આપી શકે તેવી સ્તિથી માં નો રહ્યા. દાદાજી એ તમારી પાસે કોઈ દિવસ દીકરી ને દેવા માટે તમારી પાસે એક થેલા ની પણ માંગણી કરી છે. તો પણ તમને લોકો ને ફઈ ફુવા ને આ ઘર માં બે ત્રણ દિવસ પણ પોસાતા નહીં, આવું વલણ કેમ હોઈ શકે?
અને હા વાત બરાબર ના હક્ક ની કરતા હોઈ તો બહેન પહેલા ફઈ નો હક્ક છે. આટલી વાત કહેતા દીકરા નો ડૂમો ભરાઈ ગયો અને અફસોસ કરતા કરતા બોલ્યો… આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
માં બાપુજી શરમ થી નીચું જોઈ ગયા પરંતુ દીકરો હજુ બોલ્યો… તમારા મતલબ ભર્યા સ્વભાવ ના કારણે ફઈ આ ઘર માં આવી અને પોતાનું સ્વાભિમાન ગુમાવવા માંગતા નહોતા. એટલે જ આ ઘર માં આવવાનું બંધ કરી દીધું. દાદાજી ને પણ પોતાની દીકરી એટલી જ વહાલી હતી, જેટલી તમે બંને ને તમારી દીકરી વ્હાલી છે. તમારી બંને ના આવા સ્વભાવ ના કારણે દાદાજી મૃત્યુ સુધી મુંજાઈ મુંજાઈ ને રોજે રોજ થોડા થોડા મરતા રહ્યા હતા.
અને હા હું જાવ છું રેલ્વેસ્ટેશન. બહેન અને બનેવીને તેડવા માટે હું તમારા જેવો બનવા નથી માંગતો, આટલું બોલી દીકરો મોટર ની ચાવી લઇ ને તેડવા ચાલ્યો ગયો. અને બાપુજીએ પણ તેના બહેન ને ફોન કરી ને માફી માંગીને ઘરે બોલાવ્યા, અને ફરી પાછો પરિવાર હળી મળીને સાથે રહેવા લાગ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
દીવાલ પર ટીંગાઈ રહેલી દાદાજી ની તસ્વીર જાણે હસવા માંડી હતી કે મારુ ના માન્યા, પણ આજે તેના દીકરા એ બ્રહ્મજ્ઞાન કરાવી દીધું.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.