દીકરી જમાઈને રેલવે સ્ટેશનમાં તેડવા જવાની ભાઈએ ચોખ્ખી ના પાડી દીધી, પિતાએ કારણ પૂછ્યું તો એવું બોલ્યો કે માતા-પિતા બંને…

હવે છોકરો જવાબ આપતા બોલ્યો કે મને કશું થઇ નથી ગયું આજે હું એ જ બોલી રહ્યો હતો જે તમે અને બાપુજી હંમેશા ફઈ ફુવા માટે બોલતા હતા. આજે તમે તમારી દીકરી માટે તો મોટું ઉપરાણું લઇ રહ્યા છો… પરંતુ દાદાજી ના મન માં શું વિતતી હતી, દાદાજી ને કેટલું દુઃખ થતું હતું? જયારે તમે લોકો ખરાબ વર્તન કરતા હતા ત્યારે ફાઈ ફુવા ના માનસન્માન ની તમને ખબર નહોતી પડતી?

માં બાપુજી ની બોલતી બંધ થઇ ગઈ પોતાના જ દીકરા ને કઈ જવાબ આપી શકે તેવી સ્તિથી માં નો રહ્યા. દાદાજી એ તમારી પાસે કોઈ દિવસ દીકરી ને દેવા માટે તમારી પાસે એક થેલા ની પણ માંગણી કરી છે. તો પણ તમને લોકો ને ફઈ ફુવા ને આ ઘર માં બે ત્રણ દિવસ પણ પોસાતા નહીં, આવું વલણ કેમ હોઈ શકે?

અને હા વાત બરાબર ના હક્ક ની કરતા હોઈ તો બહેન પહેલા ફઈ નો હક્ક છે. આટલી વાત કહેતા દીકરા નો ડૂમો ભરાઈ ગયો અને અફસોસ કરતા કરતા બોલ્યો…

માં બાપુજી શરમ થી નીચું જોઈ ગયા પરંતુ દીકરો હજુ બોલ્યો… તમારા મતલબ ભર્યા સ્વભાવ ના કારણે ફઈ આ ઘર માં આવી અને પોતાનું સ્વાભિમાન ગુમાવવા માંગતા નહોતા. એટલે જ આ ઘર માં આવવાનું બંધ કરી દીધું. દાદાજી ને પણ પોતાની દીકરી એટલી જ વહાલી હતી, જેટલી તમે બંને ને તમારી દીકરી વ્હાલી છે. તમારી બંને ના આવા સ્વભાવ ના કારણે દાદાજી મૃત્યુ સુધી મુંજાઈ મુંજાઈ ને રોજે રોજ થોડા થોડા મરતા રહ્યા હતા.

અને હા હું જાવ છું રેલ્વેસ્ટેશન. બહેન અને બનેવીને તેડવા માટે હું તમારા જેવો બનવા નથી માંગતો, આટલું બોલી દીકરો મોટર ની ચાવી લઇ ને તેડવા ચાલ્યો ગયો. અને બાપુજીએ પણ તેના બહેન ને ફોન કરી ને માફી માંગીને ઘરે બોલાવ્યા, અને ફરી પાછો પરિવાર હળી મળીને સાથે રહેવા લાગ્યો.

દીવાલ પર ટીંગાઈ રહેલી દાદાજી ની તસ્વીર જાણે હસવા માંડી હતી કે મારુ ના માન્યા, પણ આજે તેના દીકરા એ બ્રહ્મજ્ઞાન કરાવી દીધું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel