દીકરાની માતાના અવસાન પછી દીકરાએ પિતાને કહ્યું તમે નીચે રહો તમે હોય ત્યારે તેની પત્નીને કામમાં તકલીફ પડે છે, થોડા દિવસ પછી એવું થયું કે દીકરો...
અતુલભાઈ પોતાના જીવનમાં નાનપણથી જ ખૂબ સંઘર્ષ કરતા આવ્યા હતા. તેના પિતાજી નું અતુલભાઈ ના નાનપણ માં જ અવસાન થઈ ગયું હતું. અને માતા એ મજૂરી કામ કરી અને અતુલભાઈ ને મોટા કર્યા હતા.
નાનપણ ગરીબીમાં પસાર થયું હોય કઈ ખાસ ભણી શક્યા નહોતા. પણ ખરાબ સમય દુનિયાદારી શીખવી દે છે તેમ અતુલભાઈ ભણ્યા નહોતા, પણ ગણ્યા હતા. અને જુવાની આવતા સુધી માં તો દુનિયાદારી ની બધી આંટી ઘૂંટી માંથી પસાર થઈ ગયા હતા. શરૂઆત માં નોકરી કરી અને પછી પોતાનો ધંધો ચાલુ કરી અને ધીરે ધીરે તેમાં પ્રગતિ કરી.
અને સમાજ માં પણ નામ બનાવ્યું. પૈસે ટકે સુખી થઈ ગયા. સમય આવતા તેના લગ્ન પણ થઈ ગયા. તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી, દીકરી ને પરણાવી અને સાસરે વળાવી દીધી હતી. અને દીકરા ના લગ્ન પણ આ વર્ષે થઇ ગયા હતા. આમ ને આમ દીકરા ના લગ્ન ને ત્રણેક વર્ષ થઇ ગયા. ત્યારે અતુલભાઈ ના પત્ની નું અવસાન થઇ ગયું, એટલે અતુલભાઈ એકલા થઇ ગયા હતા.
પણ તેના પૌત્ર ને રમાડવામાં અને ઘર ની જરૂરી ચીજ વસ્તુ બજાર માંથી ખરીદી ને લાવવામાં મદદ કરતા હતા. જેથી તેનો સમય પસાર થઇ જાય અને દીકરા વહુ ને પણ કામ માં ટેકો રહે. ઘર માં બધા સુખથી અને આનંદ થી રહેતા હતા. પણ ધીમે ધીમે ઘરમાં કંકાસ થવા લાગ્યો.
અતુલ ભાઈના દીકરાની વહુ દરરોજ પોતાના પતિ સાથે કઈ ને કઈ બાબતે ચડામણી કર્યે રાખતી, અને તેના સસરા ની વિરુદ્ધ માં કાન ભર્યે રાખતી. જેનું લાંબાગાળે પરિણામ એ આવ્યું કે પત્નીએ કહ્યા મુજબ તેના પતિએ તેના પિતા ને ઘર માં નીચે ના ભાગ માં આવેલ મોટર ના ગેરેજ માં રહેવાનું કહ્યું.
અને દીકરાએ તેના પિતાને કહ્યું કે ઘર માં મારી પત્ની એ એકલા જ બધું કામ કરવું પડે છે. અને તમે ઉપર હાજર હોય ત્યારે તેને કામ કરવામાં તકલીફ પડે છે. અતુલભાઈ ને થયું કે હું ક્યાં કઈ કામ માં આડો આવું છું. પણ તે કશું બોલ્યા નહીં.
અને અતુલભાઈ તો નીચે ગેરેજ માં રહેવા ચાલ્યા ગયા. એવું વિચારી ને કે મારો દીકરો અને વહુ રાજી, એમાં હું પણ રાજી. એક વાર એવું બન્યું કે અતુલભાઈ શાકભાજી લઇ અને ઉપર દેવા માટે પગથિયાં ચઢતા હતા. ત્યાં વહુ નો ફોન માં વાત કરતો અવાજ સાંભળ્યો.
જેમાં વહુ તેની માતાને કહી રહી હતી કે તે મને કહ્યું તેમ ડોસા ને ગેરેજ માં નાખી દીધો છે. હવે 4-6 મહિના માં વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું. પછી તો આખું ઘર આપણું, ખાઈ પીને મોજ કરીશું. અને તું પણ અહીંયા રોકવા માટે આવતી રહેજે, એટલે મને પણ સરળતા રહે.
અતુલભાઈ તો શાકભાજી ની થેલી લઇ ને નીચે ચાલ્યા ગયા અને ગેરેજ માં બેસી ને વિચારવા લાગ્યા કે મારા ઘરમાં તો બહારના લોકો ની દખલગીરી ના હિસાબે મને ગેરેજ માં રહેવાનું કહેવામાં આવ્યું છે. મેં મહેનત મજૂરી કરીને પોતાનો ધંધો કર્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને તેમાંથી બચાવેલા રૂપિયામાંથી ઘર બનાવ્યું, ઘર તો મારી માલિકીનું છે. અને મારા નામ પર છે. અને આ વહુ ને કેવા સપના દેખાડી ને ઘર બરબાદ કરવાનો પ્રયાસ કરે છે, અને મારો દીકરો જ તેની વહુ ની વાતમાં આવી ને મને ગેરેજ માં રહેવા માટે મોકલી દે. તરત તે સમજી ગયા કે દીકરીની માતાએ વારંવાર ચડામણી કરી એટલે જ દીકરાએ તેની વહુના કહ્યા પ્રમાણે નીચે રહેવા પોતાને મજબુર કર્યો છે.
અતુલભાઈ વિચારમાં પડી ગયા કે આજકાલ દીકરી ના ઘર માં ઝઘડો કરાવી ને તેના માવતર ને શું મળે છે? ગમે તે હોય અંતે તો દીકરી નું ઘર અને દીકરી નું જીવન બગાડવાનું જ કામ કરે છે. આવું કરવાનું કારણ શું હોય? અઢળક સુખ સંપત્તિ? કે બીજું કંઈ?
અતુલભાઈ ને ખુબ જ ગુસ્સો આવી ગયો પણ તેને દીકરા ને કશું કહ્યું નહિ, અને શાંતિ થી એક મહિનો પસાર થઇ ગયા પછી એક દિવસ તેને તેના દીકરા ને બોલાવી અને પંદર દિવસ માટે અમેરિકા ફરવા જવાની ટિકિટ આપી, અને કહ્યું કે વહુ એકલી ઘરમાં કામ કર્યે રાખે છે. તે પણ થાકી ગઈ હશે.
તમને હરવા ફરવાનું પણ થઈ જાય, અને તું પણ હવા ફેર કરતો આવ. દીકરો વહુ અમેરિકા ગયા અને પાછળ થી તેનું મકાન કે જેની હાલ ની બજાર કિંમત સાત કરોડ રૂપિયા ની હતી, તે મકાન તેને પાંચ કરોડમાં વેચી માર્યું. અને પોતાના માટે એક ફ્લેટ ખરીદ કરી લીધો. અને દીકરા વહુ નો સમાન એક ભાડા ના ફ્લેટ માં ફેરવી નાખ્યો. હવે વહુ દીકરો અમેરિકા થી ફરી ને પાછા આવ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને તેના મકાન પર એક ચોકીદાર બેઠો હતો. ચોકીદારે બતાવ્યું કે આ મકાન તો વેચાઈ ગયું છે. ત્યારે દીકરા એ તેના પિતા ને ફોન લગાડ્યો પણ તેનો ફોન બંધ આવતો હતો. જેથી તેની મૂંઝવણ જોઈ ને ચોકીદારે તેના ફોનમાંથી નંબર લગાવી ને આપ્યો.
અને કહ્યું કે મને કહી ને ગયા છે કે દીકરો વહુ આવે ત્યારે મને તમારા ફોન માંથી જ ફોન કરીને વાત કરાવશો. દીકરા એ વાત કરી અને અતુલભાઈ એ કહ્યું કે ત્યાં જ ઉભા રહો હું હમણાં જ આવું છું. અતુલભાઈ એક મોંઘીદાટ નવી મોટર માં ત્યાં આવ્યા અને દીકરા ને તેના માટે ભાડે રાખેલા ફ્લેટની ચાવી આપી. અને કહ્યું આ તારા નવા ફ્લેટ ની ચાવી છે.
એક વર્ષનું ભાડું મેં ભરી આપ્યું છે. હવે તું તારી પત્ની ને ફાવે તેમ રહે, અને તારી પત્ની ને પુછજે કે મને નીચે ગેરેજ માં કોની સલાહથી રહેવાનું કહ્યું છે. અને હા મારા કમાયેલા રૂપિયા માંથી તને વારસો મળશે નહિ. અને તેની જરા પણ આશા રાખતો નહિ.
મારા રૂપિયા માંથી મારે શું વ્યવસ્થા કરવી એ બધું મેં નક્કી કરી નાખ્યું છે. અને હવે હું જાવ છું. આટલું બોલતા જ અતુલભાઈ તેની મોટર માં બેસી ને ત્યાં થી ચાલ્યા ગયા. અને દીકરો વહુ એકબીજાના મોઢા સામે જોતા રહી ગયા. હવે એ સમય આવી ગયો છે કે આવા નાલાયક દિકરા વહુને સાફ સાફ શબ્દોમાં કહી દેવું જોઈએ કે અમે તમારી સાથે નથી રહેતા. તમે અમારી સાથે અને અમારા મકાન માં રહો છો. તમને અનુકૂળ હોય તો રહો, અને અનુકૂળ ના હોય તો તમારી રીતે તમને પોસાય તેમ તમારું રહેવાનું ગોઠવી લો.
દીકરો તો બધી વાતોથી અજાણ હતો, પરંતુ બધી વાતોની ખબર પડતા તે પોતે જ અચરજ પામ્યો! અને વહુને પસ્તાવો થવા લાગ્યો પરંતુ હવે કંઈ થઈ શકે તેમ નહોતું. સિવાય કે અફસોસ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.