દીકરાની માતાના અવસાન પછી દીકરાએ પિતાને કહ્યું તમે નીચે રહો તમે હોય ત્યારે તેની પત્નીને કામમાં તકલીફ પડે છે, થોડા દિવસ પછી એવું થયું કે દીકરો…

અતુલભાઈ વિચારમાં પડી ગયા કે આજકાલ દીકરી ના ઘર માં ઝઘડો કરાવી ને તેના માવતર ને શું મળે છે? ગમે તે હોય અંતે તો દીકરી નું ઘર અને દીકરી નું જીવન બગાડવાનું જ કામ કરે છે. આવું કરવાનું કારણ શું હોય? અઢળક સુખ સંપત્તિ? કે બીજું કંઈ?

અતુલભાઈ ને ખુબ જ ગુસ્સો આવી ગયો પણ તેને દીકરા ને કશું કહ્યું નહિ, અને શાંતિ થી એક મહિનો પસાર થઇ ગયા પછી એક દિવસ તેને તેના દીકરા ને બોલાવી અને પંદર દિવસ માટે અમેરિકા ફરવા જવાની ટિકિટ આપી, અને કહ્યું કે વહુ એકલી ઘરમાં કામ કર્યે રાખે છે. તે પણ થાકી ગઈ હશે.

તમને હરવા ફરવાનું પણ થઈ જાય, અને તું પણ હવા ફેર કરતો આવ. દીકરો વહુ અમેરિકા ગયા અને પાછળ થી તેનું મકાન કે જેની હાલ ની બજાર કિંમત સાત કરોડ રૂપિયા ની હતી, તે મકાન તેને પાંચ કરોડમાં વેચી માર્યું. અને પોતાના માટે એક ફ્લેટ ખરીદ કરી લીધો. અને દીકરા વહુ નો સમાન એક ભાડા ના ફ્લેટ માં ફેરવી નાખ્યો. હવે વહુ દીકરો અમેરિકા થી ફરી ને પાછા આવ્યા.

અને તેના મકાન પર એક ચોકીદાર બેઠો હતો. ચોકીદારે બતાવ્યું કે આ મકાન તો વેચાઈ ગયું છે. ત્યારે દીકરા એ તેના પિતા ને ફોન લગાડ્યો પણ તેનો ફોન બંધ આવતો હતો. જેથી તેની મૂંઝવણ જોઈ ને ચોકીદારે તેના ફોનમાંથી નંબર લગાવી ને આપ્યો.

અને કહ્યું કે મને કહી ને ગયા છે કે દીકરો વહુ આવે ત્યારે મને તમારા ફોન માંથી જ ફોન કરીને વાત કરાવશો. દીકરા  એ વાત કરી અને અતુલભાઈ એ કહ્યું કે ત્યાં જ ઉભા રહો હું હમણાં જ આવું છું. અતુલભાઈ એક મોંઘીદાટ નવી મોટર માં ત્યાં આવ્યા અને દીકરા ને તેના માટે ભાડે રાખેલા ફ્લેટની ચાવી આપી. અને કહ્યું આ તારા નવા ફ્લેટ ની ચાવી છે.

એક વર્ષનું ભાડું મેં ભરી આપ્યું છે. હવે તું તારી પત્ની ને ફાવે તેમ રહે, અને તારી પત્ની ને પુછજે કે મને નીચે ગેરેજ માં કોની સલાહથી રહેવાનું કહ્યું છે. અને હા મારા કમાયેલા રૂપિયા માંથી તને વારસો મળશે નહિ. અને તેની જરા પણ આશા રાખતો નહિ.

મારા રૂપિયા માંથી મારે શું વ્યવસ્થા કરવી એ બધું મેં નક્કી કરી નાખ્યું છે. અને હવે હું જાવ છું. આટલું બોલતા જ અતુલભાઈ તેની મોટર માં બેસી ને ત્યાં થી ચાલ્યા ગયા. અને દીકરો વહુ એકબીજાના મોઢા સામે જોતા રહી ગયા. હવે એ સમય આવી ગયો છે કે આવા નાલાયક દિકરા વહુને સાફ સાફ શબ્દોમાં કહી દેવું જોઈએ કે અમે તમારી સાથે નથી રહેતા. તમે અમારી સાથે અને અમારા મકાન માં રહો છો. તમને અનુકૂળ હોય તો રહો, અને અનુકૂળ ના હોય તો તમારી રીતે તમને પોસાય તેમ તમારું રહેવાનું ગોઠવી લો.

દીકરો તો બધી વાતોથી અજાણ હતો, પરંતુ બધી વાતોની ખબર પડતા તે પોતે જ અચરજ પામ્યો! અને વહુને પસ્તાવો થવા લાગ્યો પરંતુ હવે કંઈ થઈ શકે તેમ નહોતું. સિવાય કે અફસોસ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel