દીકરાને પિતાએ કહ્યું છોકરી જોવા તારે તેની ઘરે જવાનું છે, દીકરાએ કહ્યું હું ઘરે નહીં જાઉં, બહાર જ મળીશ, પિતાએ કારણ કહ્યું કે…

મોહનભાઇ એ તેના દિકરા મહેશ ને અવાજ કરીને નીચે બોલાવ્યો કે નીચે આવો એક મહેમાન આવ્યા છે અને તારી સાથે વાતચીત કરવા માંગે છે મહેશ નીચે આવતા તેના પિતાજીએ કહ્યું કે તારી વેવારીક વાત માટે મહેમાન આવ્યા છે.

અને તારી સાથે થોડી ચર્ચા કરવા માંગે છે મહેશે મહેમાન ને પ્રણામ કર્યા અને તેની સામે બેઠો એકબીજા સાથે થોડી વાતચીત થયા પછી મહેશ ના હાથ માં પોતાના સરનામાં નું કાર્ડ આપતા મહેમાને કહ્યું કે આ મારુ સરનામું છે.

અને તમે મારી દીકરી સાથે વાતચીત કરવા અને મારું ઘર જોવા માટે ગમે ત્યારે આવી શકો છો એટલે મહેશે કહ્યું કે ઘરે જ કેમ અમે બહાર પણ મળી શકીયે ને ?હું દર રવિવારે મંદિરે દર્શન કરવા માટે જાવ છું અને ત્યાં નજીક માં આવેલા બગીચામાં જ અમે મળી લઈશું.

ત્યારે દીકરી ના પિતા એ ઘરે આવવાનો આગ્રહ રાખતા મહેશે તેને જવાબ આપ્યો કે તમારા ઘરે આવું એટલે આડોશ પાડોશ માં બધા લોકો ને વાત ની ખબર પડે ત્યારે મોહનભાઇ એ કહ્યું કે મહેશ ઘરે તો જવું જ પડે ને?

એટલે મહેશે તેના પિતાજી ને જવાબ આપતા કહ્યું કે જ્યારે બહેન ને જોવા માટે ઘરે મહેમાનો આવતા અને પાછળ થી ના કહેતા ત્યારે મમ્મી અને બહેન ની પરિસ્થિતિ કેવી થતી એ તો તમને પણ ખબર જ હશે અને એ પીડા ને મેં પણ ખુબજ અનુભવી છે કોઈ ની દીકરી ને જોવા જઈ અને ના કહેવી.

અને ત્યારબાદ આડોશી પાડોશી બધા આવી અને અનેક જાત ની સલાહ આપવા લાગે આ દીકરી ને અપમાનિત કરવા થી જરા પણ ઓછું નથી લગ્ન ખાલી દીકરો નથી કરતો દીકરી પણ લગ્ન કરે છે અને પસંદ નાપસંદ નો અધિકાર બંને પક્ષે સમાન મળવો જોઈએ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel