દીકરાએ ઘરે આવીને કહ્યું માં હું આજે ભગવાન સાથે જમ્યો, માતાએ આખી વાત જાણી તો તે પોતે પણ…

એક ધાર્મિક વૃત્તિ વાળા પરિવાર નો 9 વર્ષ નો દીકરો જે ઘરે તેના પિતાજી ભગવાન ની પૂજા પાઠ કરતા તે પિતાજી ની બાજુ માં બેસી અને જોઈ રહેતો અને વિચારતો કે મારે એક દિવસ ભગવાન ને મળવું છે અને તેની સાથે બેસી ને જમવું છે તે જયારે પણ ઘર ની બહાર જાય કે સ્કૂલે જાય તેની સાથે ચાર પાંચ રોટલી અવશ્ય લઇ ને જાય.

એક દિવસ તે એક થેલી માં રોટલી લઇ ને ઘર ની બહાર નીકળ્યો અને ફરતા ફરતા ઘર થી બહુજ દૂર નીકળી ગયો અને ભગવાન ને શોધી રહ્યો હતો ફરતા ફરતા સાંજ પડી ગઈ હતી ત્યારે તેને જોયું કે નદી કિનારે એક વૃદ્ધ વ્યક્તિ બેઠા છે અને તેને બે ત્રણ દિવસ થી કઈ ખાધું ના હોવાના કારણે તેના શરીર માં નબળાઈ આવી ગઈ હતી.

ત્યારે તે દીકરા ને એમ થયું કે આ જ ભગવાન છે અને પર આવવાની રાહ જોઈ રહ્યા છે. માસુમ દીકરા એ તે વૃદ્ધ ની પાસે જઈ ને બેસી ગયો અને પોતાની થેલી માંથી રોટલી બહાર કાઢી ને તે વૃદ્ધ ને આપવા લાગ્યો અને પોતે પણ ખાવા લાગ્યો તે વૃદ્ધ રોટલી મળવાથી ખુશ થઇ ગયા હતા.

અને છોકરા ની સામે હસતા હસતા જોઈ રહ્યા હતા અને રોટલી ખાઈ રહ્યા હતા વૃદ્ધ ના કરચલીઓ વાળા ચહેરા પર ખુશી અને આખો માં આશુ આવી ગયા હતા. સાંજ માંથી રાત પડી ગઈ હતી તેથી તે છોકરો ભગવાન ને મળવાનો સંતોષ લઇ ને ત્યાં થી રજા લઇ ને નીકળ્યો અને જતા જતા તે ફરી ફરી ને વૃદ્ધ ની સામે નજર નાખી રહ્યો હતો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel