દેશ માં ભુતીયા મનાતા ભાનગઢના કિલ્લાનું રહસ્ય અને સત્ય…

ભારતમાં ફરવાલાયક સ્થળો ઘણા છે પરંતુ સાથે-સાથે ભારતમાં એવા રહસ્યમય વિસ્તારો પણ છે કે જેના વિશે જાણવું જરૂરી છે!

અને આપણામાંથી ઘણાને ખ્યાલ હશે કે આ ભુતીયા જગ્યાઓ વિશે ખ્યાલ હશે પરંતુ એવા થોડાક જ લોકો હોય છે જે આવી છે ભુતીયા જગ્યાઓ પર જવાની હીંમત કરે છે. આજે આપણે વાત કરવાના છીએ ભાનગઢ ના કિલ્લા વીશે, આ કિલ્લો શાનદાર બનાવટની સાથે-સાથે રહસ્યમયી પણ છે. રાજસ્થાનના જયપુરમાં આવેલા આ કિલ્લાને ભાનગઢના કિલ્લા તરીકે ઓળખાય છે તો ચાલો તમને જણાવીએ ભાનગઢના આ કિલ્લા ની રહસ્યમય વાતો અને તેનો ઇતિહાસ.

ભાનગઢનો કિલ્લો ૧૭ મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. તેનું નિર્માણ માનસિંઘના નાનાભાઈ રાજા ના માઘાસીંઘે કરાવ્યું હતું. એ સમયે ભાનગઢની સંખ્યા લગભગ ૧૦,૦૦૦ લોકોની હતી. ભાનગઢ અલવર જિલ્લામાં આવેલો એક શાનદાર કિલ્લો છે. જેનો આકાર અને રચના બહુ જ મોટી અને સુંદર છે. ચારે તરફ પહાડીઓથી ઘેરાયેલ આ આ કિલ્લામાં સુંદર શિલ્પકલાનો પ્રયોગ કરાયો છે. આ સિવાય આ કિલ્લામાં લગભગ આઠ થી દસ જેટલા મંદિર પણ આવેલાં છે. અને આ કિલ્લાના કુલ મળીને પાંચ દરવાજાઓ છે જેની સાથે એક મુખ્ય દ્વાર છે. આ કિલ્લામાં મજબૂત પથ્થરોનો ઉપયોગ કરાયો છે. જે પ્રાચીન સમયના હોવાથી અત્યારે પણ એ જ સ્થિતિમાં જોવા મળે છે.

તમે બધાએ જાણ્યું હશે અથવા ક્યાંક વાંચ્યું હશે કે ભાનગઢનો કિલ્લો ભારતનું લગભગ સૌથી વધારે ભુતીયા સ્થળોમાનું એક છે. પરંતુ કદાચ તમને એ પાછળનો ઈતિહાસ નહિ ખબર હોય.

ભાનગઢના કિલ્લાની લોકવાયકા મુજબ ભાનગઢની રાજકુમારી રત્નાવતી ખૂબ જ સુંદર હતી એ સમયે એના રૂપની ચર્ચા પુરા રાજ્યમાં થતી હતી. અને દેશના ખૂણેખૂણેથી બધા રાજકુમારો એના સાથે લગ્ન કરવા માટે આતુર હતા.

એ સમયે રાજકુમારીની ઉંમર માત્ર ૧૮ વર્ષ હતી. અને એનું યોવન સ્વરૂપ પૂરેપૂરું નિખરી ઉઠ્યું ચૂક્યું હતું. એ સમયે ઘણા રાજ્યોમાંથી તેના વિવાહ માટે પ્રસ્તાવ આવી રહ્યા હતા. આ સમયમાં એક વખત એ એની સહેલીઓ સાથે બજારમાં ખરીદી કરવા નીકળી હતી. રાજકુમારી રત્નાવતી એક અત્તરની દુકાને આવી પહોંચી. અને એક પછી એક બધી બોટલના અત્તરો ની સુગંધ લેવા લાગી. એ જ વખતે ત્યાંથી દુકાનથી થોડો દૂર એક માણસ ઊભો ઊભો રાજકુમારીને નિહાળી રહ્યો હતો.

એ માણસ એ જ રાજ્યમાં રહેતો હતો અને તે પોતે કાળા જાદુનો મોટો જાણકાર હતો. અને એવુ કહેવાય છે કે આ માણસ રાજકુમારીના રૂપનો દીવાનો હતો અને એને અનહદ પ્રેમ કરતો હતો. એ રાજકુમારીને ગમે તે સંજોગે પામવા ઇચ્છતો હતો. આથી એણે દુકાન પાસે આવીને જે બોટલ રાજકુમારી એ પસંદ કરી હતી એ બોટલ ઉપર કાળો જાદુ કરી નાખ્યો કે જેથી રાજકુમારી તેના વશમાં આવી જાય!

પરંતુ રાજકુમારીને આ વાતની ખબર હોય કે કેમ પણ તેને તે અત્તરની બોટલ ઉઠાવી અને બાજુમાં રહેલા પથ્થર ફેંકી અને પથ્થર પર બોટલ અડવાની સાથે જ બધું અત્તર તે પથ્થર ઉપર વિખરાઈ ગયું. પછી એ પથ્થર આપમેળે જ પેલા માણસની પાછળ ચાલ્વા લાગ્યો. અને એ માણસને કુચલી નાખ્યો. જેનાથી પેલો માણસ ત્યાં ને ત્યાં મ્રુત્યુ પામ્યા. પરંતુ મરતા પહેલા એ માણસે શ્રાપ આપ્યો કે આ કિલ્લામાં રહેવાવાળા બધા લોકો જલ્દી જ મ્રુત્યુ પામશે. અને આ લોકો ફરી પાછાં પુનર્જન્મ નહીં લઈ શકે. અને તેની આત્મા સદાકાળ માટે આ કિલ્લામાં જ ભટકતી રહેશે!

આ માણસ ના મોત થયાના લગભગ મહિના પછી ભાનગઢ અને અજબગઢ વચ્ચે યુદ્ધ થયું. જેમાં આ કિલ્લામાં રહેવાવાળા બધા લોકો માર્યા ગયા. ત્યાં સુધી કે રાજકુમારી રત્નાવતી પણ એ શ્રાપથી બચી શકી નહીં અને એ પણ મૃત્યુ પામી. એક જ કિલ્લામાં આટલા મોટા કત્લેઆમ પછી ત્યાં મોતની કીલકારીઓ ચારેબાજુ ગુંજવા લાગી અને આજે પણ આ બધાં લોકોની આત્માઓ ત્યાં ભટકે છે.

હાલમાં આ કિલ્લાની દેખરેખ ભારત સરકાર કરે છે કિલ્લાની ચારેબાજુ એ.એસ.આઇ.ની ટીમ મોજૂદ રહે છે. અને આ ભાનગઢની ટેરીટરીની બહાર ભારત સરકાર દ્વારા ચેતાવણી બોર્ડ મારેલું છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા આ વિસ્તારમાં કોઈએ જવું નહીં. અને એવું કહેવામાં આવે છે કે આ કિલ્લામાં જે પણ લોકો સૂર્યાસ્ત બાદ ગયા છે તે ફરી પાછી કદાપિ પાછા આવ્યા નથી. અને અંદર રહેલી આત્માઓ ઘણી વખત માણસોને પરેશાન કરે છે! અને ઘણા લોકોએ એના કારણે પોતાની જાનથી હાથ ગુમાવવો પડ્યો છે!

પુરાતત્વ ખાતાનું બોર્ડ કે જે અગાઉ વાત કરી એમ ભાનગઢ ની ટેરીટરીમાં એન્ટર થતા પહેલા જોવા મળે છે!

ઘણી વખત આ કિલ્લાની વાત પારખવા ઘણા લોકોએ મહેનત કરી છે એક વખત ભારતીય સરકારની અર્ધસૈનિક દળની ટુકડીઓ આ જગ્યા પર ગઈ હતી જેથી કરીને તે આ કિલ્લાનું રહસ્ય અને સચ્ચાઈની હકીકત ને જાણી શકે પરંતુ આ ટુકડી પણ અસર અસફળ રહી હતી અને કેટલાક સૈનિકો નું માનવું છે કે તેઓને આત્મા નો અહેસાસ થયો હતો આ કિલ્લામાં આજે પણ જયારે તમે એકલા હોવ ત્યારે તલવારોની રણકાર અને લોકોની મર્યા પહેલાં ચીસો મહેસૂસ થાય છે.

References: Online & Offline Sources, Wikipedia