દીકરીએ બનાવેલી રસોઈ ચાખીને તેની માતાએ ગુસ્સે થઈને કહ્યું, આ શું બનાવ્યું છે તે ? એ જ રસોઈ જયારે દીકરીના પિતાએ ચાખી ત્યારે એવું કહ્યું કે માતા પણ…

એક દસ વર્ષની દીકરી, નામ એનું વાણી. ઘરમાં બધાની વહાલી દીકરી અને ખાસ કરીને તેના પિતાને તેની દીકરી અત્યંત વહાલી.

મજાક-મજાકમાં પત્ની ઘણી વખત તેના પતિને કહેતી કે તમે વાણીને આટલો બધો લાડ ન કરો નહીં તો તમારી દીકરી માત્ર તમારી જ થઈને રહી જશે, અમારી કોઈ સાથે વાત પણ નહીં કરે. તેના પતિએ હસીને કહી દેતા અરે એવું થોડી હોય, બાપ તો દીકરીને લાડ કરે જ. આમ પણ કહેવાય છે ને દીકરી સૌથી વહાલી તેના પિતાને જ હોય છે.

દીકરીનો આજે દસમો જન્મદિવસ હતો, ખૂબ ધુમધામથી ઉજવ્યો, દીકરીના મિત્ર ને પણ ઉજવણીમાં સામેલ કરાયા હતા અને બધા લોકોએ ખૂબ જલસો કર્યો.

બીજા દિવસે સવારે દીકરી એ નક્કી કર્યું કે પિતાએ તેને આવી સરસ સરપ્રાઈઝ પાર્ટી આપી છે તો તે પણ પિતાને હવે કશું સરપ્રાઈઝ આપશે.

પપ્પા તો સવારે રાબેતા મુજબ પોતાની ઓફિસે જતા રહ્યા અને સાંજે ઓફિસથી કામ પતાવીને ઘરે આવ્યો તો ડાઇનિંગ ટેબલ ઉપર બીજું કંઈ જ નહીં માત્ર એક વાટકો પડ્યો હતો.

દરરોજ ડાઇનિંગ ટેબલ ઉપર રસોઈ બનેલી તૈયાર રહેતી પરંતુ આજે આવો માહોલ જોયો એટલે તેણે પૂછ્યું,

“ઘરે રસોઈ નથી બનાવી કે શું, મને ખૂબ જ ભૂખ લાગી છે?”

એવામાં તેની દીકરી આવી અને તેને તેના પિતાને કહ્યું પપ્પા આજે મે કોઈની હેલ્પ લીધા વગર તમારા માટે દુધપાક બનાવ્યો છે.

“અરે વાહ બેટા, શું વાત છે. લાવ ચલ મને આપ જોઈ.”

આટલું સાંભળ્યું એટલે દીકરી તરત જ પિતા પાસે આવી અને પિતા રૂમમાં ફ્રેશ થઈ રહ્યા હતા ત્યાંથી તેમની આંગળી પકડીને ડાઇનીંગ ટેબલ સુધી લઈ ગઈ અને ત્યાં પડેલો વાટકો જેમાં દૂધપાક ભરેલો હતો તે પિતાને આપ્યો. પિતાએ દૂધપાક ખાવાનો ચાલુ કર્યો અને થોડી જ વારમાં તેના આંખમાં આંસુ આવી ગયા. તેની દીકરી એ પૂછ્યું શું થયું પપ્પા, દૂધપાક સારું નથી બન્યો કે કેમ?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel