દીકરીએ બનાવેલી રસોઈ ચાખીને તેની માતાએ ગુસ્સે થઈને કહ્યું, આ શું બનાવ્યું છે તે ? એ જ રસોઈ જયારે દીકરીના પિતાએ ચાખી ત્યારે એવું કહ્યું કે માતા પણ…

તરત જ આંસુ લુંછીને પિતાએ કહ્યું ના બેટા દુઃખ તો એકદમ સરસ બન્યો છે. અને જોતજોતામાં જ તેને બધુ દૂધપાક પૂરો કરી નાખ્યો.

એટલામાં એની મમ્મી બહાર વસ્તુઓ લઈને પાછી ફરી અને આ દ્રશ્ય જોયું એટલે તેણે પણ તેની દીકરી ને કહ્યું અરે મને પણ ચખાડ જોવ, એટલામાં પિતાએ તેની દીકરીને પોતાના ખિસ્સા માંથી 100 રૂપિયાની નોટ આપી, દીકરી ખુશ ખુશ થઈને મમ્મી માટે રસોડમાંથે બીજો દૂધપાક લઈ આવી.

તેને તેની મમ્મીને દૂધપાક આપ્યો, મમ્મીએ દૂધ પાક જેવો ચાખ્યો કે તરત જ ગુસ્સે થઈ ગઈ અને દીકરી ને કહ્યું અરે આ માટે ખાંડ નથી નાખી તે ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું છે મીઠું. તેના પતિ સામે જોયું અને કહ્યું અરે તમને પણ ખબર ન પડી, એક પણ શબ્દ બોલ્યા વગર બધો દૂધપાક ખાઈ ગયા?

અને જ્યારે હું કોઈપણ રસોઈ બનાવું અને મારામાં રસોઈમાં ભૂલ થાય તો મને તો બોલ બોલ કરો છો કે તારા બનાવેલા ભોજનમાં મીઠું વધારે છે, ઓછું છે, મરચું નાખ્યો જેનાથી કે શું? આવું બધું કહેતા રહો છો અને દીકરીએ આવો દુધપાક બનાવ્યો હતો પણ તેને સો રૂપિયાનું ઇનામ આપ્યું વાહ રે વાહ.

પતિએ તેના પત્નીની વાત શાંતિથી સાંભળી અને પછી સ્માઇલ કરીને જવાબ આપ્યો કે અરે પાગલ હું અને તું તો જિંદગીભર સાથે જ રહેવાના છીએ, એટલે આપણા વચ્ચે તો આવા નાના-મોટા મીઠા ઝઘડાઓ થતાં જ રહેવાના છે અને આનું નામ તો જીવન છે. પરંતુ આપણી દીકરી તો કાલે આપણી નહીં રહે, આજે મને કોણ જાણે એહસાસ જાણે પહેલી વાર થયો જાણે એ પોતીકાપણું લાગ્યું જે એના જન્મ સમયે આજથી પહેલા લાગ્યું હતું.

દીકરી એ આજે જ્યારે કોઈની પણ હેલ્પ લીધા વગર પોતાની સાથે પહેલી વખત પ્રેમથી કંઈક વસ્તુ બનાવી છે તો એ જ ખાલી મારા મન માટે સૌથી સરસ અને સૌથી સ્વાદિષ્ટ જ રહેશે. દીકરીઓ હંમેશા પોતાના પપ્પા ની પરી હોય છે, જેવી રીતે તું પણ તારા પિતાની છો.

આટલું સાંભળ્યું એટલે પત્ની ના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને રડતા રડતા તે પોતાના પતિ ને ભેટી પડી. મનોમન તે વિચારી રહી હતી કે કદાચ એના માટે જ કોઈ પણ છોકરી પોતાના પતિ માં ક્યાંકને ક્યાંક પોતાના પિતાની છબી શોધતી રહે છે.

એ વાત તો તમારે પણ માનવી પડે કે દીકરી એના પિતાની ખૂબ જ નજીક હોય છે કારણ કે ગમે તેમ કહો પણ કન્યા વિદાય વખતે સૌથી વધારે પિતા જ પડતા હોય છે. ખરું ને?

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel