in

દાદાને દરરોજ પૂજા કરતા જોઈને એક દિવસ પૌત્રી દાદાની જગ્યાએ બેસી પૂજા કરવા લાગી, થોડી વાર પછી દાદા આવ્યા તો તે પૌત્રી જે બોલી રહી હતી તે સાંભળીને…

અવનીએ આગળ પ્રાર્થના કરતાં કહ્યું કે મારા જેટલા પણ મિત્રો છે તે બધા મિત્રો ની તબિયત પણ સારી રાખજો કારણકે એની તબિયત ખરાબ હશે તો મારી સાથે કોણ રમશે?

અવનીએ ફરી પાછું કહ્યું કે મારા માતા પિતાની તબિયત પણ એકદમ સારી રાખજો, કારણ કે જો એની તબિયત ખરાબ થશે તો મારું આવી સારી રીતે ધ્યાન કોણ રાખશે?

પછી અવની થોડી ભગવાનની નજીક ગઈ દાદા ને એમ થયું કે હવે અવની ભગવાનના ચરણ સ્પર્શ કરીને તેની પ્રાર્થના પૂરી કરશે. પરંતુ અવની એ ભગવાનની નજીક જઈને કહ્યું કે ભગવાન તમને જો ખોટું ન લાગે તો એક વાત કહેવા માગું છું કે, તમે બધાની તબિયતનું ધ્યાન રાખજો પરંતુ તે બધા પહેલા તમે તમારું ધ્યાન પણ રાખજો. કારણ કે જો તમને કંઈક થઈ ગયું તો અમારા બધાનું શું થશે?

દાદા આ વાક્ય સાંભળીને ભાવુક થઈ ગયા, અવની જે નિખાલસ ભાવે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી તે સાંભળીને દાદાની આંખો ભીની થઈ ગઈ અને વિચારવા લાગ્યા કે આવી પ્રાર્થના અમે કોઈ દિવસ કરતો નથી પરંતુ ક્યારેય કોઈ દિવસ સાંભળી પણ નથી.

દાદા પણ અવની જેવી પૌત્રીને પામીને જાણે આજે ખૂબ જ ભાગ્યશાળી મહેસૂસ કરી રહ્યા હતા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરીને અચૂક જણાવજો.