દાદાને દરરોજ પૂજા કરતા જોઈને એક દિવસ પૌત્રી દાદાની જગ્યાએ બેસી પૂજા કરવા લાગી, થોડી વાર પછી દાદા આવ્યા તો તે પૌત્રી જે બોલી રહી હતી તે સાંભળીને…

અરવિંદભાઈએ ખૂબ જ વૈભવશાળી મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં તેની પત્ની, તેનો એક દીકરો, વહુ અને એક પૌત્રી એમ કુલ મળીને પાંચ સભ્યો રહેતા હતા.

અરવિંદભાઈ ની પૌત્રી અવની દાદાની ખૂબ જ વહાલી હતી, અને એટલા માટે જ જ્યારે પણ સમય મળે ત્યારે તે દાદા સાથે જ રમવાનું પસંદ કરતી.ખાસ કરીને તેના દાદા જ્યારે સવારે પૂજા કરવા માટે મંદિરમાં જતા ત્યારે કાયમ અવની તેને પૂજા કરતા જોવે અને કાયમ અવની ને મનમાં વિચાર આવતો કે તે પણ પૂજા કરે.

પરંતુ દાદાજી સવારે ત્યાં હાજર હોય એટલે પૂજા કરવાનો મોકો અવની ને મળતો નહીં. એક દિવસ સવારે દાદા ની તબિયત જરા નરમ હોવાથી સ્નાનાદિ કાર્ય પુરા કરીને તૈયાર થવામાં થોડું મોડું થઈ ગયું. અવની ને જાણે આ સમયે મંદિરમાં પૂજા કરવાનો મોકો મળી ગયો.

આ મોકાનો લાભ લઈને તેને મંદિરમાં પૂજા ચાલુ કરી દીધી, અવની એક પછી એક દરરોજ જેમ દાદા પૂજા કરતા એમ પૂજા કરવા લાગી, દાદા પણ તૈયાર થઈને મંદિરના રૂમ પાસે આવ્યા, પરંતુ અંદરથી અવનીનો અવાજ આવતો હોવાથી દાદાએ જોયું કે અંદર અવની શું કરી રહી છે?

દાદા મંદિર ના રૂમ ની બહાર જ ઉભા ઉભા અવની ને પૂજા કરતી જોઈ રહ્યા હતા. સૌ પ્રથમ પોતાની જેમ જ દરેક ભગવાનને બધી સામગ્રી વગેરે પધરાવીને પૂજા કરી રહી હતી. સાથે સાથે ભગવાનને પ્રાર્થના પણ કરી રહી હતી.

અવની ના શબ્દો દાદાને ચોખા સંભળાઈ રહ્યા હતા. ભગવાનને કહ્યું કે ભગવાન તમે મારા દાદાજી ની તબિયત સારી કરી દેજો. અને તેને એકદમ સ્વસ્થ રાખજો, દાદાને પગનો દુખાવો પણ ઓછો થઈ જાય તેવું કરી આપજો, અને દાદી ને પણ પગનો દુખાવો સારો થઈ જાય તેવું કરજો.

અવનીએ આગળ કહ્યું કે જો દાદા દાદી ની તબિયત ખરાબ થઈ જશે તો મને દરરોજ સાંજે ચોકલેટ કોણ લઇ આપશે? અને હું અને દાદા દોડ ની રમત કઈ રીતે રમીશું? દાદા આ વાક્ય સાંભળીને હસવા લાગ્યા, અવની નિર્દોષભાવે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી તે જોઇને દાદાનો જાણે પગનો દુખાવો મટી ગયો અને તે ત્યાં જ ઉભા ઉભા સાંભળી રહ્યા હતા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel