એક ભાઈની ઉંમર ૩૫ વર્ષની હશે. આજે સવારે કોઈ કારણોસર તેના માતા-પિતા સાથે તેનો ઝઘડો થયો હતો. સવારે ઝઘડો થવાથી તેનો મગજ તેના કાબૂમાં ન હતો અને દુકાને જવાનું પણ મોડું થઈ ગયું હતું.
દરરોજ સવારે ગમે તેમ કરીને તે નવ વાગ્યા પહેલા તો દુકાને પહોંચી જ જતો. મોબાઇલ રીપેરીંગ રીચાર્જ વગેરેની દુકાન હતી. એટલે સવારે વહેલી ખોલી નાખે
એટલે સવારે વહેલી ખોલી નાખે તો બાજુમાં કોલેજના વિદ્યાર્થીઓ વગેરેના નાના-મોટા રિચાર્જ તેમજ થોડી દુર ફેક્ટરીમાં કામ કરતા કારીગરો ના રીચાર્જ વગેરે નું કામ સવાર-સવારમાં જ રહેતું.
આજે એમાં પણ દુકાને જવાનું મોડું થઈ ગયું હતું એટલે વધારે પડતો અપસેટ થઈ ગયો હતો અંતે ફટાફટ દુકાને પહોંચ્યો સમય જોયો તો ઘડિયાળમા 10 વાગી ચૂક્યા હતા.
દુકાન ખોલી અને સાફ સુફ કરીને નવરો થઈને પોતાના ટેબલ ઉપર બેઠો ત્યાં બીજો અડધો કલાકનો સમય નીકળી ગયો હતો.
તે બેઠો બેઠો વિચાર કરી રહ્યો હતો એવામાં તેણે જોયું કે એક કપલ તેની દુકાન બાજુ આવી રહ્યું છે. કપલ હતું પરંતુ તેની ઉંમર અંદાજે ૭૦ થી ૮૦ વર્ષની તો હશે જ.
હાથમાં એક મોબાઇલ પણ હતો અને બીજા હાથમાં લાકડીના ટેકા વડે દાતા ચાલી રહ્યા હતા અને દાદી પણ લાકડીના સહારે ધીમે ધીમે ચાલતા ચાલતા દુકાન બાજુ આવી રહ્યા હતા.
દુકાને દાદાને અથવા દાદી ને પહેલી વખત જોયા હતા કદાચ આ વિસ્તારના હોય કે ન હોય તેને દુકાને પહેલી વખત જોયા હતા.
દુકાને આવીને દાદાએ ચાલી ને થાકી ગયા હોય એટલે થોડો આરામથી શ્વાસ લીધો અંદાજે 20 સેકન્ડ પછી સ્વસ્થ થઈને હજુ તો કંઈ બોલવા જાય તે પહેલા દુકાનદારે તેને પૂછ્યું બોલોને દાદા શું કામ છે?
દાદાએ દાદી ને મોબાઈલ આપી દીધો હતો દાદાએ ફરી પાછો મોબાઈલ પોતાની પાસે લીધો અને દુકાનદાર ને કહ્યું બેટા હું બહુ ભણેલો નથી અને મારી જેમ આ તારી દાદી પણ ભણેલી નથી. છેલ્લા કેટલાક દિવસથી મારો આ મોબાઈલ બગડી ગયો હોય તેવું લાગી રહ્યું છે જરા ચેક કરી આપ ને.
પેલા ભાઈએ મોબાઈલ દાદા ના હાથમાંથી લઇ ને ચેક કર્યો મોબાઇલમાં સેટિંગ માં ગયા સિગ્નલ જોયું પરંતુ બધું બરાબર લાગ્યું એટલે દાદાને મોબાઈલ પાછો આપ્યો અને કહ્યું દાદા આ મોબાઇલમાં તો કશો વાંધો નથી મને બધું બરાબર લાગી રહ્યું છે.