દાદાએ મોબાઈલની દુકાને આવીને કહ્યુ આ મોબાઈલમાં કંઈક વાંધો છે. દુકાનદારે પુછ્યુ કે, શું વાંધો છે? તો દાદાએ એવો જવાબ આપ્યો કે તેની આંખમાંથી…

દાદાએ કહ્યું અરે બેટા ખરેખર મોબાઈલ ચાલતો જ નથી હું કંઈ આ ઉંમરે તારી સાથે ખોટું થોડી બોલું છેલ્લા ઘણા દિવસોથી આ મોબાઈલ ચાલતો જ નથી.

એટલે પેલા ભાઇએ દાદા પાસેથી મોબાઇલ લઇને દાદા ના મોબાઈલમાંથી પોતાના મોબાઈલ પર રીંગ વગાડી અને દાદાને બતાવ્યું કે જો તમારા ફોનમાંથી રીંગ વાગે છે અને બધું સરખી રીતે કામ કરી રહ્યું છે.

દાદા એ તો હવે ચહેરાના હાવભાવ ફેરવી નાખ્યા મોઢું સહેજ બગાડીને તેને કહ્યું બેટા અમારા મોબાઈલ માંથી કદાચ ફોન બહાર જતો હશે પરંતુ આમાં ફોન આવતો જ નથી.

બાજુમાં દાદી ઉભા ઉભા આ બંનેની વાતો કુતુહલથી સાંભળી રહ્યા હતા. દાદા ના નંબર શું છે તે જાણીને પેલા માણસે તે નંબર ઉપર ફોન કર્યો દાદા ના ફોનમાં રીંગ વાગી એટલે તરત જ પેલા ભાઈએ દાદાને કહ્યું કે જુઓ આ મારા ફોનમાંથી તમારા ફોનમાં ફોન કર્યો તો પણ ફોન વાગે જ છે.

પરંતુ દાદા એકના બે ન થયા તે પોતાની વાતને વળગી રહ્યા. દાદાએ કહ્યું બેટા અહીંયા કદાચ ફોન આવતા હશે પરંતુ ઘરે નથી આવતો.

પેલી દુકાન વાળા ભાઈ સવારે ઘરે પણ થોડી રકઝક કરીને આવ્યા હતા અને હવે દુકાનમાં પણ દાદા રકઝક કરી રહ્યા હતા એટલે તેને ગુસ્સો આવી ગયો અને તેને દાદાને કહ્યું દાદા તમે પણ કેવી વાત કરો છો તો અહીંયા તમારા મોબાઈલ ઉપર ફોન આવી શકતો હોય તો તમારા ઘરે પણ આવે જ.

ક્યારના આ બંનેની વાત કુતુહલથી સાંભળી રહેલા દાદીએ હવે કંઈક કહ્યું દાદીએ કહ્યું બેટા આ મોબાઇલમાં જો કશો વાંધો ન હોય તો છેલ્લા કેટલાય દિવસથી અમારા દીકરાનો પણ ફોન નથી આવતો અને અમારા દીકરીનો પણ ફોન નથી આવતો અમે તો દરરોજ રાહ જોઈ રહ્યા હોઈએ છીએ પરંતુ દીકરા-દીકરી કે પછી પૌત્ર અથવા પૌત્રીનો પણ ફોન નથી આવતો તું જરા ધ્યાનથી જોઈ લે આ મોબાઇલમાં કશો વાંધો હશે જ.

આ વાત સાંભળીને મોબાઈલના દુકાનદાર આખી વાત સમજી ગયો તેનો ગુસ્સો એક જ મિનિટમાં શાંત થઈ ગયો અને તેને દાદાને શું કહેવું અથવા શું જવાબ આપો તેના માટે તેની પાસે કોઈ જવાબ અથવા કોઈ શબ્દો ન હતા.

અને થોડા સમય પછી દાદા-દાદી જ્યારે દુકાન માંથી બહાર ગયા ત્યારે તરત જ તેણે પોતાના ઘરે ફોન કર્યો અને માતા-પિતા સાથે જે સવારે ગુસ્સો કર્યો હતો તેના માટે થઈને માફી માંગી અને કહ્યું તમે જમી લીધું છે વગેરે વગેરે થોડી વાત કરીને ફોન મૂકી દીધો.

આટલા વર્ષો પછી તેને ઘણી વખત તેના માતા પિતા કહેતા કે બેટા તું થોડો સમય કાઢીને ખાલી જમ્યા કે કેમ તે અમને ફોન માં જણાવજે પરંતુ તે કોઈ દિવસ ફોન કરતો નહીં.આજે આ દાદા અને દાદી તેની દુકાને આવ્યા એમાં વર્ષો પછી પણ તેને એ સમજ આવી ગયું કે દાદા-દાદી પાસે રહેલા મોબાઈલમાં તો હકીકતમાં કોઈ જ વાંધો ન હતો પરંતુ તેના દીકરા દીકરી વગેરેની જવાબદારીઓ સમજવામાં ભૂલ થઈ રહી છે.

મિત્રો એક વાત તો માનવી જ પડશે કે આપણે આપણા માતા-પિતા તેમજ દાદા-દાદી વગેરે વડીલો સાથે થોડી વખત પણ દિવસમાં સમય કાઢીને વાત કરી લઈએ તો એ લોકોની અડધી બીમારી તો એમ જ ઠીક થઈ જશે. અને કેટલી એ બીમારી તો તેઓ પોતાના મનમાંથી જ ભૂલી જશે કારણ કે તેઓ તમને ખુશ જોઈને પોતે પણ ખુશ રહેવા લાગે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel